બોધિવૃક્ષ

OLYMPUS DIGITAL CAMERA
(તન્હા…             …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

ચશ્માં કાઢીને
વાળ કપાવવા બેઠો
ત્યારે
અચાનક જ ખ્યાલ આવ્યો :
બસ ! હવે બહુ થયું.
હું કહી શકું છું, મને ખબર છે
હું કહી દઈશ
મારે કહેવું જ પડશે
આજે જ.
હા, આજે જ.
આ જ સમય છે યુ-ટર્ન લેવા માટેનો.
બસ ! બહુ થયું હવે.
જે જે કહેવાયું નથી,
કહેવાતું નથી,
કહેવાવાનું નહોતું,
કહી દેવું જોઈતું હતું
એ બધું જ…
હવે તો બહુ થયું, બસ…
બહુ થયું…
આ આંખની નીચે
આ કાળાં કુંડાળાં ?!

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૯-૨૦૦૯)

30 thoughts on “બોધિવૃક્ષ

  1. ઘાંયજો એટલે શરીરના-મનનાં ઘા રુઝવે.તે સર્જનનું કામ પણ કરે.કદાચ પૂછતા પહેલા કહી દે તમારી આંખ નીચે મેલામાઇન વધારે માત્રામાં એકઠું થાય છે.વિવિધ કારણોની ચર્ચા કરી-કાકડી મૂકવાથી માંડી સ્પેશિયલ અલ્ટ્રાસોનિક મશીનની પણ વાત કરશે…અરે અમારા જંગલના હજામે કાળા ડાઘ કેન્સરનાં છે તેમ કહેલું ત્યારે કેન્સર નિષ્ણાતે જલદી નિદાન કરવા માટે અભિનંદન પણ આપેલા !
    હવે તો બહુ થયું, બસ…
    બહુ થયું…
    આ આંખની નીચે
    આ કાળાં કુંડાળાં ?!
    મારી બ્યુટી-પાર્લરવાળીને ત્યાં આવો અનુભવ થયેલો!મેં કહ્યું-૭૧મે હવે કાંઈ વાંધો નહીં તો તેણે
    સારવાર માટે આગ્રહ રાખેલો

  2. દિવાળી વેકેશન નિમિત્તે નવ દિવસ કચ્છ જવાનું થયું… નેટ પર આજે જ ફરી આવવાનું થયું છે…

    સહુ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ…

  3. વાહ…વિવેકભાઈ…સુંદર રચના…અંતરાત્મા જાગવા ને સ્થળ કે કાળ સાથે સંબંધ નથી હોતો…

  4. દિવા તળે અંધારૂ અને આંખો નીચે કાળા કુંડાળા
    સમજી જવું જોઈએ શાનમાં, આવે જ્યારે બેતાળા.

    કાળા કાળા કેશમાં આવે થોડી ચાંદીની સફેદ ચમક
    કલપ ચોપડી ચોપડી લોકો શીદને બને તરગાળા??

    રોક્યો નથી રોકાતો સમય કોઈનો કે આજ રોકાશે
    વય, વ્યય અને સમયના કદી ન કરીએ સરવાળા??

    લો, આ તો આપે મને ય વિચારતો કરી દીધો.

  5. साथेना छायाचित्रमांना वृक्षनां पांदडां खरी गयां छे. जीवननो रस ऊडी गयो होय त्यारे बोधि मळे ते शा कामनी? प्रभुए कह्युं छे : पत्रं पुष्पं फलं तोयं यो मां भक्त्या प्रयच्छति…जीवनने लीला पान जेवुं बनावीए, फूल जेवुं बनावीने बधे एनो पमराट प्रसरावीए, कर्मोना फळने कृष्णार्पण करीए अने भावनाना नीरथी भीना थता रहीए ने बीजाने भीना राखीए तो अवश्य बोधि मळे. ‘तस्याहं सुलभः पार्थ!’ = हे पार्थ! हुं एमने सहेलाईथी मळुं छुं! … चश्मां काढ्यां ए खूब सूचक छे. मायानां पडळ ज जाणे! अने मायानी पेले पार ज तो सत्य लाधे. यू-टर्न लेवानी वात पण सूचक छे : Dust thou art – unto dust shalt thou return!
    विवेकनी रचनानो आस्वाद लेनारा आ वेब-स्थानना सहेलाणीओने मारा परिवार तर्फे नूतन वर्षनां अभिनन्दनो!

  6. વિવેકની રચના ખુબ સરસ્,પ્રગ્નાજુ અને ડૉ.ધ્રુવની ટીપ્પણી પણ ખુબ ગમે તેવી.રચના વધુ આસ્વાદ્ય બની.હેર ડ્રેસરની ખુરશી બોથિવ્રુક્ષના લાકડામાં થી તો નહીં બનાવી હોયને?નહીં તો આવું કેમ બને.
    ૧૯૬૯ ની સાલમા મને બુધ્ધગયામાં પેલા બોધિ વૃક્ષ હેઠે બેસવાનો અવસર મળેલો.આંખો મીંચીને ક્યાંય સુધી બેસી રહેલો,પણ કોઇ ઝબકારો થયેલ નહીં….કદાચ ડૉ,નિશિધભાઈની વાત મુજબ માયાના ચષ્મા ઉતર્યા નહી હોય્.

  7. ખુબ સરસ !!!

    આજે તો ભૈ કવિતા કરતા શીર્ષક વધુ ગમ્યુ.. બુદ્ધત્વને અને મનને હાથવેતનુ જ છેટુ હોય છે ફક્ત બોધિવૃક્ષ ની જ તલાશ કરવાની રહે છે. મનન અને મંથનથી મોટુ બોધિવૃક્ષ ક્યા હોય.. અહીતો જરુર છે આત્માને માત્ર જગાડવાની નહી પરંતુ ઢંઢોળી ઝંઝોળી નાખવાની અને પછી કવિતા કહે છે તેમ “હવે બહુ થયુ… હવે બસ…” આ “બસ….” જીવનમા બહુ મોટા યુ-ટર્ન લાવી મુકે છે.

    આનંદ થઈ રહ્યો..

  8. વિવેક્ભાઈ…કચ્છ સુધી આવ્યા હતા તો અમને(જામનગરને) પણ લાભ આપ્યો હોત તો….ખેર, હવે ગોઠવો….

  9. જીવનમા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સલુન અને અન્ય જગા કોઈ રીતે નિમ્ન ક્ક્ષાની નથી, ચશ્મા ઉતારવાની જરુર હોય છે, ચશ્મા ઉતાર્યા પછી દ્રષ્ટી કેળવવાની, અન્દર ઝાંખવાની જરુર હોય છે, એ ડો.વિવેકભાઈ, ડો.નિશીથભાઈ, શ્રી પ્રગ્નાજુ અને અન્ય કવિમિત્રો અને સુજ્ઞ ભાવકો જ કેળવી શકે, સરસ અછાંદસ ડો. વિવેકભાઈ, અભિનદન, હવે ક્યારે કચ્છી માડુની રચનાઓ અને સરસ ફોટોગ્રાફ જોવા મળશે? રાહ જોઈએ છે, આભાર………………

  10. વાત ગમી ગઈ.
    સલૂનનો આયનો તમને પલટી નાખે.
    હેર ડ્રેસ્રર પણ તમને બદલી નાખે… ઍનુ કામકાજ ભેજાની આસપાસ જ છે ને !

  11. I had heard that Dada bhagwan ( a spiritual guru from Baroda) had GYAN on Surat Railway Station while waiting for a train.
    So it is very much likely and possible that you got it on a barber chair.

    Enlighten – has no – specifications or prerequisites with any Time, Space, or Mass. It is eternal!

    Now you are in SAT- CHIT-ANAND- state all the time!!

    We wish to get many more poetry from you (or from your enlightened self!!)

  12. wah sir,
    maf karjo gujarati typing favtu nathi etle angreji ma gujrati javab aapu chhu…ckinic ma bethela doctor tarike tamne malvu jetlu game chhe ena kartay aa mulakat ghani saari lagi….have malta rahishu..abhinandan….

  13. , ખુબ સરસ, જે જે કહેવાનુ” હતુ, જે કહેવાતુ” નહોતુ, કહી દેવુ જોયતુ હતુ, જે કહેવાવાનુ નથી. એવો અહેસાસ થાય ત્યારે કહી ના”ખવુ. નહી તો સમય ન મળે એવુ પણ થાય્

Leave a Reply to Sapan Cancel reply

Your email address will not be published. Required fields are marked *