![]()
(બુંદ-બુંદમાં જીંદગી… …સ્વયમ્, ગોવા, નવે., ૨૦૦૮)
*
{સપ્રેમ અર્પણ : મારા પપ્પાને એમની ત્રીજી પુણ્યતિથિ પર. ( જુઓ, આઈ લવ યુ, પપ્પા) }
*
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની,
એના પર લંબાવવા એમની રજાય નહિ લેવાની.
પપ્પાની છાતીની હોડી
ઊંચીનીચી થાય;
અંદરથી પાછાં હૂ-હૂ-હૂ-હૂ
હાલરડાં સંભળાય.
ટપલી મારે, હાથ ફેરવે, સંભળાવે કહાની.
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની.
“પપ્પા ! પપ્પા !! અંદર કોઈ
બોલે છે ધક્- ધક્”;
” એ તો મારું હાર્ટ છે, બુદ્ધુ”
- હસ્યા પપ્પા ખડખડ.
પણ મને આદત છે ‘ટીબુ’ ‘ટીબુ’ સાંભળવાની.
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની
પપ્પા જેવું નરમ ગાદલું
એક્કેય ક્યાં છે ઘરમાં ?
પપ્પાની ગરમીમાં ડૂબી
હુંય વિચારું મનમાં:
મજા પડશે મોટા થઈને પથારી બનવાની !
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની
- વિવેક મનહર ટેલર
(૧૫-૦૭-૨૦૦૯)
*
-
પપ્પાની ગરમીમાં ડૂબી
હુંય વિચારું મનમાં:
મજા પડશે મોટા થઈને પથારી બનવાની !
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની
…કેવી પ્રસન્ન અભિવ્યક્તી!મો ટા થઈને આ જ પ્રસન્નતા લખાવશે…
પપ્પા તરીકે તમે ખૂબ જ સુંવાળો નાતો જાળવી રાખ્યો છે. તમે શીખવવામાં, કશુંક બતાવવામાં, વાંચવામાં અને અમારી સાથે રમવામાં – બધામાં સાથે જ રહ્યા છો. આટલી જવાબદારીઓ સાથે પણ અમારા બાળપણને કોઈ ખોટ પડી નથી. તેમાંય મારી સાથે રમતાં મારા પપ્પાનો અવાજ હજુ પણ મને સંભળાય છે. ‘કાગડા કાગડા કઢી પીવા આ…..વજે.’ હજુ પણ યાદ છે. મને જે સંસ્કારો, જે શબ્દો, જે વ્યક્તિઓ અને જે માહોલ મળ્યો છે -જીવનમાં આવો તરબતર આનંદ અને આવી સુંદર પળો આપનાર પપ્પાને …
જે ઈશ્વરે મને આવાં પપ્પા આપ્યાં છે તેનો હું આભાર માનું છું અને મારાં પપ્પાને બે હાથ અને મસ્તક નમાવીને વંદન કરું છું અને એથીય વિશેષ ઈશ્વરને પ્રણામ કરું છું, પુણ્ય સંયોગ માટે… -
soo nice
-
Very nice poem…
I like last two lines the most…
Swayam is ur son? -
ખૂબ સુંદર ગીતે. તમારા પિતા-પુત્રના સ્નેહની છાલકમાં હું અહીં ભીંજાઉં છું. સ્વયંને ખૂબ વહાલ.
- વિહંગ વ્યાસ
-
really nice poem.
-
simply suberb
it has recalled memories of my “bittu”, when she use to play with me -
अहीं तो स्वयम्नुं ध्यान छे! पप्पानो खोळो खूंदतो स्वयम् पण पप्पा थईने आवनारा स्वयम् जोडे आ रीते ज रमशे ने! आटली मीठी मजानी पथारी जेमने भाग्ये न लखाई होय एनो पण विचार आवे छे. आ बाळगीतथी जेने आनन्द थयो होय ते एकाद अनाथ भूलकाने आवी हूंफाळी गोद धरवा प्रेराय तो आ बाळगीतनुं विवेकप्रणीत थवुं सार्थक थशे!
-
કેવુ સરસ બાલગીત ! પપ્પા સાથેની જૂની યાદો તાજી કરાવવા બદલ આ ઇ લવ યુ. શિમોલી અને પ્રહર્ષ પણ વાંચીને ખુશ થઈ ગયા. .મમ્મી આજે ખૂબ જ યાદ આવે છે. બાળપણમાં લઈ જવ બદલ ખૂબ ખૂબ આભાર.
-
એમાંયે પપ્પા ફાંદાળા હોય ત્યારે તો પથારે વધુ મજાની લાગે…છાતીની હોડી..ખૂબ મજાનો શબ્દ…ગઝલ સંગ્રહ માં જ બાળગીતોનો સમાવેશ કરશો કે પછી અલગ ?
અનેક શુભેચ્છાઓ સાથે -
સરસ મઝાનું બાળગીત.
-
સરસ બાળ્ ગીત .
-
સરસ બાળગીત અને મારા પિતાશ્રી સાથેનો મારો હુંફાળો સંબંધ યાદ આવી ગયો, સાથે સાથે વાડીફળિયા યાદ આવી ગયું, સ્ંસ્મરણો દ્વારા સૌ સ્નેહીજનો યાદ આવી ગયા અને ગીત જેમને અર્પણ કરેલ છે એ આપના પિતાશ્રી શ્રી મનહરભાઈને અમારી વિષેશ સ્મૂતીવંદના………સરસ ગીત માટે આપને અભિનદન્….
-
પિતા-પુત્રની Physical Intimacy આ ગીત્કાવ્યમા સરસ ઝીલાઈ.અભીનંદન.
-
મઝા આવી ગઈ!વારંવાર વાંચવાનું મન થાય ..ખરેખર હળવા બની જવાય…
-
સુંદર કાવ્ય.
-
ખુબ સરસ રચના સર બચપન નિ યાદ આવિ ગઈ………………
-
ખુબ જ સરસ …. બચપન્ યાદ આવિ ગયુ.
-
શ્રીવિવેકભાઇ
હું એટલો નશીબદાર નથી મેં મારા પપ્પા મારા જન્મથી દોઢમાસ પહેલા જ ખોઇ નાખેલા.હા મારા બાળકો સાથે ગુજારેલી પળો યાદ આવે છે.મારા ત્રણે સંતાનોને એક જ વાર્તા સંભળાવતો”એક હતો કાગડો એને બહુ ભુખ લાગી હતી……”એ એટલી તો લડાવી લડાવીને કરતો કે,આખી વાર્તા સાંભળ્યા પહેલા જ ઊંઘમાં સરી પડતા.આજે પણ એ ઉમરલાયક થયેલા બાળકો યાદ કરીને હસે છે.
આપની રચના વાંચીને ખુબ જ આનંદ થયો.
અભિનંદન -
સરસ મઝાનું બાળગીત..
અભીનંદન…
વિવેકભાઇ
HITESH BORAD
TO: DERIPIPARIYA

34 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/496/trackback