(સાદ આંખોના……. જહાજમહેલ, માંડું… નવેમ્બર-05)
દાખલા સઘળા આ જીવનમાં કદી ખોટા ન હોય,
પણ બધા માણસને કંઈ મોઢે બધા કોઠા ન હોય.
હાથ ના મેળવ, મળે જ્યારે ટકોરા દઈને મળ,
આંખમાં ઉષ્મા બતાવે ? દિલ તું જો….પોલા ન હોય !
બંધ, હડતાળો ને રેલી – તંગ દિલની દાસ્તાન,
આપણી થાળીમાં બે દાણા કદી ઓછા ન હોય….
સાદ આંખોના ટકોરા દે છે નજરોને, તું સુણ
જે હો હૈયે એને માટે હોઠે હાકોટા ન હોય.
ક્ષોભ શાનો ? આટલી મોટી સભામાં કોઈ નહિ,
પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળા ન હોય.
એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !
તું સદા મારી ભીતર પણ સાવ અળગી અળગી રહી,
જાણે કે જળની જ અંદર કોઈ પરપોટા ન હોય !
શ્વાસનો અંકુશ છે, અટકી જવાની ચીમકી છે,
શબ્દ બાકી મારી જેમ જ ઠાલા બડબોલા ન હોય !
ડૉ.વિવેક મનહર ટેલર
ઠાલા = નિરર્થક, નાહક ; બડબોલા= શેખીખોર
12 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/49/trackback/
June 7, 2006 at 10:05 pm
Neha
Title is too good…vanchii ne je khush tai javay che..
& Again u r in hurry…Nov-06..is that?
June 8, 2006 at 11:03 am
radhika
સાદ આંખોના ટકોરા દે છે નજરોને, તું સુણ
જે હો હૈયે એને માટે હોઠે હાકોટા ન હોય.
તું સદા મારી ભીતર પણ સાવ અળગી અળગી રહી,
જાણે કે જળની જ અંદર કોઈ પરપોટા ન હોય !
nice gazal….
……………………….
તુ વસે મુજમાં એમ જાણે હુ શ્વસુ તુજને
હવે ટાળુ શ્વાસ લેવાનુ
કે ઉછવાસે કયાંક
તુ દુર સરી જાય તો ! ! ! ! !
June 9, 2006 at 3:46 pm
paresh balar
wow it so nice…
June 9, 2006 at 3:52 pm
paresh balar
શાંત ઝરુખે વાટ નિરતી રૂપની રાણી જોઇ હતી,
મે એક શહેજાદી જોઇ હતી,
એના હાથની મહેદી હસતી હતી, એના આંખનુ કાજલ હસતુ હતુ,
એક નાનું અમથું ઉપવન જાને મોસમ જોઈ વિરતુ હતું,
એના સ્મિત મા 100 ગીત હતા એને ચુપતી પણ સંગીત હતું.
એને પડછાયા ની હતી લગ્ન એને પગરવ સાથે પ્રીત હતી,
એને આંખના અસોપલવથી એક સપનમહેલ શણગાર્યો તો,
જરા નજર ને નીચી રાખને એને સમય ને રોકી રાખ્યો તો,
એ મોજા જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી હતી,
કોઈ હસીને સામે જોવે તો બહુ પ્યાર ભયુઁ શરમાતી હતી,
વર્ષો બાદ ફરીથી આજે ઈ ઝરુખે જોયો હતો,
ત્યાં ગીત નથી,સંગીત નથી, પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સપના ના મહેલ નથી ને ઉમિઁના ખેલ નથી,
બહુ સુનું સુનું લાગે છે,બહુ વસમું વસમું લાગે છે,
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન,
મે તો એને માત્ર ઝરુખે વાટ નિખતિ જોઇ હતી,
કોણ હતું એ નામ્, હતું શું ઈ પણ હું ક્યાં જાણું છું,
તેમ છ્તા દિલને આજે સુનું સુનું લગે છે.
June 9, 2006 at 11:42 pm
sana
As usual fascinating words…
But the 3rd para is bit akward,it seems as mind set was somewhere else when 3rd para was written…
June 10, 2006 at 11:19 am
વિવેક
સનાજી,
આપના ઝીણવટભરેલા નિરીક્ષણ માટે આભાર… ત્રીજા શેરની વાત સાથે મારે સહમત થયા વિના આરો નથી… આખી ગઝલમાં ધ્યાન આપશો તો નિરાશા અને માનવીય સંબંધોની નિષ્ફળતા જ આલેખી છે. પહેલા ત્રણ શેર વૈશ્વિક સ્તર પર પરિભ્રમણ કરે છે જ્યારે ચોથા શેરથી વ્યક્તિગત સ્તરે સરકી જાય છે આ ગઝલ અને આખરી શેરમાં અભિવ્યક્તિ સ્વ પર આવીને અટકે છે. આ ગઝલ લખાતી વખતે મનની પાર્શ્વભૂમાં અનામત આંદોલન ચાલી રહ્યું હતું અને એની જ ફળશ્રુતિ છે આ શેર:
બંધ, હડતાળો ને રેલી – તંગ દિલની દાસ્તાન,
આપણી થાળીમાં બે દાણા કદી ઓછા ન હોય….
-વિવેક
June 10, 2006 at 4:49 pm
sana
Thanks for reply.
There are lots of sorrow in world but what if person want happiness?
I would be happy if u write something about happiness…Next time when u write ghazals please keep ‘Happiness’ as core…
Many of my friends have wrong impression that ghazals are songs of broken heart…but how should i explain that they are insight of heart…
June 14, 2006 at 7:34 am
kishor purohit
are dr. saheb.. kaink samajay evu to lakho mara saheb.. su vanchavu e j khabar nathi padati.. me tamane gujarati ma tamari kavita, gazal mokali hati e pasand aavi ke nahi? mane jawab to aapo saheb
June 22, 2006 at 12:56 am
manvant
એક દુહો :
પ્રેમ છિપાયા ના છિપે,જા ઘટ પરઘટ હોય;
જો મુખ પે બોલે નહીં,નૈન દેત હૈ રોય bb
July 10, 2006 at 9:45 am
Dhaval
Vivek Et Al,
Amazing piece of work….
I am sure U cure UR patients with UR creations….no medicines…..ha ha !!
September 20, 2006 at 7:54 pm
Anonymous
Mitr vivek,
પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળા ન હોય
gajal ne vakhaau ke chhavi ne? tari banne sarjanta soonder chhe. ne Vai to soonder chhe j.
tc
Meena
January 11, 2007 at 5:01 pm
BHARAT TRIVEDI
Good ! heart touching ! gazals FROM YOU.
I really appreciate your gazals,
with best wishes,
BHARAT TRIVEDI. GANDHINAGAR