બર્થ ડે પર…

ડાર્લિંગ હરજાઈ મારા!
કેમ એમ કહે છે જે આપ્યું’તું લાસ્ટ યર, એને જ તાજું ગણી, લેવું…?
મારે તો બર્થ ડે પર ગીત જ ખપે ને તેય લેટેસ્ટ, હું કહું સાવ એવું!

નથી મને ઇચ્છા કંઈ સોના-ચાંદી કે પછી ડાયમંડ-પ્લેટિનમના સેટ્સની,
નથી મારે એવીય કોઈ ઇચ્છા, સમજ પ્યારે! બ્રાન્ડેડ કે ફોરેનના ડ્રેસની;
શાને તું ચાંદ-તારા તોડી લાવે ને કરે મારા માટે પર્સનલ ચાંદની?
અજવાળાં ઓલવીને હેપ્પી થવાનું એવી કેન્ડલ, બોલ! મારે શા કામની?
તું કેક આપે, હું ચપ્પુ ચલાવું, આ બર્થ ડેનું આવું તે કેવું?
હવે આથી વધીને શું કહેવું?
મારે તો બર્થ ડે પર ગીત જ ખપે ને તેય લેટેસ્ટ, હું કહું સાવ એવું!

ઑનલાઇન કે મૉલમાં જઈ લાવી શકાય એવી ગિફ્ટોનું કરવાનું શું?
આડે હાથ એ તો ક્યાંક મૂકી દેવાય, વળી તૂટી જાય, ખૂટી જાય વસ્તુ,
કેમ કરી સમજાવું, માય ડિઅર! મારે મન તું જ છો ઘરેણું મારું સાચું;
આપવું જ હો તો જે પરમેનન્ટ રહે એવું, છો ને ના રહે વર્લ્ડ આખું,
હાર્ટમાંથી બે’ક વર્ડ્સ કાઢી ઘડે તું એ ઘરેણું કંઈ હોય જેવું-તેવું?
મારે બીજું કશુંય નથી કહેવું…
મારે તો બર્થ ડે પર ગીત જ ખપે ને તેય લેટેસ્ટ, હું કહું સાવ એવું!

– વિવેક મનહર ટેલર
(૩૦-૩૧/૧૨/૨૦૧૭ – ૦૭/૦૯/૨૦૧૯)

32 thoughts on “બર્થ ડે પર…

  1. વાહ તમારી લેટેસ્ટ ભેટ
    ખૂબ સુંદર ગીત બધાને ગમે એવું .

  2. બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ બેસ્ટ કવિ તરફથી એના ધ બેસ્ટ પ્રિયજનને.

  3. વાહ ખૂબ સરસ મજાની વાત કહી..
    ખરેખર એ જ ઉમદા ગીફ્ટ છે
    ઘડે તું ઘરેણું એ કંઈ હોય જેવું તેવું.. આહા..

  4. પ્રિય જનને શબ્દો રુપી મ ઠારેલી mamgamat મન ગમતી ભેટ આપી

  5. આટલી સુંદર જન્મ દિવસ ની ભેટ માટે વરસમાં બે વાર જન્મ દિવસ ઉજવવામાં મઝા પડી જાય.

  6. ગીતની ભેટ માંગે એવા જીવનસાથીની તમને ભેટ મળી છે. શી વાત!
    આપની જોડીને અભિનંદન
    આપના જીવનસાથીને અભિનંદન
    આપને અભિનંદન

  7. વાહ રે વાહ.. ઈશ્વર સૌને આવા પતિ આપે !! ☺️☺️
    લતા હિરાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *