मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ)

PB093327
(આખરી ઉજાસ…            ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*

થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।

રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।

આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’

જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।

હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)

*
PB053010
(કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી…              …એટલાન્ટા, અમેરિકા, ૦૫-૧૧-૦૯)

25 thoughts on “मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ)

  1. wow so nice but i have one question……. agar mai apne app se gabhara jata hu to kya karana chahiye?

  2. મને તો ‘અમારા દેશ’માં લખેલી આ ફોટોગ્રાફીક-કવિતાઓ જરા વધારે ગમી હોં ડૉક્ટર ! 😀

  3. સ ………………………….. રસ
    ફોટા અને રચના
    આ ગીતતો અમે ખૂબ ગાતા
    मैं अपने आप से घबरा गया हूँ
    मुझे ऐ ज़िंदगी दीवाना कर दे

    कहाँ से ये फ़रेब\-ए\-आरज़ू मुझको कहाँ लाया
    जिसे मैं पूजता था आज तक निकला वो इक साया
    ख़ता दिल की है मैं शरमा गया हूँ
    मैं अपने आप से …

    बड़े ही शौक़ से इक ख़्वाब में खोया हुआ था मैं
    अजब मस्ती भरी इक नींद में सोया हुआ था मैं
    खुली जब आँख तो थरर्आ गया हूँ
    मैं अपने आप से …

  4. આ જીવન આમ તો શી રીતે વીતે ?
    સમય પણ જાય થોભી આ કહીને

    સરસ

  5. સરસ કવિતા હંમેશની માફક, સરસ પ્રયોગ, ગમ્યો

    ગભરા ? (ગુજરાતી)
    घबरा (हिन्दी)

  6. Many things has been said about being assertive, confident……but, some times it’s quite natural to have questions like this poem isn’t it? Nicely put in to words.

  7. જીવનની એ જ કરૂણા છે. માણસ પોતા પાસે અને પોતાનાઓના કારણે જ હારી જાય છે.

  8. પ્રિય વિવેકભાઈ,

    ધન્યવાદ !

    થવું નારાજ તારાથી શી રીતે ?
    હું જાણું છું, તું મારી જિંદગી છે,
    मैं अपने आप से घबरा गया हूँ ।

    ઊમેરું ?

    નથી જમાનાની પરવા આ દિલને,
    કરશે શું જમાનો કરી કરીને !
    मैं अपने आप से घबरा गया हूँ ।

  9. સરસ ત્રિપદી ગઝલ, નવો વિચાર ખરેખર ગમી જાય એવો છે જ, ભવિષ્યમા ઘણી રચનાઓ માટે અપેક્ષા રાખી શકીએ, ડો.વિવેક્ભાઈ…….. આભાર…

Leave a Reply to mita Cancel reply

Your email address will not be published. Required fields are marked *