
(અરુણોદય… …કન્યાકુમારી, ફેબ્રુઆરી-2002)
*
હું પાડું છું એથી સાદ તને બોલાવવા ભરઉનાળામાં,
ખીલ્યાં છે પુષ્પો વર્ષ પછી મુજ પ્યાર તણા ગરમાળામાં.
કેસૂડાં, ગરમાળાં, ગુલમ્હોર – ભડભડ બળે છે સૌ ફૂલોથી,
જે દવ હતો મારે વગડે ભવ-ભવ, રવરવ્યો એ ઉનાળામાં
અંતે તો રોજ જ આવે છે સૂવાને ક્ષિતિજની ગોદ માં એ,
ફરતો રહે સૂરજ છો ને આખી દુનિયામાં અજવાળામાં.
સંવેદના, જડતા- પીગળ્યાં છે સૌ એક નજરનાં તાપથી, બસ!
સૂતો હતો હું તો યુગયુગથી શીતનિંદ્રામાં, હિમાળામાં.
મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?
તુજ ચરણે આવી પહોંચ્યાં છે, શબ્દોને શાનો ડર છે હવે?
લૂંટી શકે શીલ એ હિંમત ક્યાં, દુનિયા કે દસ માથાળાંમાં?
ઊઘલી ગઈ ઈચ્છાની સૌ જાન…. (મારે તો હવે આરામ જ છે),
પીરસ્યાં છે શબ્દો જ્યારથી તેં મુજ શ્વાસ તણાં પતરાળાંમાં.
- વિવેક મનહર ટેલર
-
SARAS che aa navi rachna….
Deh na nava Akshar…. -
બધા રીડગુજરાતી વાંચે પણ હું વાંચવા ક્યાં જવું ? આપનો બ્લોગ મારા માટે એવો વિસામો છે જેની છાયાંમાં હું થોડી વાર બેસીને પછી હળવો થઈને પાછો કામમાં લાગી જઉં છું. અગાઉ મેં કહ્યું હતું એમ કે આ સચિત્ર ગઝલો, સાહિત્યમાં એક નવીજ ભાત પાડી રહી છે. સર્જકની કૃતિ સર્જકના બ્લોગ પર અને સર્જક સાથે સીધી વાત – આનાથી રૂડું બીજું શું હોય ? ખૂબ જ સુંદર રચનાઓ. સલામ છે આપને !
-
મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ? -
મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ? waah -
મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?Dear Dr.Vivekbhai,
there r no words except abovt.
Excellently expressed the feelings.
with warm regard and be here for such words once again in short period of time, reallly best and touching …. ….. … …. . .. ..
with regardca vinod gundarwala
-
તુજ ચરણે આવી પહોંચ્યાં છે, શબ્દોને શાનો ડર છે હવે?
લૂંટી શકે શીલ એ હિંમત ક્યાં, દુનિયા કે દસ માથાળાંમાં?
સુંદર !

10 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/53/trackback