દેવા ! દેવા !

(પર્વતનું આંસુ…..                                                                                    …નૈનિતાલ, ૨૦૧૭)

*

ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?

ન વિચારી શકું કશું આગળ,
તારો અહેસાસ જાનલેવા છે.

આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?

ફક્ત ફિલ્માવવાને લંબાવે,
આજ લોકોના હાથ કેવા છે!

એ જ આગળ છે ખોટું કરવામાં
વાતે-વાતે જે ‘દેવા! દેવા!’ છે.

શ્વાસને પ્રાણવાયુ બક્ષે છે,
શબ્દને કંઈ તો લેવાદેવા છે!

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૭)

(બોલ, ડૂબવું છે?…..                                                             ….કાન્હા જંગલ, ઉત્તરાખંડ, ૨૦૧૭)

32 thoughts on “દેવા ! દેવા !

  1. સુંદર રચના!
    આયના ગામના થયા ઘરડા
    ઓરતા તોય જેવાતેવા છે?
    વાહ!

  2. વાહહહહહહ બહોત ખુબ સાહેબ મતલા તમારો જાનલેવા છે

  3. એ જ આગળ છે ખોટું કરવામાં
    વાતે-વાતે જે ‘દેવા! દેવા!’ છે.
    Waah mast ane sachi vat

  4. એ જ આગળ છે ખોટું કરવામાં
    વાતે-વાતે જે ‘દેવા! દેવા!’ છે.
    Waah mast ane sachi vat

  5. “ શ્વાસને પ્રાણવાયુ બક્ષે છે,
    શબ્દને કંઈ તો લેવાદેવા છે! ”
    – વિવેક મનહર ટેલર – ji satya…
    Mast ghazal…

  6. Wowwwww….

    આયના ગામના થયા ઘરડા
    ઓરતા તોય જેવાતેવા છે?

    Superbbb … Mast gazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *