આપણી વચ્ચે… (તસ્બી ગઝલ)

(આપણી વચ્ચે….                                                   …રેડ બીલ્ડ બ્લુ મેગ્પાઇ, ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
જે હતી ક્યારેક એ સમજણ નથી.

આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
હું નથી એ જણ, તું પણ એ જણ નથી.

આપણી ચાદરના ખિસ્સામાં હવે
સળવળે સળ દેવા એવી ક્ષણ નથી.

આપણાં ઘડિયાળ પાસે એકપણ
નોખા ટાઇમઝોનનાં કારણ નથી.

આપણે અહીંથી હવે થઈએ અલગ,
આપણી પાસે હવે કંઈ પણ નથી.

– વિવેક મનહર ટેલર
(૨૨-૧૧-૨૦૧૭)


(ઇતિ-હાસ…..                                                         …પરિસર,હુમાયુ મકબરા, દિલ્હી, ૨૦૧૭)

 1. Dhimmar Diven’s avatar

  દરેક શેર બઉં ધારદાર…

  Reply

 2. algotar ratnesh’s avatar

  વાહ

  Reply

 3. Poonam’s avatar

  આપણી વચ્ચે હવે કંઈ પણ નથી,
  જે હતી ક્યારેક એ સમજણ નથી…
  Waah ! Avakhas…

  Reply

 4. Bharati gada’s avatar

  ગાઢ પ્રેમ ભર્યા સંબંધ હતા હવે સંબંધ માં દુરી થતી જાયછે એ વ્યથાને ,સંવેદના ને દરેક શેર માંસુંદર રીતે વર્ણવી છે.

  Reply

 5. Rina’s avatar

  Waaaaaaahhhh

  Reply

 6. Dharmendra Kadiwala’s avatar

  Wonderful

  Reply

 7. Aasifkhan’s avatar

  वाह
  अच्छा है

  Reply

 8. R.J. Aarti saiya Hiranshi’s avatar

  Wahhh….hati kyarek e samjan nathi

  Reply

 9. Valibhai Musa’s avatar

  આપણી વચ્ચે શું એવું થઈ ગયું?
  હું નથી એ જણ, તું પણ એ જણ નથી. Superb!

  Reply

 10. Qasim Abbas’s avatar

  હ્રદયની વ્યથા શબ્દો માં – બહુજ સરસ !

  હ્રદય માં ભર્યા હતા ઢગલા ઉમંગો,
  અત્યારે તેમાં ઍક પણ કણ નથી.

  કાસીમ અબ્બાસ
  કેનેડા

  Reply

 11. Pradip Brahmbhatt’s avatar

  શ્રી વિવેકભાઈ,
  જય જલારામ.આપની રચના ઘણી સુંદર છે.તે લઈને ક્યારે હ્યુસ્ટન આવો છો.ફરી મળવા માટે
  પ્રેમથી પધારો.ગુજરાતી કલમપ્રેમીઓ તમારી રાહ જુએ છે.

  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓના જય શ્રી કૃષ્ણ.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *