પપ્પાની પથારી…

PB043846
(બુંદ-બુંદમાં જીંદગી…                                 …સ્વયમ્, ગોવા, નવે., ૨૦૦૮)

*

{સપ્રેમ અર્પણ : મારા પપ્પાને એમની ત્રીજી પુણ્યતિથિ પર.  ( જુઓ,  આઈ લવ યુ, પપ્પા) }

*

પપ્પાની પથારી પોચી પોચી ને મજાની,
એના પર લંબાવવા એમની રજાય નહિ લેવાની.

પપ્પાની છાતીની હોડી
ઊંચીનીચી થાય;
અંદરથી પાછાં હૂ-હૂ-હૂ-હૂ
હાલરડાં સંભળાય.
ટપલી મારે, હાથ ફેરવે, સંભળાવે કહાની.
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની.

“પપ્પા ! પપ્પા !! અંદર કોઈ
બોલે છે ધક્- ધક્”;
” એ તો મારું હાર્ટ છે, બુદ્ધુ”
– હસ્યા પપ્પા ખડખડ.
પણ મને આદત છે ‘ટીબુ’ ‘ટીબુ’ સાંભળવાની.
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની

પપ્પા જેવું નરમ ગાદલું
એક્કેય ક્યાં છે ઘરમાં ?
પપ્પાની ગરમીમાં ડૂબી
હુંય વિચારું મનમાં:
મજા પડશે મોટા થઈને પથારી બનવાની !
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૭-૨૦૦૯)

*

P8149478
(ધ્યાન…                                             …ચનખલ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

34 thoughts on “પપ્પાની પથારી…

  1. શું વાત છે દોસ્ત..
    ભવિષ્યમાં જઇ ને ફોટો લઇ આવ્યો?

    મજાનું બાળગીત.. મને ય બાળપણ યાદ આવી ગયું..!
    બોલે તો –
    સુંદર રચના… 🙂

  2. પપ્પા જેવું નરમ ગાદલું
    એક્કેય ક્યાં છે ઘરમાં ?
    પપ્પાની ગરમીમાં ડૂબી
    હુંય વિચારું મનમાં:
    મજા પડશે મોટા થઈને પથારી બનવાની !
    પપ્પાની પથારી પોચી પોચી ને મજાની

    વિવેક ભાઈ મઝા આવી ગઈ ….

  3. પપ્પાની ગરમીમાં ડૂબી
    હુંય વિચારું મનમાં:
    મજા પડશે મોટા થઈને પથારી બનવાની !
    પપ્પાની પથારી પોચી પોચી ને મજાની
    …કેવી પ્રસન્ન અભિવ્યક્તી!

    મો ટા થઈને આ જ પ્રસન્નતા લખાવશે…
    પપ્પા તરીકે તમે ખૂબ જ સુંવાળો નાતો જાળવી રાખ્યો છે. તમે શીખવવામાં, કશુંક બતાવવામાં, વાંચવામાં અને અમારી સાથે રમવામાં – બધામાં સાથે જ રહ્યા છો. આટલી જવાબદારીઓ સાથે પણ અમારા બાળપણને કોઈ ખોટ પડી નથી. તેમાંય મારી સાથે રમતાં મારા પપ્પાનો અવાજ હજુ પણ મને સંભળાય છે. ‘કાગડા કાગડા કઢી પીવા આ…..વજે.’ હજુ પણ યાદ છે. મને જે સંસ્કારો, જે શબ્દો, જે વ્યક્તિઓ અને જે માહોલ મળ્યો છે -જીવનમાં આવો તરબતર આનંદ અને આવી સુંદર પળો આપનાર પપ્પાને …
    જે ઈશ્વરે મને આવાં પપ્પા આપ્યાં છે તેનો હું આભાર માનું છું અને મારાં પપ્પાને બે હાથ અને મસ્તક નમાવીને વંદન કરું છું અને એથીય વિશેષ ઈશ્વરને પ્રણામ કરું છું, પુણ્ય સંયોગ માટે…

  4. મઝાનું બાળગીત. બાપ–દીકરા વચ્ચેના નરમ–મુલાયમ–હૂંફાળા સંબંધોને વાત સરસ, નાજૂક શબ્દોમાં કહી છે. અભિનંદન.

  5. જી… સ્વયમ્ મારો દીકરો છે, સાડા આઠ વર્ષનો… એને લાડથી ક્યારેક ‘ટીબુ’ કહીને બોલાવું છું… પણ કવિતામાં ‘ટીબુ’ કોઈપણ પપ્પાનો પ્રાણપ્યારો હોઈ શકે…

  6. ખૂબ સુંદર ગીતે. તમારા પિતા-પુત્રના સ્નેહની છાલકમાં હું અહીં ભીંજાઉં છું. સ્વયંને ખૂબ વહાલ.

    – વિહંગ વ્યાસ

  7. अहीं तो स्वयम्‌नुं ध्यान छे! पप्पानो खोळो खूंदतो स्वयम् पण पप्पा थईने आवनारा स्वयम् जोडे आ रीते ज रमशे ने! आटली मीठी मजानी पथारी जेमने भाग्ये न लखाई होय एनो पण विचार आवे छे. आ बाळगीतथी जेने आनन्द थयो होय ते एकाद अनाथ भूलकाने आवी हूंफाळी गोद धरवा प्रेराय तो आ बाळगीतनुं विवेकप्रणीत थवुं सार्थक थशे!

  8. કેવુ સરસ બાલગીત ! પપ્પા સાથેની જૂની યાદો તાજી કરાવવા બદલ આ ઇ લવ યુ. શિમોલી અને પ્રહર્ષ પણ વાંચીને ખુશ થઈ ગયા. .મમ્મી આજે ખૂબ જ યાદ આવે છે. બાળપણમાં લઈ જવ બદલ ખૂબ ખૂબ આભાર.

  9. પિતા-પુત્રનાં પ્રેમની હુંફાળી રચના……………..
    આ પેઢી તો માણે છે…….. તમે આવનારી પેઢીને આ પ્રેમાળ હુંફની બાંયધરી આપી એ વિશેષ ગમ્યું…

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  10. વાણી, વર્તન, વિચાર થકી, પરોક્ષ કે પ્રત્યક્ષ રુપે કોઈ પણ આત્માનું દિલ દુભાવ્યું હો, તો સવંત્સરી પ્રતીક્રમણ કરતાં પહેલા આપ સૌ ને ખમાવી મિચ્છામી દુક્કડમ માંગું છું.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  11. એમાંયે પપ્પા ફાંદાળા હોય ત્યારે તો પથારે વધુ મજાની લાગે…છાતીની હોડી..ખૂબ મજાનો શબ્દ…ગઝલ સંગ્રહ માં જ બાળગીતોનો સમાવેશ કરશો કે પછી અલગ ?
    અનેક શુભેચ્છાઓ સાથે

  12. વિવિકભાઈ,
    પપ્પાને પુત્રની સરસ ભાવના!સ્વયમ કે પછી કોઈ પણ બાળક!મને યાદ છે મારાં પપ્પાના પગ ઉપર ચડીને ચાલતી પપ્પાનં પગ દબાતા ને અમને પપ્પાનાં પગ પર ચાલવાની મજા પડતી.
    સુંદર બાળગીત! મનને મોહી લે તેવું.
    સપના

  13. સરસ બાળગીત અને મારા પિતાશ્રી સાથેનો મારો હુંફાળો સંબંધ યાદ આવી ગયો, સાથે સાથે વાડીફળિયા યાદ આવી ગયું, સ્ંસ્મરણો દ્વારા સૌ સ્નેહીજનો યાદ આવી ગયા અને ગીત જેમને અર્પણ કરેલ છે એ આપના પિતાશ્રી શ્રી મનહરભાઈને અમારી વિષેશ સ્મૂતીવંદના………સરસ ગીત માટે આપને અભિનદન્….

  14. પિતા-પુત્રની Physical Intimacy આ ગીત્કાવ્યમા સરસ ઝીલાઈ.અભીનંદન.

  15. મઝા આવી ગઈ!વારંવાર વાંચવાનું મન થાય ..ખરેખર હળવા બની જવાય…

  16. શ્રીવિવેકભાઇ
    હું એટલો નશીબદાર નથી મેં મારા પપ્પા મારા જન્મથી દોઢમાસ પહેલા જ ખોઇ નાખેલા.હા મારા બાળકો સાથે ગુજારેલી પળો યાદ આવે છે.મારા ત્રણે સંતાનોને એક જ વાર્તા સંભળાવતો”એક હતો કાગડો એને બહુ ભુખ લાગી હતી……”એ એટલી તો લડાવી લડાવીને કરતો કે,આખી વાર્તા સાંભળ્યા પહેલા જ ઊંઘમાં સરી પડતા.આજે પણ એ ઉમરલાયક થયેલા બાળકો યાદ કરીને હસે છે.
    આપની રચના વાંચીને ખુબ જ આનંદ થયો.
    અભિનંદન

  17. સરસ મઝાનું બાળગીત..

    અભીનંદન…

    વિવેકભાઇ

    HITESH BORAD
    TO: DERIPIPARIYA

Leave a Reply to Gaurang Thaker Cancel reply

Your email address will not be published. Required fields are marked *