ખાતરી

OLYMPUS DIGITAL CAMERA
(કાળી પ્રતીક્ષા…                              …શબરીધામ, ૧૫-૦૮-૨૦૦૯)

*

તું અને હું
આજીવન
ખસી-ચસી ન શકાય એ રીતે
કાળમીંઢ વેદનાના પહાડ થઈને
જુદાઈની છાતીમાં ખોડાઈ ચૂક્યાં છીએ
અલગ-અલગ જગ્યાએ
એકબીજાથી સા…..વ દૂર.
હવે
કદી
ભેગાં નહીં જ થઈ શકાય
એવી ખાતરીના ખડક તળે
અંકુરિત થવા માંગતા આપણાં સપનાંઓને તું રોકીશ નહીં.
મને ખાતરી છે,
એક દિવસ તો
હું ફૂટી જ જઈશ

.   ખે
.      આ
.           ખો
ને
વહી આવીશ
તારી તળેટી પખાળવા
લાવાની નદી બનીને !

– વિવેક મનહર ટેલર
(૧૩-૦૯-૨૦૦૯)

39 comments

 1. Amit’s avatar

  વાહ દાક્તર સાહેબ! સરસ ઉપમાઓ આપી છે સંબંધોને!

 2. Abhay’s avatar

  સરસ રચના !!! હજુ બિજા પ્રતિભાવો ની રાહ. કોઇકને રચના સમજાવ્વા વિનઇતિ….

 3. indravadan g vyas’s avatar

  અફલાતુન રચના.
  પ્રુથક થયેલ પ્રેમિઓની અંતરની ઈચ્છાને ફાંકડી વાચા આ બેનમુન કાવ્યમા ડૉ.વિવેકે આલેખી છે..સલામ સાહેબ.
  આફ્રીન્.

 4. Pancham Shukla’s avatar

  સરસ કાવ્ય!

  બે પહાડ-ભેરુઓ
  દૂર દૂર ખૂબ એક બીજાથી;
  પણ
  બેમાં નો જો એક
  થઈને જ્વાળામુખી
  ફૂટે બળકટ
  એવું કે
  ખુદ લાવાના રેલા રૂપે
  રેલાઈ અને
  અડે બીજાને
  મળે બીજાને
  તો
  બીજાનું મળવાનું સપનું
  થાય પૂરું!

 5. BB’s avatar

  Vivekji beautiful thought and nicely put into the wordings.

 6. Dr Pankaj Gandhi’s avatar

  ખુબ જ સરસ, મજાનુ

 7. pragnaju’s avatar

  સુંદર અછાંદસ

 8. rachna’s avatar

  શબ્દો વદે હ્રદ્ય્ય નેી લાગનેીઓને વાચા આપવાનેી તારેી આવડ્ત ખુબ જ સરસ ..!સુન્દર રચના….! રચના.

 9. Tejal jani’s avatar

  Khub sundar rachna…
  Keep it up, sir…

 10. પ્રફુલ ઠાર’s avatar

  Dear Dr.Vivk
  Fentastic post

 11. dr j k nanavati’s avatar

  વાહ વાહ……

  બસ બીજુ કશું જ નહીં……

 12. bhav patel’s avatar

  ગુજરાતી કવિતા ૬ઠી વિભક્તિ પર આટલો બધો કેમ આધાર રખે છે ? આ ૬ઠી વિભક્તિ ભાષાને
  નર્યા થીંગડા જ છે.કોણ છોડાવશે ગુજરાતી કાવ્યને નો-ની-નું-ના વગેરે લટકણીયામાંથી!!
  ૬ઠી વિભક્તિથી લંબાયેલાં વાક્યો કવ્યને સુંદર કેવી રીતે બનાવે ?

 13. વિવેક’s avatar

  પ્રિય ભાવભાઈ,

  ઊંઝાવાળા હ્રસ્વ-ઇ અને દીર્ઘ-ઊની પાછળ પડ્યા છે, એ જ રીતે આપને છઠ્ઠી વિભક્તિ માટે ‘સ્નેહ’ હોય એવું લાગે છે. આપની ટીકા આવકાર્ય છે પણ મારા જેવા વિદ્યાર્થી માટે એ હજી વધુ વિધાયક બને તો ગમશે. પ્રસ્તુત કવિતામાંથી છઠ્ઠી વિભક્તિના તમામ લટકણિયા કાઢીને એ કેવી રીતે પુનઃ આલેખી શકાય એ આપ સમય કાઢીને જણાવશો તો કંઈક જાણવા મળશે. બાકી ટીકા કરવામાં ખાસ અક્કલ વાપરવાની હોતી નથી…

  દા.ત. “ભાવ પટેલનો પ્રતિભાવ…” – આ વાક્ય છઠ્ઠી વિભક્તિનું લટકણિયું કાઢીને અને અર્થ સાચવીને શી રીતે લખી શકાય ?

  આપના પ્રતિભાવમાં પણ છઠ્ઠી વિભક્તિ વપરાઈ છે… આ થીંગડા શા માટે?

 14. Mukund Desai 'MADAD'’s avatar

  Nice poetry

 15. Dr Nishith Dhruv’s avatar

  जोडेनुं छायाचित्र जोयुं? पांदडां खरी पड्यां छे पण थड अने डाळ लावण्यमय मुद्रामां छे – कारण के एमने खातरी छे के ऋतुचक्र फरतां ज नवपल्लवित थवानुं ज छे. ए ज रीते मिलननी शक्यताओ नहिलत् होय त्यारेय कविने श्रद्धा छे के विरहनी वेदनानो भारेलो अग्नि लावा बनीने फूटवानो छे अने ए रूपेय वहेतां वहेतां प्रियतमाने मळशे. छठ्ठी विभक्ति तो सम्बन्धकारक छे – अने कवि सम्बन्धोने नहि पूजे तो कोने पूजशे? अने निःसम्बन्ध विश्व कल्पी शकाय खरुं?

 16. mrunalini’s avatar

  મિલન અશક્ય હોય તેવી સ્થિતીનુ સ રસ વર્ણન
  સંસ્કૃતમા મિલન એટલે યોગ
  આપણી જીવનદૃષ્ટિ બદલવાની, આપણી આંતરદૃષ્ટિ ખોલી, આપણી વર્તમાન જીવન-પદ્ધતિને, યુક્ત માર્ગે શૃંગારવાની.
  આપણામાંના ઘણાં જાણે છે કે ‘યોગ’ શબ્દ મૂળ સંસ્કૃત ‘યુજ‘ ધાતુમાંથી જન્મ્યો છે. ‘યુજ‘ એટલે યોજવું, સંયોગ કરવો, મિલન કરવું. માનવ જે મૂળભૂત રીતે આત્મા છે તેનું પરમાત્મા, પરબ્રહ્મ સાથે મિલન કરવાનો માર્ગ તે યોગ. આમ યોગ એટલે આ જીવનના હરકોઈ પાસાને યુક્ત રીતે અને વિવેક પૂર્વક જીવનની આ ઘટમાળમાં બંધબેસતા કરી, આપણાં હરકોઈ કાર્યને ઈશ્વર પ્રીત્યર્થે કરી, આપણા આત્માનો પરમાત્મા સાથે સંયોગ કરવો. યોગ અને જીવન આમ એકબીજાથી અલગ નથી. આથી સાચા અર્થમાં જીવન એટલે ‘હું‘, ‘તું‘ અને ‘તે‘ નો સંપૂર્ણ સહયોગ. આમ સૌમાં – પ્રાણીમાત્રમાં, અરે જીવન સમસ્તમાં – સમતાનો ભાવ, અને એને અનુરૂપ આચરણ તે જ યોગ.આથી જ શ્રીકૃણે ‘ समत्वम् योगमुच्यते’ કહ્યું. પણ સમતા ચિત્તવૃત્તિના નિરોધ વિના ન આવે. ભગવાન પતંજલિએ યોગની વ્યાખ્યા કરી: ‘योगश्चित्तवृत्ति निरोधः‘. ચિત્તવૃત્તિના નિરોધથી, વિવેકયુક્ત સંયમથી, માનવ જ્યારે પોતાના મનની સ્વભાવ-સહજ ચંચળતાને વિદારે, ત્યારે તે યોગી બને. યોગી બનવા જંગલમાં ન જવું પડે; કે ન પલાંઠી વાળી આસનબદ્ધ થવું પડે. જંગલમાં જઈ આસનબદ્ધ થઈને પણ લગામ વિનાના મનને ખૂબ ખૂબ ચળવળ ઊપડતી હોય છે. એના કરતાં સંસારમાં સુસજ્જ રહી, સંસારથી રંગાયા વિના ઈશ્વરપરાયણ થઈ રહેવું વધુ શ્રેયસ્કર છે. ચંચળતા જઈ જ્યારે સમતા આવે, જ્યારે માનવ આત્મપુરુષાર્થમાં રત રહી પોતાની વૃત્તિને બહેકતી અટકાવે, અને આમ સંસારમાં સંસારના રહીને, સંસારની તૃષ્ણાઓથી લેપાયા વિના આત્મસંયમ દ્વારા કર્મ કરતા કરતા જે પોતાની જાતને અંતિમ ધ્યેય પ્રતિ નિશ્ચલ રાખે, તે યોગી. આથી જ શ્રીમદ્ ભગવદ્ગીતાએ ‘योगः कर्मषु कौशलम् ‘ કહ્યું.
  અને વિવેકની આ મનહર ખા ત રી
  મને ખાતરી છે,
  એક દિવસ તો
  હું ફૂટી જ જઈશ

  . ખે
  . આ
  . ખો
  ને
  વહી આવીશ
  તારી તળેટી પખાળવા
  લાવાની નદી બનીને !
  અ દ ભુ ત

 17. bhav patel’s avatar

  એક પ્રતિભાવઃ ભાવ પટેલ.
  ડૉ.તમારી ઇ-મેલ મ્ળી. આ હિમાનશું પટેલ કોણ, જેને તમે મારામાં જૂઓ છો કે ઓળખવાનો પ્રય્ત્ન
  કરો છો !? તમે કોઇ પૂર્વગ્રન્થીથી પીડાવ છો કે તમને કોઇ હિમાન્શુ સાથે દાઝ છે !?અન્યથા તમે
  “બાકી ટીકા કરવામાં ખાસ અક્કલ વાપરવાની હોતી નથી… “આવી અવિવેકી ભાષા પ્રયોજો નહી,ડૉ.
  અને વેબ ચલવો તો કોઇની ટિકા-ટિપ્પણી માટે તૈયારી તો રાખવી જોઇએને,અથવા કોઇનું કશું મોડરેટ ન કરશો કે છાપશો નહી, અથવા વેબ…આજે જ હિરલ વ્યાસનો પત્ર હતો કે એને મારું-
  તમને નથી ગામ્યું તેવું- વિવેચનાત્મક લખાણ ગમે છે કારણ તેનાથી એની ભાષા વધું પરિપક્વ થાય છે. અને તમે-ઉંઝા વાળા સામે પણ વાંધાવચકા છે ? વિચારી જૂઓ અને તમારી અંદર ડોકિયું કરી જૂઓ ગ્રન્થીઓ પ્રત્યે,ડૉ.હું તો મનસશાસ્ત્ર ભણવું છૂં અહીં કમ્યુનિટી કૉલેજમાં. અને હૂં ૬૨ વર્ષનો
  છું-પણ તમે શોધો છો તે હિમાન્શુતો નથી,ડૉ.ગમેતો અને રાખશો અથવા ડીલિટ કરજો, તમારી પાસે
  સત્તા છે.હું તો આદર પૂર્વક અક્કલ વાપરું છું મારી ઉમ્મરે, ડો સાહેબ.ફરીથી મળાશે તો મળીશું,
  ત્યાં સુધી….

 18. bhav patel’s avatar

  ડૉ. આ રહી હિરલ વ્યાસની ઇ-મેલ જેનો ઉલ્લેખ કર્યો છે, તમારી નિખલસ પરવાનગી સાથે-
  Hiral Vyas to me
  show details 12:16 AM (19 hours ago)

  ભાવ પટેલ,

  આપનો આભાર કે મને તમારા આટલા વિશાળ વાંચન અને જ્ઞાન નો લાભ મળે છે તમારી કમેન્ટ દ્વારા.

  આપની જાણ માટે કે હું મારા બ્લોગ પર આવતી સ્પામ સિવાયની કોઇ પણ કમેન્ટ હોય તો તેને રદ કરતી નથી. મારા માટે કમેન્ટ નો અરથ જ દરેક વાચક ના પ્રતિભાવ સ્વિકારવાનો છે. અને ટપાલી વાળા કાવ્યમાં પણ આપની કમેન્ટ તમે જોઇ શકશો.

  આપના જ્ઞાનનો લાભ મળતો રહેશે તેવી આશા સહ.

  નોંધ – આ ઇ-મેઇલમાં પણ કોઇ ક્ષતિ હોય તો જરુરથી જણાવશો.

  આભાર
  હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

 19. વિવેક’s avatar

  પ્રિય ભાવ પટેલ,

  એક વાત સ્પષ્ટ કરી લઉં. મને આપના માટે કે અન્ય કોઈ પણ મિત્ર માટે કોઈ અ-ભાવ નથી. અન્ય મિત્રોના તે જ રીતે આપના પ્રતિભાવો પણ સદૈવ આવકાર્ય જ છે. આપ આપનો સમય કાઢીને મારી કવિતા (કે અકવિતા) વાંચો છો તે જ મારું બહુમાન છે. પણ આજુબાજુની વાત છોડીને મુદ્દાની જ વાત કરું:

  આપે છઠ્ઠી વિભક્તિને થીંગડા કહી છે અને એ કાવ્યની સુંદરતામાં વ્યવધાન પેદા કરે છે એવું કહ્યું છે જેના જવાબમાં મેં આપને ઇજન આપ્યું હતું કે પ્રસ્તુત કવિતામાંથી તમામ છઠ્ઠી વિભક્તિ દૂરે કરી અને એનો અર્થ યથાર્થ જળવાઈ રહે એ રીતે લખી બતાવો… બીજું, આપના ખુદના પ્રતિભાવમાં ઠેકઠેકાણે વપરાયેલા છઠ્ઠી વિભક્તિના લટકણિયાં દૂર કરી વાક્યરચના -શબ્દખંદ નહીં- કરી બતાવો જેથી મારા જેવા અજ્ઞાનીના મનમાં જ્ઞાનનો પ્રકાશ થાય…

  એ જો ન કરી શકાતું હોય તો મારે મારા નામને બાજુએ મૂકીને -અવિવેકી થઈને- ફરીથી આ જ કહેવું પડશે કે, ટીકા કરવામાં ખાસ અક્કલ વાપરવાની હોતી નથી…

 20. KAVI’s avatar

  ખૂબ સરસ

 21. ઊર્મિ’s avatar

  સુંદર અછાંદસ… ભગ્ન સંબંધની પીડાનાં ભાવની બળકટ અભિવ્યક્તિ !

 22. sapana’s avatar

  વિવેકભાઈ,

  મારા મનની વાત કહી.આ અંતર ખતમ થતુ નથી,ત્યાં સુધી કે મૃત્યુ આવી જાય્.આ સાથે પંચમદાએ લખેલ અછાંદસને પણ બીરદાવુ છું.બાકી ૬ ઠી વિભક્તીમાં મને સમજણ પડતી નથી.આપણે ફકત હ્રદયથી એકબીજાની ભાવના સમજી ન શકીયે?વિઅભક્તીનિ શી જરૂરછે?
  સપના

 23. Prabhulal Tataria

  શ્રી વિવેક્ભાઇ,
  આપની અછાંદશ રચના વાંચી અને માણી પણ.અખુટ શ્રદ્ધા પોતાનો પ્રભાવ બતાવ્યા વગર રહેતી નથી.બાકી રહી વાત કોમેન્ટ્સની તો ભાઇમારા બ્લોગ છે ચાલ્યા કરે.
  અસ્તુ

 24. hima’s avatar

  ખુબ જ સરસ રચના…!!
  કવ્ય ન ભાવ ખુબ જ સુન્દર રિતે રજુ કર્યા…

 25. Maheshchandra Naik’s avatar

  કાળી પ્રતિક્ષા અને મનની એક્લતાની રજુઆત મનનૅ વિહવળ કરી જાય છે પરન્તુ વાસ્તવિક્તાનો સ્વિકાર કરતા સાહજીક લાગે એવી સરસ કૃતિ……………અભિનદન અને આભાર……………….

 26. ડો.સુરેશ કુબાવત-જુનાગઢ’s avatar

  પથ્થર હતા , ઝરન થયા
  મન મુકી સદા વહ્યા
  ઘણુ મથ્યા ભીંજવવા હૈયા
  અંતે થાકી લાવા થયા .

  વિવેક્ભાઇ, સ – ર – સ , પણ પછી સામો પથ્થર પલળ્યો કે નહી ! ? !

 27. Dr Nishith Dhruv’s avatar

  मने तो समज नथी पडती के आ छठ्ठी विभक्तिनां लटकणियां कोईनेय शा माटे कठे! अने सम्बन्धकारकना अभाववाळुं लखाण शी रीते करी शकाय!

 28. kishore modi’s avatar

  સરસ રચના

 29. bhav patel’s avatar

  તું અને હું
  આજીવન
  ખસી-ચસી ન શકાય તે
  કાળમીંઢ વેદનામય પહાડ થઈ
  જૂદાઈ છાતીમાં ખોડી ચૂક્યા છીએ
  અલગ-અલગ જગ્યાએ
  એકબીજાથી સા…..વ દૂર.
  હવે કદી
  ભેગા ન કરાય
  તેવા ખાતરી ભર્યા ખડક તળે
  ……………….(અહી તમારી પંક્તિઓ ઉમેરવી તળે અને વહી વચ્ચે. ડૉ )
  વહી આવીશ્
  તારી તળેટી પખાળવા
  લાવા બનીને
  ( અથવા..લાવા જેવું…કે…..લાવા રુપે. વગેરે. )

  આશા છે ગમશે.–
  ..મેં આપને ઇજન આપ્યું હતું કે પ્રસ્તુત કવિતામાંથી તમામ છઠ્ઠી વિભક્તિ દૂરે કરી અને એનો અર્થ યથાર્થ જળવાઈ રહે એ રીતે લખી બતાવો…

 30. વિવેક’s avatar

  પ્રિય ભાવભાઈ,

  આભાર !

  પણ મને નથી લાગતું કે કાવ્યનો ભાવ યથાર્થ જળવાયો હોય…

  જુદાઈ છાતીમાં ખોડી ચૂક્યા છીએ – આવું વાક્ય હું જિંદગીમાં કદી બોલી શકું નહીં… મારી દૃષ્ટિએ કવિતા જેટલી બોલચાલની ભાષાની નજીક આવે એટલી વધુ અસરકારક. બિનજરૂરી વિશેષણ કે અલકાંર મરાલીની ડોકમાં અધમણ દાગીના સમા છે… કવિતાની ભાષા વિશે હું દુષ્યંતકુમાર સાથે સહમત છું:

  में जिसे ओढ़ता बिछाता हूं,
  वो गझल आपको सुनाता हूं |

 31. डॉ. निशीथ ध्रुव’s avatar

  आ ल्यो! छठ्ठी विभक्तिनां लटकणियां गयां तो -मय अने -भर्या पधार्या! पण वेदनाना पहाड अने वेदनामय पहाड अथवा खातरीना खडक अने खातरीभर्या खडक सरखावी जुओ – कई शब्द-गूंथणी वधु सचोट अने हृदयस्पर्शी छे ते भावक ज नक्की करे.

 32. trupti’s avatar

  your poetry was heart touching………..
  keep it up………..

 33. kanchankumari parmar’s avatar

  આ બધિ લડાઇ સાનિ? કવિતા વાંચો,માણો અને મઝા કરો,બાકિ બધિ જાવા દિયો એ વાત્ ન….ખસેડો રાખ્ ;ડર છે મને કિયાક પાછિ ભભુકશે આગ…..

 34. sudhir patel’s avatar

  સરસ અછાંદસ.
  સુધીર પટેલ.

 35. himanshu patel’s avatar

  પ્રિય ભાવભાઈ, આ વિભક્તિયુધ્ધમાં ના પડ્યો હોતતો સારું એવું નથી લાગતું તમને ? ગુજરાતી
  કહેવત-છોરું કછોરું થાય કાંઈ માવતર કમાવતર ન થાયઃ એ ન્યાયે અ પળોજણ પડ્તી મૂકો અને
  કવિતા વાંચી રાજી રહો. વિવેકભાઈ પણ એમની રીતે સાચા છે.દરેક કવિની પોતાની આગવી
  પધ્ધતિ હોય છે.તમારું “વિવેચન” વણમાંગી સલાહ જેવું દેખાયું આ વાકયુધ્ધમાં, એ મારો મત છે.
  કંચનકુમારી પરમારની વાત સાચી છે.અસ્તુ.

 36. preetam lakhlani’s avatar

  ભાઈ વિવેક અને ભાવ ભાઈ પટેલ્,
  પત્યેક કવિતાનુ સાચી રિતે વિવેચન થાય તો સાહિત્યમા વિવેક જળવાય્ બાકી દોસ્તો માટા ભાગના બ્લોગ પર અભિપાય લખનારા આજે હા હજુર જ હોય છે,મારે આ આગમા કારણ વગર સામિલ નથી થવુ, નહિતર સાચુ લખવુ હોયતો કઈ સકુ કે, અહિંયા તો ‘અલીબાબા ચાલીસ ચોરની ટોળકી જ્ ” એક મેક ની વાવા કરવા આવી છે….ભાઈ વિવેક હુ તમારી કવિતા/ગઝલ અગણિત સામાયિકમા અવર નવર વાચુ છુ, મજા પડે છે.ગમે છે અને છતા સરસ છે સારી છે વગેરે લખવાનુ ટાળુ છુ.બાકી ભાઈ હુ કોણ ? ધરમા બીના પણ મને નથી પુછતી અને હુ કયા બધાને કારણ વગર સિખામણ દેવા જાવ્ બાકી તમારી કવિતામા શકતિ હશે તો સમય નોધ લેશે. શુ સમયથી મોટો કોઈ વિવેચક હોય શકે? કવિતા કઈ વિભકિતીમા છે એ બહુ મહત્વનુ નથી બસ કવિતાનો આનદ્ જ કવિતા છે. વિવેક ભાઈ અને ભાવભાઈ તમે આ ખોટિ માથાજીક મુકી કવિતામા જલસા કરોને!!!!!!!!!!!જય સુરેશ દલાલ્…….

 37. utsav’s avatar

  supar sur ame to su kahe ye pan aap ne gazal ne rid karvane maja aave 6

  roj na thak thi jayre uadas hoy a ne aap ne kavita ne vachea bus anada aavi jay 6 surr

 38. ભાવના શુક્લ’s avatar

  દાજેલી અને બળી ચુકી રાખ થયેલા લાગણીઓ માથી પણ ધરબાયેલા અરમાનો કેવી આશા સાથે શ્વસે છે તેની ઉત્તમ અનુભુતી કરાવતી રચના… કઈક અંશે સમયના દેશવટા બાદ આજે પ્રેમ થી માણી…

  સરસ રચના.

 39. Shantibhai Patel’s avatar

  વાહ , અચ્હન્દસ . . ખુબ સરસ . . દોક્તર સાહેબ કદિ તમે દુધનિ તો ગયેલા જ હશો , ત્યા ના નદિ કિનારા પર બેસિને કોઇ રચના થૈઇ જાય તો બહુ મજા આવિ જાય . . યાદ કરશો / કરતો રહિશ

Comments are now closed.