રાધાની આંખ !

PA190403
(રાધાની આંખ…      …ગ્રામીણ કન્યા, ધ્રોબાણા, કચ્છ, ૧૯-૧૦-૨૦૦૯)

*

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
એ દિ’ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૭-૨૦૦૯)

*

અમેરિકા જે મિત્રના આજની તારીખના લગ્ન માટે આવી ચડ્યો છું એ જાનેમન મિત્રની પત્ની- મારી નવીનક્કોર ભાભીને આ ગીત સસ્નેહ અર્પણ… વધુ વિગત માટે જોતા રહો, લયસ્તરો.કોમ)

57 thoughts on “રાધાની આંખ !

 1. રાધાના શમણાંના સાત રંગ રોળાયા
  તંઈ જઈ રંગાયું એક મોરપીંછ,
  હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા તંઈ સર્જાઈ
  ક્હાનાની વાંસળી અધીર.

  વાહ… ક્યા બાત હૈ..!!

  તમારી નવીનક્કોર ભાભીનું ફરી એકવાર સ્વાગત..! 🙂

 2. રાધાની આંખે કેટકેટલું સમાવી લીધું! પ્રેમ, કરુણા, વેદના, રાહ, શ્રદ્ધા, રંગ, સૂર, ઝંખના…….
  સરસ ગીત.

 3. A beautiful thought put in vibrant words. You visited USA and some people had the pleasure of meeting you and may be even listen to your words from your own mouth. Most poetry lovers did not even know that you were in the USA. Well, does not matter. We will enjoy your poetry from a distance. Kehte hain ki Haath garam karne ke liye aag ke paas rehnaa zaroori nahin hai. Dooor se bhi haath garam kar sakte hain.

 4. ખુબ જ સુંદર.

  પ્રતીક્ષા એટલે શું એમ પુછીએ તો જવાબ રાધા પાસેથી, મીરાં પાસેથી, નરસિંહ મહેતા પાસેથી મળે.

  “તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.”

 5. what a beauty . It just goes through and through. I wish I had an opertunity to meet u as u r already in USA. any plan to visit NY. let me know. U r most welcome. I just can not leave this poem. God bless u. Love always BB.

 6. ભાવવાહી ગીત
  રાધાના શમણાંના સાત રંગ રોળાયા
  તંઈ જઈ રંગાયું એક મોરપીંછ,
  હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા તંઈ સર્જાઈ
  ક્હાનાની વાંસળી અધીર.
  મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
  જમુનાના જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
  આવી સ રસ પંક્તીઓવાળું ગીત જો શાસ્ત્રીય-સંગીત ગાવામાં આવે તો ખૂબ રસ પડે.
  આનંદ આવે સાથે અનુભૂતિ થાય. આધ્યાત્મિક અનુભૂતિ ! હકારાત્મક વલણ તરફ દોરી જાય ,સ્પંદનો ઊભાં થાય. તન્મય થઈ જાઓ. એટલી એકાગ્રતા થાય કે વૃત્તિઓ એમાં એકરસ થતી જાય પછી બાહ્ય વળગણ ઓછું થતું જાય. જેમ જેમ હૃદયની, ચિત્તની શુદ્ધિ થતી જાય એમ અવાજમાં એનો પડઘો પડે અને અનુસંધાન થાય. સાક્ષીભાવે તમે બધું જોઈ શકો. પ્રસન્નતા મળે, ઊર્જા મળે. શિખર સતત સમક્ષ દેખાય.મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂરનો અણસાર…

 7. साथेना छायाचित्रमांनी सामुं जोती कन्यानी आंखमां मुग्घ प्रतीक्षा झरी रही छे तो पडखेथी डोकियुं करी रहेली एक आंखडीमां अकळ भाव छे – जाणे एने अपरोक्षानुभूति थई होय – लखचोर्यासीनी भवाटविमां फेरा मार्या पछीनी ज अनुभूति! पेली प्रतीक्षिकानी आंगळीओ आधारस्तम्भ पर जाणे कंईक लखी रही छे – जे नामनो अखण्ड जप चालतो होय ते ज कदाच कोतरी रही छे. अने पाछळ पोताना घरनी वाड छे – अहम्‌ने सुरक्षित राखती ए वाड जुओने – केटलां जाळांवाळी छे! ए सूकी जाळनी पेले पार बे लीली वेल गगनने आंबवा मथी रही छे. राधानी आंखनां पाणीथी जमुना भरीभरी रहे छे – अने एने कांठे संस्कृति पांगरे छे! अने एनु वर्णन करतां करतां विवेक जेवा कविओनी परम्परा साहित्यनी सरवाणी भरीभरी राखे छे! दरेक सर्जन पाछळ सर्जकनुं तप होय छे – पछी ए वंशीनाद होय के मोरपिच्छ! अने अहीं तो वात अत्यन्त अर्तगर्भित छे : कानुडो वांसळी वगाडे छे त्यारे एमांथी रेलाता सूरमां कोना प्राणनी आहूति अपाई छे ? कानुडाना पोताना प्राण के एनी प्रेमदीवानी राधाना प्राण? के पछी अहीं द्वैतनो विलय थईने मधुरुं अद्वैत ज रचायुं छे? के पछी अद्वैतनुं सामीप्य आवतां ज द्वैतभावने संरक्षी राखवानी मथामण – खालीखम पादर थतां ज केवळ भक्त अने भगवान एकमेकने एकीटशे निहाळता रहे छे अने अनन्तकाळ सुधी चालनारो आ खेल चलाव्या करे छे! विवेकने पोताने जे कहेवुं होय ते – पण आपणने तो एमांथी मनगमता अर्थो मळी रहे छे अने मीठडा शब्दोनी मजा ओर वधी जाय छे.
  अनुस्वारनी भूलो बताडुं तो आशा छे रसिकोने खलेल नहीं पहोंचे.
  जमुनाना जळ – जमुनानां जळ
  राधाना शमणांना – राधानां शमणांना(जो अनेक शमणांनी वात होय तो) – राधाना शमणाना(जो एक शमणानी वात होय तो)
  राहना रूंवाडांने – राहनां रूंवाडांने

 8. સુંદર ગીત. સુંદર કલ્પનો.લયમાં વહેવાની મઝા આવી.

  આજે આપની એક ગઝલ ‘ગઝલવિશ્વ'(સપ્ટે.09)માં પણ વાંચી.

 9. રાધાની આંખ…..
  ક્યાય,આથી વધારે કંઈ પણ સમાવી શકાય એવી આંખ હોઈ શકે ખરી..?
  રાધા સિવાય ?
  અભિવ્યક્તિના તમામ ભાવને સાંકળી શકાયા અને સમાવી/સજાવી શકાયા છે એ જ સિધ્ધહસ્તતાને ય ઉજાગર કરી જાય છે મિત્ર!
  અભિનંદન.

 10. ખુબ જ સરસ ગીત. ખુબ જ સરસ વિચાર, વિવેકભાઇ. તમારા મિત્રને લગ્નની ખુબ ખુબ શુભકામનાઓ.

 11. Dear Dr. Vivek,
  I m happy that my student grows up to reach to the sky of love and imagination, work as a doctor and remain a poet by heart,
  congratulatoins,
  Dr. Pandya, Microbiology.

 12. Wah.
  E Radhano parichay mane Jaydeve karavyo hato mari saishav ummare
  ‘Gitgovind’ dwara,

  Tyarbad ene farine madelo Surdas ni sathe.

  Radha ni e zurti ankho, aje pan mari najar same tarvari rahi chhe.

  Abhar tamaro, Vivekbhai e ankho ne mara computor screen per lavi mukva badal.

  Thanks again

  Harshad

 13. ………………………………….

  (ગીતને વખાણવા શબ્દો ક્યાંથી મળશે?)

 14. ખુબ જ સુંદર……

  જમુનાના જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
  ખુબ જ સરસ વાત કહિ ગયા, રાધા ના પ્રેમ વિશે….!!!!

 15. રાધા અને મીરા ના હૈયા ની તડપ ને , ઝુરાપાને એ સમ્જે જે આવા વિરહ ની અનુભુતી કરી શકે .. જમુનાના જળ એ તો રાધાના આંસુ … વાહ્…ખુબ જ સુન્દર હ્ર્દય સ્પર્શી રચના .. વિવેકભાઈ.. આપની લેખન શૈલી અદભુત છે …!! ખુબ ખુબ અભિનન્દન ..!!

 16. “તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.”
  વાક્ય રચનામાં ભૂલ છે, અને પહેલા વાક્ય સાથે કોઈ સંબંધ નથી.૨૧ લોકોએ શું વાંચ્યુ ? અને વખાણ્યું!!
  નાંખઃ૧. स्त्री. ઊલટી; વમન; વાંતિ; ઓક.( Bhagwadgomandaલ્ આ અર્થમાં પણ્
  વાક્યને અર્થ નથી મળતો.

 17. जो प्रीत लगाना ना सीखा वो प्रीत निभाना क्या जाने?
  जो प्रेमगली में आए नहीं वो पी का ठिकाना क्या जाने?
  प्रथम वाक्य अने बीजा वाक्यमां सम्बन्ध केम नथी? पहेला वाक्यमां जे जळनी वात छे ते राधानी आंखमांथी झरेलां विरहाश्रु छे. नदीने तीरे तीर्थ होय, मन्दिरो होय – एमां जईने भक्ति करो एटले भगवान मळे एवुं नथी. एने माटे विरहाश्रुनी नदीमां खुद झम्पलाववुं पडे. झुरापानी नदीनां पोतानी जातने नांखवानी वात छे – पोते लेवाना अनुभवनी वात छे – नांखवुं शब्दनो आ रोजबरोजनी भाषामां थतो अर्थ सहेजे समजी शकाय छे – एने माटे भगवद् गोमण्डळ कोशने उथलाववानी शी जरूर? जब जनम जनम की बाज़ी लगी तब प्रेम-कली कहीं खीलती है! पहेली बन्ने लीटीओ एकमेथी सम्बद्ध तो छे ज – समजवामां कशी मुश्केली पडे एवुं मने तो न लाग्युं. वाक्य-रचनामां कशीक भूल छे एवुंय मने तो न लाग्युं.

 18. સરસ કવિતા. Am unable to praise in words. but, it is just like Lata Hirani said. ‘‘ગીત સોંસરવું ઉતરી ગયું.. આરપાર’’ Really, the touchy words suits with the pic. of the ગ્રામીણ કન્યા. Congratulations to Dear Dr. Vivekbhai.

 19. જમુનાના જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ ! …
  આ પ્રથમ પંકિત વાંચતા જ ગમી જાય તેવું ગીત. ગીતની અંદરના ભાવો એથીય વધુ સુંદર… કાશ જે ઝૂરાપો રાધાએ અનુભવ્યો હશે તે આપણે પણ અનુભવી શકીએ તો ભક્તિનો માર્ગ આસાન થઈ જાય.

 20. For Akur Vyas:
  You have not taken trouble to quote the second meaning of the word “નાંખ” in the Bhagavadgomandal. It is:

  ૨. નાખવું તે; ફેંકવું તે.

  This indeed is a great poem. Dear Akur ji. Please read it again and again and I think you will appreciate it.

  –Girish Parikh Modesto California

 21. ફરિ ફરિ ને આ તો વાચ્વુ ગમે .. ઘણુ જ રસિલુ ..

 22. જ્મનાના નીર જરા આછેરા થાય તો રાધાનું મુખડું દેખાય્
  — મહેન્દસિંહ ‘ મરમી’

 23. ખૂબ જ સુંદર ભાવવાહી લયાન્વિત ગીત!
  સુધીર પટેલ.

 24. રાધા અને મીરાની ભક્તિ વેદના અને એમાંથી મળેલા વિરહ ગીતોમા પણ શિરમોર બની રહેનારુ આ ગીત વાર્ંવાર વાંચવાનુ મન થયા કરે એવુ છે, ડો. વિવેક્ભાઈ આપ અમેરીકા મિત્રના લગ્નમા આવ્યા અને આવી સરસ કવિતા અર્પણ કરી એમને પણ અમારા અભિનદન…………………………

 25. ગીત ભ્ લે પ ર દેશ માં લ ખા યુ પ ણ પો તી કુ લા ગ્યું…….ઝુ રા પો અ સ ર ક રી ગ યો…….

 26. ડૉ. વીવેકભાઇ.
  આપના મીત્ર અને ભાબીને ખુબ ખુબ શુભકામનાઓ..
  ખુબ જ સુંદર ભાવવાહી ગીત..

 27. વિવેકભાઈ ,

  સુંદર રચના.

  { મારી દીકરી ‘મેહા’ની આ રચના યાદ આવી ગઇ…}

  પૂછ્યું મેં મેઘધનુષને જોઇ એની સુંદરતા
  ‘ક્યાંથી લાવ્યું તું રંગ આટલાં ઝાઝા ?’
  કહે, ‘વરસતા વરસાદે વીણી લાવ્યું હું આંસુડા,
  કા’ના વિનાની જ્યારે રડતી’તી રાધા…’

 28. ઘણા સમયે આજ તમારાં દર્શન કરી શક્યો – ને થયાં ત્યારેય દર્શન તો આંખનાં જ થયાં !

  બહુ મજાનું ગીત. વિષય પણ નિરાળો લીધો છે. ધન્યવાદ સાથે, – જુ.

 29. Awsome, read sumthin like this after a long tym. I think the feelings of Radha are well expressed here. or rather i shud say that it cud not have been expressed in any other better way. Nice One.

 30. વિવેક ભાઇ, રાધાની વેદના વિશે જ હમેશા કેમ લખાતુ હશે?? એ નિધુવન, જમુનાતટ, ચીરઘાટ, બન્સીવટ અને ગોકુળ ને છોડતી વખતે કૃષ્ણને પણ દર્દ તો થયુ હશે ને?? થયુ જ હશે એમ માની લઇએ તો? તો એમ જ માનીને એની વેદના વિશે કૈક કહો ને!!

 31. વિવેકને પૂછ્યું અને હું લખું તે કદાચ અવિવેક લાગે તો સવિનય માફી…
  રાધા તેજ કૃષ્ણ એમ બધા જ સંતોનું તારણ છે.કૃષ્ણ શક્તિમાન તો તેની આહ્લાદિની શક્તિ તે
  રાધા.હંમણા જ મારા નીરવરવે બ્લોગની તા ૧૦.૧૨.૦૯ની પોસ્ટ-“કાચી રે માટીના ઘૂમે ઘડુલીયાની પંક્તીઓ
  “વેળા એવી વીતી રે વેદનતણી
  ઉકલ્યા અગનના અસનાન
  મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
  પાકા પંડ રે પરમાણના રસ દર્શનમાં કાંઈક આવી જ વાત લખી છે- જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન …આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !

 32. Pragnaju, આ તો ઉદ્ધવજી જેવી અઘરી વાતો તમે કરી. જેમ ગોકુળની ગોપીઓને ઓધવની વાતોમા કંઇ ગમ ન પડે તેમ હુ પણ આવુ કશુ ન સમજુ! બુદ્ધિ તો કહે કે કૃષ્ણ તો ઉર્ધ્વરેતસ ને સંયમી ને વિષ્ણુનો અવતાર્, પણ હ્રદય માને નહિ! એના માટે તો જેવી રાધા એવો કૃષ્ણ. સામાન્ય માનવીઓ. અને એવી કલ્પના કરવાથી એટ્લો તો આનંદ મળે છે!! માટે કૃષ્ણ ને પણ દર્દ થવુ જ જોઇએ. શ્રી ચૌધરી સાહેબના “ગોકુળ” , “મથુરા” અને “દ્વારકા” વાચ્યા પછી તો જાણે આ માન્યતા જ હકીકત બની ગઇ.

 33. અમેરિકાથી પરત આવ્યા પછી વ્યવસાયની વ્યસ્તતાના કારણે મિત્રોના પ્રતિભાવો આરામથી વાંચી શકાયા નહોતા… સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર… ડૉ. નિશીથભાઈ અને ગિરીશભાઈ પરીખનો મારી ગેરહાજરીમાં અકુર વ્યાસને જવાબ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર…

  અનુસ્વારની ભૂલ પણ આજે સુધારી લઉં છું…

 34. પ્રિય ભાર્ગવી,

  આપની વાત અને આપનો દૃષ્ટિકોણ ગમ્યા… સાચી વાત છે… વેદના તો બંને જ પક્ષે હોવાની… રાધાની આંખ રડી હોય તો કૃષ્ણનું હૈયું પણ રડ્યું જ હશે… પુરુષ તરીકે મને મારા ભાવ છતાં કરવાની જગ્યાએ સ્ત્રીઓના હૃદયના તાર પકડવા વધુ પડકારજનક લાગે છે, કદાચ એટલે હું જે નથી એ બનવા મથતો રહું છું…

  બીજું, રાધાએ આખી જિંદગી પ્રતીક્ષા કરવા સિવાય બીજું કંઈ કર્યું જ નહોતું જ્યારે કૃષ્ણ પાસે તો હજ્જારો કામ હતા… એને પોતાનો વિરહાગ્નિ પ્રકટ કરવાનો અવકાશ જ ક્યાં મળ્યો હતો?

 35. વાહ અભિનન્દન વિવેક . ખુબ મજા આવિ ગૈ.

  દ્વારકા મા કોઇ તન્એ કહેશે કે કાન કે, ગોકુલ મા કોન હતિ રાધા?
  તો તુ શ જવાબ દૈશ ,મારા વહાલા, વહાલા માધા?

 36. રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
  તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
  very nice, to good

 37. પ્રિય મનવંતભાઈ,

  આ ગીત ગાર્ગી વોરાએ અદભુત રીતે ગાયું છે… ‘અડધી રમતથી’ આલ્બમમાં આ ગીત આપને સાંભળવા મળશે…

Comments are closed.