એક ઘેરો રંગ છે મારી ભીતર

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું કદી શીખ્યા નહીં,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

લોહીમાં સૂરજ કદી ઉગ્યા નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.

ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયના સૌ દંગ છે મારી ભીતર.

બેઉ પક્ષે હું જ ઘાયલ, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.

શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

– વિવેક મનહર ટેલર

અડબંગ= મરજી મુજબ ચાલનારું, જક્કી, હઠીલું.
અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
કાફિયા= ગઝલમાં ‘રંગ’, ‘સત્સંગ’, ‘જંગ’ જેવા સમાન પ્રાસી શબ્દો મત્લાની બંને પંક્તિના અંતે તથા ત્યારબાદ દરેક શેરની બીજી પંક્તિના અંતમાં આવે છે જેને “કાફિયા’ કહે છે.

34 thoughts on “એક ઘેરો રંગ છે મારી ભીતર

  1. ભીંજવી દઉ તને કરી દઉ તરબતર,
    આજે ઉઠયો કોઈ એવો તરંગ છે મારી ભીતર.

    કાંઈક અમસ્તા જ સ્ફુર્યુ એ લખી રહી છુ

    બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
    મન-હૃદયની સંગ છે મારી ભીતર!

    શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
    તું નથી એજ જંગ છે મારી ભીતર.

    આ બંને શેર ખુબ ગમ્યા પરંતુ
    અક્ષૌહિણી આ શબ્દનો અર્થ સમજાવી શકશો

  2. મરણતોલ ઘવાયો પ્રેમયુધ્ધમાં
    કપાયેલ પતંગ છે મારી ભીતર

    કે પછી

    આજથી કરી તને બીજાને હવાલે
    અનેરો ઉમંગ છે મારી ભીતર

  3. ghazal is as usual superb…..

    Its very good if u write meanings of poetic words not in this but all ghazals..

  4. man to thay chhe gujarati ma j lakhu mara pratibhav/ pan computer no curfew chhe/ketlo pragatisheel ane chhatan ketlo majboor chhe manav?
    dear doctor, tame deh ni jem shabda na pan doctor chho em lage chhe. SWAS NASHWAR, THAI GAYA ISHWAR HAVE…SHABDA NO SATSANG CHHE MARI BHITAR jevi panktiyo saras chhe. Tanari jem shabdo ne lohivato apu to maru pan kholiyu j rahe em chhe.tame Surat chho etle bahi dur nathi e saru chhe.

  5. શબ્દ,ગઝલ,મારી ભીતર ……saying u’r love for words.

    Very Touchy Creation !!!
    But, Many questions arising in mind

    શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
    તું નથી એજ જંગ છે મારી ભીતર.

    But Vivekbhai જંગ to khelai gayo che ભીતર ma.. eno koi vikalap..?
    Shu Ene atakavi sakay..?
    karan ke જંગ bane pakshe bathu j khatam kari nakhe che.શબ્દ shu kayam સત્સંગ api sakashe? jo hu j khatam tai jaish to શબ્દ nu shu?

  6. પ્રિય નેહા,

    આ ફોટોગ્રાફ મારી જીવન-સંગિની વૈશાલીનો છે અને ઘણાં વર્ષો પહેલાં મેં જ પાડ્યો હતો. મારી કોશિશ રહે છે કે અહીં હું મારા પાડેલા ફોટોગ્રાફ જ પોસ્ટ કરું. ફક્ત એકવાર સોમનાથ મહાદેવનો ધવલે પાડેલો ફોટો મૂક્યો હતો.

    આપની વાત સાચી છે કે યુદ્ધ બંને પક્ષે નુકશાની જ વહોરે છે. માણસ જો સાહિત્યના અને શબ્દોના શરણે જાય તો યુદ્ધ જરૂર અટકાવી શકાય. મને યુદ્ધ વિશે મારો એક મનગમતો શેર યાદ આવે છે:

    એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
    ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…
    (માધવ રામાનુજ)

    રાધિકા અને વિશાલે મોકલાવેલા શેરો પણ ઘણાં જ સરસ છે. આયાસપૂર્વક લખાયેલી ગઝલ કરતાં અનાયાસે લખાઈ જતી પંક્તિ હકીકતે તો વધુ સુંદર અને ભાવવાહી હોય છે.

    -વિવેક

  7. mananiya Doctor saheb,
    hoon pan surat thi chhuu pan abhyaas mate melbourne ma chhu.tamari ghazal kharekhar sunder ane uundii che. hoon pann gujarati ma comment karava maangu chhu tame janavsho ke tame posting ma gujarati kevi rite lakho chooo..

    Dhruvit.
    dhruvitdesai@gmail.com

  8. really a nice gazal with depth and philosophy of life .
    pratham sher junagdhi khaki mijajno chhe !
    -sanjay pandya

  9. લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
    જો, નિશા અડબંગ છે મારી ભીતર.
    આ શેર બહુ જ ગમ્યો. તમે ડોક્ટર છો એટલે લોહી ની ઉપમા જડી ગઇ !
    લોહીમાં ભલે સુરજ ન ઊગે, તે ગરમ તો હોય છે જ્! ધગધગતું શોણિત્ તો શરીરના ચૈતન્યનો આધાર છે. જ્યારે એ કણે કણ માં આનંદ પ્રગટે ત્યારે અંદર સૂરજ ઊગે.
    માધવ રામાનુજ ની કવિતા
    ‘અંદર તો અજવાળું, અજવાળું ‘
    બહુજ સરસ છે. શુભા જોશીએ બહુ જ ભાવ વાહી રીતે ગાઇ છે.

  10. Manvi nu bhitar ene atalu badhu kem tadpave chhe k pachhi e j ene jivade chhe? Bhitar na maun ne shbdo apava kain atalu saral to nathi j.Koina n hovano jang pan kain etalo saral nathi j k matr shbd chhalkavava matr thi j jiti shkay.Ane chhata aa badhi j bhitar ni vedna ne halvi banave chhe aa “SHABDO”. Kharu ne?

  11. Your explanation of Akshohini should have one correction – the total army in Mahabharat was 18 Akshohini. Krishna probably offered 4 Akshohini to Duryodhan that made 11 Akhohini on Kaurav Side and 7 on Pandav side.

    -Piyush

  12. એટલે જ કોઇ બંધન જેવું લાગ્યું નહીં
    નાગપાશ સમ સંબંધ છે મારી ભીતર.

    આવુ કશુંક સ્ફુરી ગયું તે લખી નાંખ્યું છે….

    મને લાગે તમારી ઘણી બધી આગળની રચનાઓ મારે હજી વાંચવાની બાકી છે… કોઇ મેન્યુ જેવું છે તમારી બધી રચનાઓની લિંક્સનું??

  13. પ્રિય મિત્ર વિવેક,

    હજી પણ છંદમાં તો નહિ જ, પરંતુ સહજ સ્ફૂરેલી એક રચના આજે જ લખી છે… તમારા આ ‘મારી ભીતર’ કાફિયા સાથે… જે તમને સસ્નેહ અર્પણ!!

    અહીં વાંચો…
    http://urmi.wordpress.com/2006/11/13/maari_bhitar/

    સહિયારું સર્જન બ્લોગ પર પણ કાલે આજ વિષય આપ્યો છે… તમારી આ રચનાની લિંક સાથે…

    સસ્નેહ…

  14. બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
    મન-હૃદયની સંગ છે મારી ભીતર!
    ………………………
    ખુબ ગમ્યુ..મન અને હૃદય આમે ક્યારેય સાથે હોતા જ નથી … એક તો હારે જ અને બન્ને વખતે હાર મારીજ મારી

  15. વાહ્…શુ કહુ…….શબ્દો નથી…જિન્દગી ના પાના બહુ સારા લખ્યા તમે તો…..તમારા મા આવા સુન્દર વિચારો ક્યાથી આવતા હશે?????????

  16. ગઝલ વિશે તો કંઈ પણ કહેવા માટે મારો પનો ટૂંકો પડે, એટલું કહી શકું કે – સ્પર્શી!

    બાકી, હોમપેજ પર ગઝલ પહેલાં જે તસવીર મૂકી છે, પદમડુંગરીની, એને આપેલું શીર્ષક ‘રમ્યઘોષા’ વાંચતાંવેંત જાણે ખળખળ વહેતી નદીના કિનારે પહોંચી ગયા હોઈએ એવી લાગણી થઈ આવી. રોજિંદી ઘટમાળથી ડીટેચ થઈને વર્તમાન ક્ષણ સાથે, આસપાસના વાતાવરણ સાથે પૂરેપૂરા કનેક્ટ થવાની જેને આવડત હોય એને જ કદાચ આવો શબ્દ સૂઝે.

    વહેતી નદી હવે સહેલાઈથી જોવા નથી મળતી એનો મને હંમેશા અફસોસ રહે છે, તમારી તસવીરો અને આવાં શીર્ષક અફસોસની ઇન્ટેન્સિટી ઘટાડે છે… થેંક્યુ!

  17. Pingback: શબ્દો છે શ્વાસ મારા · રંગ

  18. શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
    તું નથી એજ જંગ છે મારી ભીતર.

    wah..Wah…!

  19. સ્વ.રાવજી યાદ આવ્યા !”મારી આઁખે કઁકુના સૂરજ આથમ્યા”!

  20. મને મારી પદમડુંગરીની મુલાકાત યાદ આવી ગઈ. આખી ગઝલ ‘ભીતર’ની ઝાંખી કરાવી ગઈ.
    ‘અડબંગ’નો ઉપયોગ નવીન.

  21. ખૂબ ગમી આખી ગઝલ…છંદ સાથે તો મારો મનમેળ હજુ થયો નથી. પરંતુ ભાવ અને સંવેદન સાથેનો નાતો તો અતૂટ જ .
    સુંદર ફોટોગ્રાફે સંવેદન અને સૌન્દર્યનો સંગમ સાધ્યો. અભિન્ંદન..વિવેકભાઇ..

  22. લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
    જો, નિશા અડબંગ છે મારી ભીતર.

    ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
    આયનાઓ દંગ છે મારી ભીતર.

    આ બંને પંક્તિઓનો ઉપયોગ મારા લખાણમાં કયારેક જરૂર થશે..કરી શકુંને ?
    અલબત્ત તમારા નામ સાથે જ..એ લખવાની જરૂર ખરી કે ? સામાન્ય રીતે મને પદ્યના સાથ વિના ગદ્ય લખવાની મજા નથી આવતી. કશું અધૂરુ લાગે.

  23. Very fine ur Gazal.

    But how can we put our gazal on this wbsite?
    Is it possible 4 u?
    Give me answer.

    I like gujarati language so much.

    Very Best……………………….
    Jalpu

  24. Pingback: એક ઘેરો રંગ છે મારી ભીતર - ડૉ. વિવેક ટેલર | રણકાર

  25. ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
    આયના સૌ દંગ છે મારી ભીતર.
    …………..

Leave a Reply to Shah Pravinchandra Kasturchand Cancel reply

Your email address will not be published. Required fields are marked *