અશોકી થઈ ગઈ…

P5168477
(એકચિત્ત….                                         …કાચિંડો, સાપુતારા, ૧૬ મે, ૦૯)

*

સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં ગુજારાયેલ અમાનુષી અત્યાચાર સામે શબ્દ શું કરે ? સંવેદના શું કરે ? વીસ વર્ષ પહેલાં કોઈક વેદનાસિક્ત સંજોગોમાં લખેલ એક શેર આજે આ બાળકીને અર્પણ…

*

દિલે છોડ્યું ધબકવાનું તમારા ઘા પછી,
કલિંગાઈને પીડા પણ અશોકી થઈ ગઈ !

-વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)

 1. krishna’s avatar

  ખરેખર તો એ લોકો ને હજું સુધી સરકાર ફક્ત તપાસ નાં બહાનાં હેઠળ બેસાડી રાખતી હોય એમ લાગે છે..બસ હવે તો દરેક નાગરીકે જાગવાં ની જરૂર છે..

  Reply

 2. sharad m sheth’s avatar

  અશોકિ થૈ —- તેનો અર્થ શુ ?

  Reply

 3. મીના છેડા’s avatar

  …………

  Reply

 4. pragnaju’s avatar

  કલિંગાઈને પીડા પણ અશોકી થઈ ગઈ
  અશોકી થવા કલીંગની લડાઈ લધવી પડે?
  ફરી ફરી ફરી ફરી ફરી ફરી

  Reply

 5. મીના છેડા’s avatar

  …………..

  Reply

 6. PRAFUL THAR’s avatar

  Dear Dr.Vivekji
  I have no words for the incident.
  Praful Thar

  Reply

 7. paresh balar  johnson & johnson ltd’s avatar

  pida ni vedna na aa sabdo anmol che sir ji……

  Reply

 8. Dr Nishith Dhruv’s avatar

  કલિઙ્ગના યુદ્ધ પછી અશોકને પીડા થઈ અને એણે હિંસાનો ત્યાગ કર્યો. આ શેરમાં અસહાયતાનો ચિતાર છે. આવા પ્રસઙ્ગથી જે પારાવાર વ્યથા થાય છે એનાથી શસ્ત્રો હેઠા મૂકવાની મનઃસ્થિતિ નિર્માય છે. આ અત્યાચારનો ભોગ થયેલને માટે આ અહિંસાની અશોકી સ્થિતિ સમજી શકાય. પણ મને, તમને, આપણા સમાજને માટે આવી અશોકી મનઃસ્થિતિ ચાલશે?

  Reply

 9. bena’s avatar

  આજ ના આ કલિયુગ મા નારિએ કરાતે નિ તાલિમ લેવાનિ જરુરત જનાય.

  Reply

 10. Harnish Jani’s avatar

  દિકરીના બાપ તરિકે મને શોક કરતાં ગુસ્સો વધુ થાય છે- જો એ લોકોને ગોળી મારવાની હોય તો પહેલું નામ મારું હોય.
  નિશીથકુમાર- “અશોકી” સ્મજાવવા બદલ .આભાર.

  Reply

 11. પંચમ શુક્લ’s avatar

  તમારો ભાવોદ્રેક, ડો. નિશીથ ધ્રુવની જાગૃતિ અને હરનિશભાઈનો પુણ્યપ્રકોપ બધું જાણે એમ ચૂચવે છે કે….

  ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
  ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !

  (સુંદરમ)

  http://layastaro.com/?p=1102

  Reply

 12. sudhir patel’s avatar

  આ કૃત્ય બદલ બેહદ આક્રોશ!
  જીવન પોતે એક કલિંગનું યુધ્ધ છે અને એ સૌએ લડવું પડે છે, પછી જ અશોકી સ્થિતિને પામી શકાય છે!
  સુંદર શે’ર પરંતુ અસહ્ય વેદના!
  સુધીર પટેલ.

  Reply

 13. Pinki’s avatar

  …. શૂન્યમનસ્ક .. આઘાતમાંથી બહાર અવાય તો આગળ વિચાર આવે !!

  શેર તો લયસ્તરો પર વાંચેલો ત્યારે જ ગમી ગયેલો.

  Reply

 14. Harshad Joshi’s avatar

  Bhai Vivek

  be Dikrio no bap ane be pautrio no dado chhun.

  Kalpi nathi e hevaniat ne je Surat ma thai.

  Asahya Vedna, Mungi chiss ane Bhini aankho chhe.

  Harshad

  Reply

 15. Chetan Framewala’s avatar

  !!!!!!!!!!!!!!!!!!!!!!!!

  Reply

 16. વિવેક’s avatar

  આ શેર વિશે થોડું સ્પષ્ટીકરણ કરવા ઇચ્છું છું :

  ચક્રવર્તી બનવાની લાહ્યમાં એક પછી એક યુદ્ધમાં મચી પડેલ અશોક કલિંગના યુદ્ધ પછીનો વિનાશ જોઈ હચમચી જાય છે. ચક્રવર્તી સમ્રાટ બન્યા પછી જે આનંદ થવો જોઈએ એ કેમ નથી થતો એનું આશ્ચર્ય એને અકળાવે છે અને નિષ્કિંચક પરિવ્રાજક બૌદ્ધ સાધુઓના ચહેરા પરની અલૌકિક શાતા એને પરેશાન કરે છે… આ આંતરિક ઘમાસાણમાંથી જે અશોકનો જન્મ થાય છે એ અહિંસાના માર્ગે વળે છે પણ એ કાયર નહોતો. બીજા રાજાઓને એણે પોતાના રાજ્યની સીમામાં ભેલાણ કરવા દીધું નહોતું. યુદ્ધનો માર્ગ છોડીને પણ એ વધુ બળવાન થયો… કહું તો સાચા અર્થમાં બળવાન થયો… ચક્રવર્તી થયો… પીડા જ્યારે કલિંગાય છે, ત્યારે એ અશોકી બને છે!!

  આ શેર તો વીસ વર્ષ પૂર્વે લખાયો હતો… આજે આ શૂરવીર બાળકીને એ કેમ અર્પણ કર્યો? શું હું અહિંસાનો કે ગુનેગારોને માફી બક્ષવાનો રસ્તો ચીંધું છું? ના.. ના.. અને ના જ…

  બનાવ બન્યો એના બીજા જ દિવસે પોલિસ કમિશ્નરની ઓફિસ પર અમે હલ્લો લઈ ગયા હતા અને ત્યાં કમિશ્નરે એ બાળકી અને આ ગુનાના સંદર્ભમાં જે શરમજનક અને બિનજવાબદાર ઉચ્ચારણો ટીવી પર કર્યા હતા એનો મજબૂત જવાબ અમે માંગ્યો. વાત થોડી વનસી અને હું ફરજ છોડીને ભાગી ગયેલ કમિશ્નર હીજડો છે એવું જાહેરમાં મોટેથી બોલ્યો ત્યારે એકસામટા ત્રણ ત્રણ પોલિસકર્મીઓ મારા પર લાકડી લઈને ધસી આવ્યા… નિમિષમાત્રમાં સુધ મેળવીને મેં વાપરેલી સમયસૂચક્તાના કારણે હું માર ખાવામાંથી બચી ગયો…. ત્રણ સ્થાનિક ટીવી ચેનલવાળા મારો ઇન્ટરવ્યુ લઈ ગયા.. ટાઈમ્સ ઑફ ઇંડિયામાં ગ્રુપ ઑફ ડોક્ટર્સના રિમાર્ક સાથે મારો ફોટો પણ છપાયો… કમિશ્નરની રાતોરાત બદલી થઈ ગઈ… પણ મારો આક્રોશ હજી એ જ છે…

  આ ગુનેગારોને માફી આપવાનો કોઈ પ્રશ્ન જ નથી…

  પણ શું આ ગુનો પહેલો છે ? અને શું આ ગુનો આખરી છે ?

  તાજા અહેવાલ સૂચવે છે કે આ ત્રણ નરાધમોએ અગાઉ આઠથી નવ છોકરીઓની જિંદગી આજ રીતે પીંખી નાંખી છે. અને સુરતમાં આવી દસથી પણ વધુ ગેંગ-રેપ કરનારી ટોળકીઓ અસ્તિત્વમાં છે… કોને કોને ગોળીએ દઈશું?

  આ શેર આ બાળકીને એટલા માટે અર્પણ કરું છું કે એણે જે હિંમત બતાવી છે એ ન ભૂતો ન ભવિષ્યતિ છે… અને સમાજને સાફ કરવો હોય તો પાપીઓને નહીં, પાપને ખતમ કરવું પડશે…

  હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગતના,
  લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી!!

  Reply

 17. Pragna’s avatar

  ગુસ્સો આવે છે આપણા કાનૂન પર
  અનેક જીંદગીઓ બરબાદ કરવાની સજા માત્ર ૭ કે ૧૪ વરસની કેદ ??????????
  કે પછી પુરાવા ને અભાવે બાઇજ્જત વરી !!!!!!!!!!!!!!!!

  પ્રજ્ઞા.

  Reply

 18. પંચમ શુક્લ’s avatar

  ” બનાવ બન્યો એના બીજા જ દિવસે પોલિસ કમિશ્નરની ઓફિસ પર અમે હલ્લો લઈ ગયા હતા. ”

  તમારી જાગૃતિ અને હિંમતને સલામ ! નર્મદની છાતીને ટાઢક વળતી હશે.

  Reply

 19. Suresh Jani’s avatar

  તમારી જાગરૂકતા માટે અભિનંદન.
  કલિંગાઈને પીડા પણ અશોકી થઈ ગઈ

  આ પ્રયોગની કલ્પનાશીલતા અને વિચારશીલતા ગમ્યાં.

  Reply

 20. Dr Nishith Dhruv’s avatar

  अशोकी पीडानो आ विवेके समजावेलो अर्थ हुं जे समज्यो तेना करतां अलग छे. छतां मने लागे छे के अशोके अहिंसा ग्रही, पण आवा प्रसङ्गे आपणने अहिंसक रहेवुं कदाच न पालवे. पापीने हणीए नहि, पण शिक्षा तो अवशय थवी जोईए. अ-शोकी एटले के शोक न होय एवी स्थिति – ए अर्थ पण घटावी शकाय. थयुं ते बदल शोक नथी, रोष छे. कविनो पोतानो अर्थ एने अमुक शब्दोनी गूंथणी करी आपे छे – ए ज शब्दोनुं अर्थघटन अलग अलग दृष्टिकोणथी कराय तो अनेक अर्थो ते-ते दृष्टिकोणने समर्थक एवा मळी रहे छे. मने आपणा आद्य कविओनुं स्मरण थाय छे जेमणे वेदो अने उपनिषदो रच्यां – अने एमांथी ज द्वैत-अद्वैत-शुद्धाद्वैत-केवलाद्वैत-विशिष्टाद्वैत जेवा अनेक वादो प्रसर्या. एमां ज कविना कवित्वनुं सार्थक्य छे. धन्यवाद, विवेक.

  Reply

 21. sujata’s avatar

  ધ ન્ય ત મા રી જ ને તા ને ધ ન્ય ત મા રો જી વ્
  જી વ્યા સ હૂ ને મા ટૅ ત મૅ ખ રા અ ર્થ માં શિ વ્……………

  Reply

 22. વિવેક’s avatar

  શ્રી નિશીથભાઈ,

  આપની સાચી વાત છે. ભાવક પોતાની રીતે અવશ્ય કવિતાનું અર્થઘટન કરી જ શકે. પણ મારું માનવું છે કે કમ સે કમ આ શેરમાં કલિંગાઈ શબ્દ પાછળ આવતા અશોકી શબ્દ સાથે ‘અશોક’નો સંદર્ભ સાફ કરી આપે છે એટલે અ-શોકીનો સંદર્ભ વપરાયો હોવાનો પ્રશ્ન ઊભો થતો નથી…

  Reply

 23. Dr Nishith Dhruv’s avatar

  अरे, कलिङ्गना युद्ध पछीस्तो अशोक अ-शोक थयो – जेना बधा शोक नष्ट थया होय तेवो – सुशान्त – दयावान!

  Reply

 24. વિવેક’s avatar

  આય સાચું… ખેર… કવિતા પર લખાઈ ગયા પછી કવિ કરતાં વિશેષ ભાવકનો જ અધિકાર હોય છે…

  Reply

 25. dr.rajesh prajapati’s avatar

  શુ એમને ફાંસી ના આપી શકીએ?
  એ પણ જાહેર માં….

  Reply

 26. Pinki’s avatar

  નિશીથભાઈની વાત સાચી અને યોગ્ય લાગે …..

  કલિંગાઈ જાય મન એટલે કે આટઆટલા ઘા પછી
  મન અશોકી થઈ જ જાય ને એટલે કે અ-શોકી
  અને તો જ બુદ્ધં શરણં ગચ્છામિ

  Reply

 27. indravadan gvyas’s avatar

  એક નિવ્રુત્ત પોલિસ અધિકારી હોવાને નાતે કહુ છું કે આ બનાવ ખુબ શરમજનક છે અને પોલીસઅધીકારીની બેજવાબદાર વાતો અક્ષમ્ય છે.શાબાશ વિવેકજી,આવી જાગરુકતા બદલ.

  Reply

 28. GUJARATI’s avatar

  aapade tya kanoon nu amaj che

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *