(પાણીની અંદરનું વિશ્વ… ….માલદીવ્સ, ફેબ્રુઆરી-02)
ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.
તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.
તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.
ડૉ.વિવેક મનહર ટેલર

10 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/54/trackback/
June 22, 2006 at 12:26 am
sana
Nitra pani ni jem Nitru Maan…….
Pan kaas aa maan ma koi iccha na hoi…
June 22, 2006 at 12:33 am
sana
Kaas aa maan na koi Apeksha na hoi…( not iccha )
June 22, 2006 at 12:35 am
manvant
ગયા ભવનાં પુણ્યોને લઈને ડૉ. વિવેક બન્યા !
તમે તો અત્તર રંગીલા રસદાર છો ભાઈ !શ્રીમાન
સુરેશભાઈ જાની ના કહેવા મુજબ:આ ક્ષણને માણો !
June 22, 2006 at 12:55 pm
radhika
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
……………………
જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.
ઘનતા શબ્દની ગહેરાઈ અને ની આ…ક્..છી શબ્દની સરળતા ખુબ સુંદર રીતે આલેખાઇ છે.
……………………………
તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
દર્દી માટે દર્દ મટાડનાર તબીબ કોઈ મસીહા થી કમ નથી હોતા
June 23, 2006 at 12:52 am
ઉર્મિ
તબીબ તો ખરાં અને ‘માનવી કોઇ’ કોઇ બીજું નથી, પણ છે એ ગજબનાં કવિ કોઇ!!
ખુબ જ સરસ રચના છે…
June 23, 2006 at 11:09 am
Jayshree
Its always a pleasure reading your words.
June 23, 2006 at 12:32 pm
વણઝારો
ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.
વ્યથા વેઠવાની નહિ , પણ ગયા ભવ મા તમને Talent આપવાની રહી ગઈ હશે એટલે આ ભવ મા પ્રભુ એ ખાતુ સરભર કરી નાખ્યુ .
June 26, 2006 at 4:07 am
Bhavesh Jhaveri
Excellent gazal I got your reference thru Dr.Pankaj Gandhi & really after reading your gazal believed that God has put immense talent in human beings & you are the true torch bearer of multifaceted creativity in todays world. With Best Regards, Bhavesh N Jhaveri
July 2, 2006 at 12:41 pm
Hemantgiri S. Goswami
Absolutely fantastic,this is the first time ever i got your blog link from readgujarati.com,i read your poem “gaya bhavni vyatha”,everyone has its own method for re-action / action but if its in form POEM it is imforgotable and especially when its by DOCTOR because a doctor meets various types of patient in his routine , he is a part of his/her patient’s JOY , SORROW and every moment of life.
Hemantgiri S. Goswami
March 19, 2007 at 6:39 pm
sagarika
હંમેશા ની જેમ સરસ,કોઈ શાયર નાં શબ્દો યાદ આવી ગયા,’જીંદગી નાં હાથ માં કોણે મુક્યુ શ્રીફળ હશે, કેટલાં જન્મો પછી ની સાધના નું ફળ હશે.’