આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?
June 14, 2006 in ગઝલ by વિવેક | 6 comments
આંખો સ્થગિત થઈ ગઈ મારી રવેશમાં.
ફંફોસતો રહ્યો હું જીવનભર અહીં-તહીં,
ખોલ્યાં નયન, હતી તું મારા સંનિવેશમાં.
અંદર જે છે તે આખરે તો આવશે બહાર,
છૂપાઈ શકશે ક્યાં લગી કો’ પહેરવેશમાં ?
જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં.
શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.
ડૉ.વિવેક મનહર ટેલર
-
વિવેક on June 22, 2006 at 12:12 pm
શ્રી મનવંતભાઈ,
શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.-ગઝલના આ મક્તામાં એક ઐતિહાસિક સંદર્ભને સાંકળવાની મારી કોશિશ હતી, પણ લાગે છે કે હું એમાં વિફળ નીવડ્યો છું. એટલું મારું કવિકર્મ કાચું જ સ્તો. નંદરાજા દ્વારા અપમાનિત થયા બાદ ચાણક્યે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નંદવંશનું નિકંદન ન કાઢી નાંખું ત્યાં સુધી મારા કેશ હું ખુલ્લા જ રાખીશ અને ત્યારબાદ જ હું મારા વાળમાં ગાંઠ વાળીશ.
આ શેર વડે મારે કદાચ કહેવું હતું કે મારા જીવનનું અંતિમ લક્ષ્ય શબ્દ અને કેવળ શબ્દ જ છે અને જે ક્ષણે હું શબ્દનો સાક્ષાત્કાર કરી લઈશ તે ઘડી એ હું આખરી શ્વાસ લઈ મૃત્યુની ગોદમાં સૂઈ જવાનું પસંદ કરીશ…
મારી વાત મારા વાંચક સુધી યોગ્ય સ્વરૂપે ન પહોંચાડી શકવા બદલ દિલગીરી અને દુઃખ અનુભવું છું…
-
manvant on June 26, 2006 at 6:51 am
મેં આજે લખેલી કોમેંટ ક્યાં સંતાઈ ગઈ ?
ચાલો ફરીથી લખી દઉં…. મારી મિઠી મજાકને
ગંભીર ગણવા બદલ ક્ષમાયાચના !આપના કાવ્યનું
હાર્દ તો બિલકુલ સ્પષ્ટ છે.તમારી વાત તમારા
વાચક સમક્ષ યોગ્ય રીતે જ મુકાઈ છે ભાઈ ! -
manvant on June 26, 2006 at 10:07 pm
ઉપરની મારી કોમેંટમાં “મિઠી” ને બદલે “મીઠી “વાંચવા વિનંતી છે.મનવંત.

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- Daxesh Contractor: મારી ગઝલો ગાંધીવાદી છે…
- Niraj: મારી ગઝલો ગાંધીવાદી છે…
- keyur shah: મારી ગઝલો ગાંધીવાદી છે…
- Pancham Shukla: મારી ગઝલો ગાંધીવાદી છે…
- સુનીલ શાહ: મારી ગઝલો ગાંધીવાદી છે…
- Jaynath Sisodiya: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- મીના છેડા: મારી ગઝલો ગાંધીવાદી છે…
- વિવેક: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- pravina: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- pravina: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Dr Nishith Dhruv: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Ashokkumar Desai: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Rajul Shah: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- sujata: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Gaurang Thaker: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…


6 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/52/trackback