જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે…!

(માથેરાનની લાલ વાદીઓમાં – ટ્રાઈપોડની આંખે, જાન્યુઆરી-03)

તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ,
રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?!

જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે,
તું રોજેરોજ ભર સામાન, હું ખાલી કરું કાયમ.

સમય થઈ શૂળ ભોંકાયા જ કરશે શ્વાસમાં મારા,
ખબર જો હોત, આવી ભૂલ કરતે ના કદી હમદમ.

દુઃખોને નામ-સરનામાં, ધરમ જાતિ નથી હોતાં,
છે સરખાં આર્તનાદો, આંસુના પણ સ્વાદ ચોગરદમ.

કરી ભૂલો જીવનમાં મેં તો એનું તું જ છે કારણ,
ખુદા બક્ષે ન ખુદ માફી, બનાવે એને તું વ્હાલમ્ !

ગઝલમાં તું અને બસ તું જ ઝલકે, રાઝ એનો શો?
જીવનના હોઠ ચૂમવામાં નડે શબ્દોને શું નાનમ ?

-વિવેક મનહર ટેલર

13 thoughts on “જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે…!

  1. Nice Gazal. Very enchanting is the photograph. One would be touched by the colours of true love. Why is there a feeling that the Gazal and the photograph have different tunes?

  2. I just visited several of your blogposts and read the poetry. Vivek bhai! I always wonder how can you spare time from an extraordinarily busy life of a doctor! Good work, and being at your blog is pleasure!

  3. doctor,
    laage chhe ke DIL na haathe tame pan dhoko khaadho laage chhe. nahitar atlu dard tamari kavita ma awe j nahi!
    nana modhe moti vaat thai hoi to maaf karsho

  4. mr.Anonymous

    maf karsho pan hu tamari aa vat sathe sahmat nathi

    aapne sau janie chhe k vivekbhai docter chhe….

    aakhi duniya ma matra ek docter j ek evi vyakti chhe j jivan na aarambh ane aant ne nikat thi joi jani, jani, samji shake chhe
    karan k teo ek nahi ghana jivan ane mrutu ane teni sambhavnao sathe sankdayela hoy chhe ane enu enalasisi pan kari shake chhe

    teo jivanani hakikat pan mane chhe ane mrutu na rahasya ne pan vagode chhe

    jeno sidho sambandh lagani, samvednao sathe hoy chhe

    ketlak docter mate samay jata aa vat matra ” PART OF PROFFESION ” bani ne rahi jay chhe.

    samay ane farajni sathe j tabibo aa samvednao jadvi shake chhe, samay sthe e koi ne koi rite vyakt thay chhe.

    jemanu ek prakar kavita chhe ane e nirupan aapne
    ” SHABDO CHHE SWAS MARA ” blog dvara manie chhie

    etle j tame joi shaksho k
    matra vivekbhai j nahi pan bija ghana docter chhe jeo kavysrushtima jivan vivan ni khushi, dukh, vijay parajay, milan judai, nu saras shbdaropan kari shake chhe

    ee maru manvu chhe jaruri nathi k aap pan aa vat sathe sahmat thav.. ane e pan jaruri nathi k aam j hoy

  5. મારો ગિરેબાન પકડીને મારી લાગણીઓનો હિસાબ માંગી શકે અને મારા વતી સામું શબ્દયુદ્ધ છેડી શકે એવા મિત્રોથીય વિશેષ સંબંધોને હું શું જવાબ આપું, પ્રિય રાધિકા અને શ્રી/શ્રીમતિ અનામી?

    શું કહું, હૈયું છલકાય છે કે નેણ?!!!

    કવિતા જિંદગીમાંથી જ આવે છે અને જો એ જિંદગીમાંથી ન આવતી હોય તો કોઈના હૃદયને સ્પર્શી ન શકે. હા, જિંદગી મારી પોતાની પણ હોઈ શકે અને રાધિકાએ કહ્યું તેમ મારી પાસે આવતા સેંકડો દર્દીઓની પણ હોઈ શકે. તબીબે હોવાના નાતે આપ વિચારી પણ ન શકો એટલી જિંદગીના અંતરંગ હિસ્સાઓ અને કિસ્સાઓ અમારી સમક્ષ નિર્વસ્ત્ર થઈ ખૂલતાં રહે છે અને ખબર પણ ન પડે એ રીતે એ તમામ અમારી જિંદગીનો જ એક અનિવાર્ય ભાગ બની જાય છે…

    પણ મારે કોઈ ખુલાસો આપવાનો હોય તો એ તો મારી ગઝલોમાં ઠેકઠેકાણે પડ્યો જ છે:

    મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
    દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

    શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
    સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.

    તારીખ કાવ્યની જુઓ, વાંચો પછી કલામ,
    એ રીતે જડશે મારી કથા, મારી ચાલ-ઢાલ.

    અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
    હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.

    શબ્દોને વાવ્યાં લોહીમાં તો શ્વાસ થઈ ઊગ્યાં,
    મારા કવનમાં કંઈ નથી, ભેલાણ સઘળું છે.

    મીઠાશ ક્યાંથી શબ્દમાં આવે પછી, કહો!
    દુનિયાએ ઠાંસી દિલમાં જો કડવાશ હોય તો.

    આ ગઝલ ના શ્વાસ માં થી તું ઊડી ગઈ ને હવે,
    શબ્દ ક્યાંથી રહી શકે અકબંધ, ને લ્યો સઘળું બંધ.

    શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
    આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

    રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
    ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

    એક વાત, હરીશ દવે ‘નવ-સુદર્શક’ સાથે પણ…

    ગઝલના રંગ સાથે ફોટો મેળ નથી ખાતો એવા આપના મત સાથે હું સહમત છું… પણ ફોટા એ વહી ગયેલી ક્ષણોના દસ્તાવેજ છે, એને ધ્યાનમાં રાખીને ગઝલ નથી લખાતી… આખી ગઝલમાં કોઈ એક શેરને ધ્યાનમાં રાખીને જ ફોટો મૂકી શકું ને? ગઝલમાં તો જેટલાં શેર એટલાં કાવ્ય…

    -વિવેક…વૈશાલી…

  6. Well..Well….
    Never knew that my neighbourhood doctor is a talented poet as well!!!
    I am Sarang Anajwala and my home is abt 50 mtrs from ur hospital.
    As such, right now I am in UK (working for Infosys-bangalore for over 2 yrs).
    I am not as good’a poet as you are but tried my hands at gujarati gazal once.
    Please check this out if you find time…
    http://sarang333.blogspot.com/2005/11/ahan-1-my-first-poetry-in-gujarati.html

    I have written a few hindi shayaries and an english short-story as well, on the same blog, if u find it interesting…

  7. વિવેકભાઇ, તમારી બધી જ કવિતાઓ ખૂબ જ સરસ હોય છે. આપની આ કવિતા ખુબજ હ્રદયસ્પર્શિ છે.. મને ખુબ જ ગમી.

  8. I must say it was hard to find your page in search results.
    You write great content but you should rank your website higher in search
    engines. If you don’t know 2017 seo techniues search on youtube: how to rank
    a website Marcel’s way

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *