એ જ સડુ જિંદગી હતી

(ચકળવકળ….       ઇન્ડિયન પેરેડાઇઝ ફ્લાયકેચર, કોર્બેટ, 2017)

*

નોખું જ કૈંક પ્રાપ્ત થશે, બાતમી હતી,
જીવતાં જણાયું એ જ સડુ જિંદગી હતી.

તારી કે મારી, કોની હતી? અન્યની હતી?
એ તક જે ભરબજારમાં રસ્તે પડી હતી.

ઝૂકું તો તેજ ભાગી શકાશે એ યોજના
લોકોની દૃષ્ટિએ ભલે શરણાગતિ હતી.

બીજાની માલિકીની ભલે કહી બધાએ પણ
છે કોણ જેને કરવી પરત જિંદગી હતી?

દુનિયાના કાળા કામની સામે મેં જે ક્ષણે
આંખો મીંચી કે ચારેતરફ રોશની હતી.

બસ, એટલો સમય હું બીજાથી અલગ પડ્યો-
કાગળ, કલમ ને શબ્દની જે જે ઘડી હતી

– વિવેક મનહર ટેલર
(૨૮-૨૯/૧૦/૨૦૧૭)


(અમૃતપાન….                                            ….ઓરિએન્ટલ વ્હાઇટ આઈ, કોર્બેટ, 2017)

 

14 thoughts on “એ જ સડુ જિંદગી હતી

 1. કાગળ કલમને શબ્દની જે જે ઘડી હતી વાહહહહહહહ

 2. આંખો મીંચી કે ચારેતરફ…. વાહ

 3. સરસ્,સરસ,સરસ…… અભિનદન અને આભાર……

 4. દુનિયાના કાળા કામની સામે મેં જે ક્ષણે
  આંખો મીંચી કે ચારેતરફ રોશની હતી…
  mast…

 5. દુનિયાના કાળા કામની સામે મેં જે ક્ષણે
  આંખો મીંચી કે ચારેતરફ રોશની હતી…

  આભાર

Comments are closed.