22 thoughts on “કવિ અને તબીબ કે તબીબ અને કવિ ?

 1. સમય મળે નહી તો ચોરવો પડે એ વાત કેટલી સાચી છે! એમા પણ તમારા શોખ અને કાબેલિયતને ઓળખી, આગળ વધવા પ્રોત્સાહન આપે એવી પત્ની મળવી એટલે સોનામા સુગન્ધ. આપને બન્નેને ખુબ ખુબ અભિનન્દન ..

 2. અભિનંદન
  અમે સમજીએ છીએ તેમ કવિ શબ્દના અર્થમા તબીબ સમાઈ જાય છે
  અમારી શ્રધ્ધા છે કે તબીબ પોતાની સારવાર સાથે કવિતાની સારવાર આપે તો રોગમાં વહેલી રાહત થાય.કેનેથ કોચના પ્રયોગ પછી ઘણા વૃદ્ધો કવિતા લખતા થયા. વિલિયમ રોસ નામના વૃદ્ધે ૮૦ની વયે એક પંકિત લખી તે સિદ્ધ કવિની હોય તેવી હતી: પોએટ્રી ઇઝ લાઇક / બીઇંગ ઇન ઇનર સ્પેસ!
  કવિતા શું છે? કવિતા તો માનવીને અંતરના અવકાશમાં ઘુમાવતું દિવ્ય બળ છે. કવિતાના પ્રયોગ પછી ઘણા વૃદ્ધોને દવા આપવાનું પણ બંધ કરાયું. જે વૃદ્ધો કાનેથી બિલકુલ સાંભળતા નહોતા તેમને કાળાં પાટિયાં પર કવિ કિટ્સની પંકિત લખીને વંચાવાઈ. એ પંકિત હતી: ‘આઇ ધી ઓશન’. આ આખું કાવ્ય બોર્ડ ઉપર વાંચીને એક બહેરો વૃદ્ધ ઊછળી પડયો અને બોલી ઊઠયો ‘તું દરિયો તો હું પણ દરિયો. તારાથી હું તરિયો’ એમ કહીને તે નાચવા માંડયો. ડી.એચ.લોરેન્સ કવિ નહોતા પણ કવિતાનું બખડજંતર કરતા. તેની કવિતાઓ પણ વૃદ્ધોને વાંચી સંભળાવી, જેથી તેમને આત્મવિશ્વાસ આવે કે કવિતા કાંઈ કાટલાછાપ કવિ જ નહીં, આપણે પણ કરી શકીએ અને મનમાં સ્ફૂરે તેવું કાવ્યરૂપે લખી શકાય છે.

 3. ધન્યવાદ
  જયારે કવિ ઓડેન ૧૯૫૧માં ભારત આવ્યા ત્યારે રીટા ઓડેન તેના કવિ કાકાને મળી. રીટા ઓડેન એક અંગ્રેજ સાહિત્યકારને પરણીને ડોકટર થઈ. આજે ડોકટરીમાં તત્ત્વ ખૂટે છે તે ‘હ્યુમન કેર’ની જરૂર છે.દવાના ગંજ મળે છે. ભારતે ગૌરવ લેવું જોઈએ કે આ ભારત પુત્રી ઈગ્લેંડમાં ૨૦૦-૨૦૦ વર્ષ પછી પ્રથમ લંડન હોસ્પિટલની કન્સલ્ટન્ટ જનરલ બની. માનવ જાતની વધુ ચિંતા કરવા જતાં પાછલી જિંદગીમાં રીટાનું મેન્ટલ બ્રેકડાઉન થયું. પરંતુ આખરે તેને કવિતામાંથી જીવન મળ્યું.
  કવિતબીબોને વિનંતી કે તેમના નૉટીસ બૉર્ડપર રોજ એક કવિતા મૂકે

 4. સરસ ,અને અભીનંદન્…
  સમય ને ચોરી ને જે પણ રચના ઓ નુ સર્જન થયુ છે તે તો ઘણુ જ સરસ છે.
  દીલ ને સ્પર્શી જાય છે.
  સાથીદાર સરસ હોય તો ઘણુ બધુ સરસ રીતે સમ્ભાળાઈ જાય ખરુ ને?
  તેમને પણ અભીનંદન..

 5. પ્રેક્ટીસ માંથી સમય નીકાળવો ખરેખર અઘરો પડૅ પણ શોખ કોને કહેવાય?
  અભીનંદન્ ડૉ.સાહેબ….

 6. વ્યસ્તતા વચ્ચે સાતત્યપૂર્ણ રીતે કવિતાઓ લખવી, (ધવલ સાથે) લયસ્તરો બ્લૉગ સંભાળવો અને હૃદયપૂર્વક અનેક બ્લૉગની મુલાકાતો લઈ પ્રતિભાવો આપવા એ બધુ આ કવિ-ડોકટર મેનેજ કરી શકે છે, અને આ સાનંદ આશ્ચર્યનું રાઝ પણ ટાઈમ મેનેજમેન્ટના સમુચિત ઉપયોગથી ખોલી આપે છે. કહે છે – ‘સમય મળતો નથી કઢવો પડે છે’. સાચે જ, મન હોય તો માળવે જવાય એ આમ ચરિતાર્થ થાય!

 7. સરસ ,અને અભીનંદન્…
  દીલ ને સ્પર્શી જાય છે.
  તેમને પણ અભીનંદન..

 8. વિવેકભાઈ,
  તબીબ જો કવિ હોય તો લાગણીશીલતા એને અત્યારના માત્ર નોટો છાપતા મશીનસુધી સિમિત થતો અટકાવે અને જો કવિ તબીબ થઈને કવિતા લખે તો,દવા અને દર્દ બન્નેની વચ્ચેની ખૂટતી કડીને સાંકળતો જાય…..!
  -અસ્તુ.

 9. ખરેખરે સમય મળે નહી તો ચોરવો પડે એ વાત સાચી છે. તમને અભીનંદન..

 10. ત્રણેય ડોક્ટર કવિ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!
  મૃણાલિનીબેનનું નોટિસ-બોર્ડ પર કવિતા મૂકવાનું સૂચન અમલમાં મૂકવા જેવું છે.
  સુધીર પટેલ.

 11. દવા અને કવિતાનુ અનોખુ સંગમ એટલે ડૉ. વિવેક ટેલર.

  સર, કદાચ તમારી કવિતાની નીચે તમારા નામમાં surname ખોટી લખેલી છે.
  આમ પણ્ નામમાં શુ રાખેલુ છે.

  પ્રતિક મોર

 12. અભિનંદન વિવેકભાઇ રઇશભાઇ અને દિલીપભાઇને…

  વિવેકભાઇ, તમારી ગઝલો હવે સ્થાપિત થઇ ચૂકી છે. એ જગજાહેર છે. ખર્ખર ખૂબ સુન્દર હોય છે. ખાસ તો દરેક વખતે કંઇક નવો ભાવ અનુભવવા મળે છે. ચીલાચાલુ વાતોને બદલે. જે સૌથી વધારે ગમે છે. અખંડઆનંદની ગઝલ પણ ગમી.
  ખૂબ ખૂબ અભિનંદન

 13. સાચું ક હું ત મે સ મ ય ને સ મ ય સ ર સા ચ વી લી ધો છે……………..

 14. सह-व्यावसायिकने बिरदावाता जोईने छाती गजगज फूली जाय छे. तबीबनी संवेदनाओने सशक्त भाषाभिव्यक्तिनो साथ मळे त्यारे आवुं सुखद सुन्दर साहित्य सर्जाय. गिरा गुर्जरीने आवा अनेक तबीबो लाभो!

 15. હુ ગુજરાતિ ભાશા મા હજુ નવો છુ . એટલે પા પા પગલા કરુ

 16. ડોકટર ને દર્દની સારી ઓળખાણ હોય છે કદાચ ગઝલ પણ ઍક જાતનું દર્દ છે ને???

Comments are closed.