૧૨ – ૧૨ દિન યે આયે…

૧૨ – ૧૨ દિન યે આયે… બાર-બાર દિલ યે ગાયે…

૨૫૦૦-૨૬૦૦ વર્ષ પહેલાં લાઓ ત્ઝુએ સાચું જ કહ્યું હતું, ‘a journey of a thousand miles begins with a single step’ (હજાર માઇલોની મુસાફરી એક પગલાંથી શરૂ થાય છે.) બાર વર્ષ પહેલાં ધવલ શાહની મદદથી ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ શરૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… એક-એક પગલાં ભરતાં ભરતાં આજે વિશ્વાસ નથી બેસાતો કે બા-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં… બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી અન્ય સેંકડો વેબસાઇટ્સની જેમ મારી સાઇટ પણ નિષ્ક્રિય કે મૃત ન થઈ જાય એની તકેદારી રાખવામાં મારી અંદરના કવિનું સતત સંમાર્જન થતું રહ્યું… વેબસાઇટની એક-એક પોસ્ટની સાથોસાથ મેં સતત મારો વિકાસ થતો અનુભવ્યો છે… અને આ વિકાસ શક્ય જ નહોતો, જો મિત્રો પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવીને વેબસાઇટની મુલાકાત ન લેતા હોત…

દિવસે દિવસે દેડકાના પેટની જેમ ફૂલી રહેલ સોશ્યલ મિડિયાઝની સામે વેબસાઇટ્સ કેટલો સમય ટકશે એ તો ખબર નથી પણ હા, એક વાત નિશ્ચિત છે… સોશ્યલ મિડિયાઝ ગમે એટલાં લોકપ્રિય કેમ ન હોય, એ પાણીના પરપોટા છે… ક્ષણજીવી છે… સોશ્યલ મિડિયાઝ પર મૂકાતી રચનાઓ અને એના પર મિત્રોદ્વારા અપાતા પ્રતિભાવો – આ બધું જ અલ્પજીવી છે. વેબસાઇટ પર મૂકાતી રચનાઓ અને વાચકોના પ્રતિભાવો – આ બધું જ ચિરંજીવી છે…

મિત્રોના પાવન સ્નેહપગલાં આ વેબસાઇટ પર પડતાં રહેશે ત્યાં સુધી તો આ યાત્રા નહીં જ અટકે… દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અચૂક મળતા રહીશું… આપ પણ યાદ રાખીને દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

૧૨ વર્ષ…
૫૭૦ જેટલી પૉસ્ટ્સ…
૧૩૦૦૦થી વધુ પ્રતિભાવો…

આભાર, દોસ્તો!

આપનો સહૃદયી,
વિવેક

45 thoughts on “૧૨ – ૧૨ દિન યે આયે…

  1. આપની અવિરત કાવ્યસફરના અભિનંદન્ અને નૂતન વર્ષની શુભકામના.

  2. અભિનંદન ડો. વિવેકભાઈ, આપને ખુબ ખુબ અભિનંદન, અનેક વરસો સુધી આપની ગઝલ યાત્રા અવિરત બની રહો એવી શુભ કામનાઓ……આપની સાથે સહપ્રવાસી બની રહ્યાનો આનંદ અમને પણ અનેરો જ …….આપનો આભાર …….

  3. મિત્ર વિવેક,

    વિકાસ તો મારા જેવા વાચકોનો અહીં વાંચીને સતત થતો રહ્યો છે.
    જે રીતે ૧૨ વર્ષથી સતત નિતનવા કાવ્ય પ્રકારો પર પ્રયોગ કરી સર્જન કર્યું છે એ જ રીતે આગળ કાવ્ય કર્મ કરતો રહે એવી શુભ કાવ્યમય ભાવના!

  4. ખૂબ ખૂબ અભિનંદન… મૌલિક અભિવ્યક્તિ ની આ સફર અવિરત ચાલુ રહે અને અમને-વાચકોને રસપ્રદ સામગ્રી વાંચવા મળતી રહે એવી અનેક શુભેચ્છા

  5. અવિરત ચાલતી આ યાત્રાના સહપ્રવાસી હોવાના આનંદ સાથે આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…💐💐💐💐

  6. અભિનંદન … અભિનંદન…
    આપ આજ રીતે ગુજરાતી ભાષાની સેવા કરતા રહો…
    શુભેચ્છાઓ….

  7. Congratulations.

    You have given a lot to Gujaratis, in Gujarati. I can now see the depth in our Garvi Gujarati Bhasha.

    12 12 Din Ye Aye – A N D Tu Jiye Hajaro Saal.

    Thanks.

  8. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! કાવ્ય -યાત્રા અવિરત રહે, ઉર્ધ્વગામી બની રહે અને સહ વિકાસ ના નવા આયામો સર કરતી રહે!
    નેહલ

  9. વિવેકભાઈ , ખુબ ખુબ અભિનંદન .. ! આ જ્ઞાન યજ્ઞ અવિરત ચાલે તેવી મંશા ..

  10. આપનો આ સ્વરચિત કાવ્યોનો આસ્વાદ કરાવતા બ્લોગ નો વિચાર અને એને ૧૨ – ૧૨ વર્ષો સુધી ચાલુ રાખવાનો ઉદ્યમ સાચેજ ઘણોજ આદરણીય છે. તમે સાચુંજ લખ્યું છે કે ” સોશ્યલ મિડિયાઝ ગમે એટલાં લોકપ્રિય કેમ ન હોય, એ પાણીના પરપોટા છે… ક્ષણજીવી છે… સોશ્યલ મિડિયાઝ પર મૂકાતી રચનાઓ અને એના પર મિત્રોદ્વારા અપાતા પ્રતિભાવો – આ બધું જ અલ્પજીવી છે. વેબસાઇટ પર મૂકાતી રચનાઓ અને વાચકોના પ્રતિભાવો – આ બધું જ ચિરંજીવી છે…” આ બ્લોગ ફાલે ફૂલે અને દીર્ધાયુ થાય એવી શુભ કામનાઓ.

  11. ખૂબ ખૂબ અભિનંદન!!! સાહિત્ય ની આ સફર અવિરત ચાલતી રહે!!!

  12. નમેસ્તે / અમો તમઅરિ સાથે જ ચ્હિયે.
    કેીપ ઇત ઉપ્/ ઓલ્લ થેઇ બેસ્ત .

  13. હાર્દિક અભિનંદન,
    સોશ્યલ મિડિયાની આંધીમાં આપના સ્વરચિત ઉમદા કાવ્યો સદાબહાર છે, રહેશે !
    આપની કવિતાઓ, ગઝલ, ગીતમાં જે નાવિન્ય, ધબકાર અને ઊર્મિ હોય છે જે સીધી દિલ પર અસર કરે.
    સાચું કહું તો આપની મીઠી ઇર્ષા ય થાય છે, કે સાલું આવું લખતા કેમ નથી આવડતું?
    આપણા રઈશભાઈ મનિયારની માફક એક સરસ નવલકથા આપો એવી આ ઘડીએ વિનંતિ કરું છું.
    ફરી આપને હાર્દિક અભિનંદન, અને હા, આપ સાથે જે ફોટાઓ રજૂ કરતા આવ્યા છો એ પણ બેમિસાલ હોય છે.

  14. હાર્દિક, અભિનન્દન,
    ભગવાન તમોને આ સફર કાયમ ચાલુ રાખવા સહાય કરે તેવિ પ્રાથના,

Leave a Reply to Dr.Vikas Desai Cancel reply

Your email address will not be published. Required fields are marked *