શાંત

Squirrels_Love making

(કામકેલિમાં મગ્ન ખિસકોલીઓ…      …મારા ઘરની બારીમાંથી, ૦૮-૦૫-૨૦૦૯)

*

તારા નામનો પ્રચંડ વિસ્ફોટ
મારી ભીતર
સ-ત-ત
અટક્યા વિના
એકધારો
સદીઓથી
થઈ રહ્યો છે…

…લોહી
નસોમાં
કેટલી તીવ્રતાથી ને કેમ દોડે છે

માત્ર
ચામડી જોનારને શી રીતે સમજાય ?!

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૭-૨૦૦૯)

46 thoughts on “શાંત

  1. Vivek Bhai First Line Is So Good About Grace Of Higher Power(GOD)
    That Force Find You And Help You With daily Life.

  2. कामकेलिमां मग्न खिसकोलीओनो फो़टो प्रतीत करावे छे के कवि अहीं रतिथी व्याप्त क्षणनो चितार आपवा मथी रह्यो छे. पण आ कोई एक व्यक्तिने कोई एक समयावखण्डमां थती अनुभूतिनी वात नथी – भूतमात्रमां प्रवर्तता कामनी वात छे. अने ए कामाग्नि लावा जेवो छे – बहारथी शान्त देखाय पण क्यारे भभूकी ऊठे ते कही शकाय नहि. कामने एटले ज अनङ्ग पण कह्यो छे – जेने अङ्ग नथी एवो. भक्त ज्यारे प्रेम-लक्षणा भक्तिथी भगवानने आराधे छे त्यारे आ अनङ्ग खरो अनङ्ग थाय छे – अशरीरी प्रेम थाय छे अने माटे ज शङ्कराचार्ये प्रभुने अनङ्गरङ्गसागर कह्या छे. मने विश्वास छे के आ अर्थघटनना पर्याये अन्य अनेक अर्थघटनो पण करी शकाय. आ प्रतिभाव-सारणीमां आवां अर्थघटनो आवशे तेम आपणने सौने वधु ने वधु आनन्द थतो रहेशे.

  3. લોહી
    નસોમાં
    કેટલી તીવ્રતાથી ને કેમ દોડે છે

    માત્ર
    ચામડી જોનારને શી રીતે સમજાય ?!
    સરસ અભિવ્યક્તિની તિર્યક સભાનતા

  4. તારા નામનો પ્રચંડ વિસ્ફોટ
    મારી ભીતર
    મઝાની અભિવ્યક્તી

    આટલા બધા સમય પછી પણ
    સૂર્ય ક્યારેય પૃથ્વીને કહેતો નથી, “તું મારી ઋણી છું.”
    જુઓ આવા પ્રેમ સાથે શું ઘટે છે!
    —તે આખા આકાશને અજવાળે છે.
    આદમના બાળકો એક જ શરીરના અંગો છે
    એક જ અંશમાંથી પેદા થયા છે.
    જ્યારે સમયની આફત એક અંગને અસર કરે
    બીજા અંગો ચેનથી બેસી ના શકે
    જો તમને બીજાની મુશ્કેલીઓ માટે સહાનુભૂતિ ના હોય, તો
    તમે “માણસ” કહેવડાવવાને લાયક નથી.

    ઈશ્ક એ સૂફીવાદ દૈવત છે.સૂફી લોકો માને છે કે પ્રેમ એ બ્રહ્માંડ માટે ઈશ્વરના હાર્દનું ચિત્રણ છે.ઈશ્વરને સુંદરતા ઓળખવાની તીવ્ર અભિલાષા છે,જો કોઈ અરિસામાં પોતાને જોવા માટે જૂએ છે ત્યારે ઇશ્વર બધું જ ઈશ્વરના પ્રતિબિંબ સમાન હોવાથી સુફિઝમની શાળા બહારથી કદરૂપી દેખાતી વ્યક્તિમાં સૌંદર્ય જોવાની ટેવ પાડે છે. સૂફીવાદને ઘણી વાર પ્રેમના ધર્મ તરીકે માનવામાં આવે છે.સુફીવાદમાં ઇશ્વરનો સંદર્ભ ત્રણ મુખ્ય સંજ્ઞાઓથી વ્યક્ત થયો છે, તે છે પ્રેમી, પ્રેમભાજન અને વહાલો, જેમાં છેલ્લી સંજ્ઞા સુફી કવિતાઓમાં ઘણી વાર જોવા મળે છે


    માત્ર
    ચામડી જોનારને શી રીતે સમજાય ?!

  5. પ્રિય મિત્ર

    શાંત – શબ્દ કેટલો ઊંડો અર્થ તારવી શકે છે એ હદ આજે તેં બતાવી દીધી છે.

    સ્નેહ
    મીના


  6. માત્ર
    ચામડી જોનારને શી રીતે સમજાય ?!
    મસ્ત…

  7. આજની સાંજે સરસ કવિતાઓ વાંચવાની ઈચ્છા તમારી સાઈટની મુલાકાત લેવાથી પૂરી થઈ. મન ભરીને આપની કવિતાઓ માણી. ધન્યવાદ !

  8. તમે તો કહી દઈને ફટ છૂટા થઈ ગયા.
    અમે પ્રચંડ વિસ્ફોટનો ભોગ થઈ ગયા.
    અમારી નસોનું લોહી તીવ્રતાથી દોડ્યું;
    ને ભગ્ન અવશેષો સચેતન થઈ ગયા.

    મહાન ઉપકાર,વિવેકભાઈ!

  9. નિશિધ ધ્રુવ્,મ્રૂણાલીની અને પન્ચમ ના પ્રતિભાવો કાવ્યને સમજવામાંઉપયોગી થયા.
    કાવ્યની છેલ્લી પંક્તિઓ ખુબ ગમી.

    …લોહી
    નસોમાં
    કેટલી તીવ્રતાથી ને કેમ દોડે છે

    માત્ર
    ચામડી જોનારને શી રીતે સમજાય ?!

    – વિવેક મનહર ટેલર

    આભાર.

  10. પ્રકૃતિની સામ્ય અવસ્થામાં કે જ્યાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એકદમ શાંત છે અને તેઓ માત્ર પોતપોતામાં જ પરીણામ પામે છે. ત્યારે આ વિશ્વ સુપ્ત હોય છે, શાંત હોય છે, અવ્યક્ત હોય છે. અને પછી જ્યારે ઈશ્વરનો એક સંકલ્પ થાય છે – એકોહં બહુ સ્ય્યામ , ત્યારે તે સંકલ્પમાત્રથી જ પ્રકૃતિમાં ઑમકારનો એક પ્રચંડ વિસ્ફોટ થાય છે અને આ આખુય વિરાટ વિશ્વ અસ્તિત્વમાં આવે છે. અને આ પ્રચંડ વિસ્ફોટ આજે પણ જીવ માત્રમાં સદીઓથી અરે તેના ઉત્પતિના સમયથી જ ધબકી રહ્યો છે. એક માત્ર ચૈતવ્ય, જીવ માત્રની નસે નસ માં રગે રગમાં દોડી રહ્યું છે પરંતુ તે ઈન્દ્રિયના ભોગોમાં રત એવા ભોગ-પરાયણ ચામડી માત્રને જોનારને ક્યાંથી સમજાય?

  11. લોહિ મા પ્રચન્ડ વિસ્ફોટ તારા નામ નો કોઇ ડોકટર કવિજ કરિ શકે.

  12. માત્ર બ્હારથી જોનારાને ભીતરનો ઘૂઘવાટ ન સંભળાય–સમજાય..એ વાત સરસ શબ્દોમાં મૂકી છે. ગમ્યું.

  13. …લોહી નસોમાં કેટલી તીવ્રતાથી ને કેમ દોડે છે એ માત્ર
    ચામડી જોનારને શી રીતે સમજાય ?!

    આપની કલ્પના ખુબ સરસ છે

  14. હેલ્લો, સરસ અભિવ્યક્તિ. જેમ શાન્ત પાણી ઉન્ડા હોય છે તેમ ઉપરથી શાન્ત દેખાતા માનવ હોય છે. સતત વિસ્ફોટનિ કલ્પના ધ્રુજાવે એવી છે. લખતા રહો આવ સરસ.

  15. અદભુત વિવેક્ભાઈ…તમારું આ અછાંદસ વાંચીને રુંવાડા ઉભા થઈ ગયા..તમે લખ્યું અને અમે અનુભવ્યું..એક એક લાઈન ૩વાર વાંચી…મજા આવી ગઈ.આમે અછાંદસ એટલે મારો પ્રિય પ્રકાર છે.

  16. એટલે જ તો કહેવાયું છે કે “શાંત પાણી બહુ જ ઊંડા હોય!” 🙂

    સુંદર અછાંદસ… ચોટદાર અભિવ્યક્તિ… અદભૂત ફોટોગ્રાફ.

  17. અરે યાર સુ કહુ તમને ?
    બસ જેત્લુ કહુ એ કમ ચે
    મારા પાસે શબ્દો નથિ તમારા માટે.
    ધન્ય્વાદ્…………….. આભાર્.

  18. વિષય કોઇ પણ હોય, પણ ભીતર પ્રવેશ્યા વગર, ચામડી માત્રથી જોતા રહીયે, તો પ્રચંડ વિસ્ફોટની નસોમાં વહેતી તિવ્રતા શી રીતે અનુભવી શકાય!
    વિવેકભાઈ, તમે આ તિવ્રતાનો અનુભવ કરાવ્યો છે. બહુ સુંદર રચના.
    મુકુંદ જોષી

  19. અદભુત..

    રુપાળી ચામડી કયાં સુધી ટકવાની……

    ગુણ, ચારીત્ર્ય, સંસ્કાર ચામડીને બદલે જોવા..

  20. Kaamkrida ma magna khiskolionu jode mukelu chitra bhavakna man ne shariri prem sambandh na arth taraf dore chhe.

    Parantu photo ne palbhar mate bhuline kavitane swatantrapane vanchie to khyal aave ke ahin sharuaatmanj kaavie BHITAR ni vaat kari chhe. Sharir nu mahatva ochhun nathi. Pan darvaaja ke praveshdwar jetlu chhe. Ane kavi aapan ne chhek medi sudhi lai java ichchhe chhe.

    Photo pan khub sunder chhe. Abhinandan.

  21. KHUB POCHA ROO NO INTADO MADE
    TO JAYENDRA SHEKHADIWADO MADE

    AATH AXAR NE TVACHA NI QUED MA
    HIBAKA BHARATO SAMAY-GADO MADE

    TUTE N GHANTHI PAN UDE LERAKHI A
    A FAKAT EK MARD MUCHHADO MADE

    SACHAVI LIDHHO VIVEKE ATALE MANE
    MARO J ARTH BHINO NE HUFADO MADE

  22. સરસ અભિવ્યક્તિ, લોહી સંબન્ધે તો ડોક્ટરથી અધિક્રુત કોઈ કહી શકે તે તો કવિ જ હોય શકે, અને ડો. વિવેક્ભાઈ વાર્ંવાર મનની એ સંવેદનાને ઢ્ંઢોળવામા માહિર થતા જાય છે”શાંત્ ” રહીને પણ ઘણુ કહી દે છે, અભિનદન અને આભાર………

  23. વિવેકભાઇ લાગે છે કે મનની પેલે પાર જવાની વાત છે. મનની બહાર જઇને સમજવાની આ વા છે. જ્યાંથી ચેતનાનો આરમ્ભ થાય છે અને મનનો લય થાય છે. કવિતા તરીકે બહુ થોડા શબ્દોમાં સરસ કહી દીધી છે. અભિનંદન તમારા ઘરની બારીને અને તમારા મનની બારીને.

  24. સુંદર સંવેદના,
    લોહિમાં ધસ્મસતી તિવ્રતાને શાંત મનથી ઝિલી છે.
    કાવ્ય અને અભિપ્રાય બધું મજાનું થયું છે.
    જય ગુર્જરિ,
    ચેતન

  25. શ્રી જયેન્દ્ર શેખડીવાળાની વાત ન સમજાઈ.દાક્તર તમે શુ કહો છો?

  26. વિવેલકભાઈ,
    હ્રદયસ્પર્શી અછાંદસ!હા,ચામડીની નીચે શું ચાલે છે, એની જો કોઈને ખબર પડતી હોત તો કદાચ આ અછાંદસ લખાયું ન હોત્ ખરુ ને?
    સપના

  27. જલમ ઇતિ જીવનમ એટલે કે જળ એ જ જીવન .જીવનો જીવન, જેમ મ્નો
    તાળો દરીયે મળે તેમ.આતમો શાન્ત ને મનવો તળે ઉપર .સુન્દર શ્લોક.

    વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે ?
    મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે…
    સાચે જ , અસ્તિત્વ એક ગહન રહસ્યથી ભરેલી ઘટના હોવાથી તાળો, સરવળો,મળે તેમ નથી.
    જેમ દરીયે જળનો કે ટીપે દરીયાનો તાળો મળતો નથી તેમ. ચેતનાની વાત સમજાય -અનુભવાય
    પણ મનનો ગોટાળો ન સમજાય, ન અનુભવાય.આપણને તો ઓલ્યા ફીણાળો.. ફીણાળો…
    ફીણાળો ભ્રાન્તસમય જ અનુભવ પજવે મરીએ ત્યા સુધી.

  28. ઇશ્વરે આ સ્રુસ્ટિ સરજિ ત્યારે માનવ સરિરમા આ બધા ગુણો નુ સરજ્ન કરિયુ જેને માપવાનુ કોઇ યંત્ર આપણે શોધિ સકિયા નથિ ;એટ્લે આ અમાપ શક્તિ ને ચિત્ર દ્વારા કે સબ્દ દ્વારા પ્રગટાવિ શકિયે નહિ…..

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *