શું કહેવું!

(તેરી ઇક નિગાહકી બાત હૈ….                                           …સિંગાપોર, નવેમ્બર, ૨૦૧૬)

*

આખરીવારની એ મસ્ત નજર, શું કહેવું?
વર્ષો વીત્યાં છતાં વીતી ન અસર, શું કહેવું!

કો’કે મારી જ ગઝલ એને કહી, મારી સમક્ષ
દાદ લીધી, હું રહ્યો દાદ વગર, શું કહેવું!

સ્વપ્નને પગ હતા, પગભર હતાં, પણ કંઈ ન થયું;
રાતની કેવી હતી રાહગુજર, શું કહેવું!

ક્યાંથી ક્યાં વાત ઘડીભરમાં લઈ આવી એ,
હું કહી શક્તો હતો ખૂબ, મગર શું કહેવું!

તું મળી ત્યારે ખબર થઈ શું છે ગ્લૉબલ વૉર્મિંગ?
ફૂલ વિન્ટરમાં અનુભવ્યો સમર, શું કહેવું!

જે દીધું ચારે તરફથી એ દીધું વેતરીને,
જિંદગીએ જરા છોડી ન કસર, શું કહેવું!

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૯-૨૦૧૭)

*


(નજરના જામ છલકાવીને….                                            …સિંગાપોર, નવેમ્બર-૨૦૧૬)

13 thoughts on “શું કહેવું!

  1. જિંદગીએ કશે છોડી ન કસર, શું કહેવું! ખૂબ જ સરસ… સુંદર ગઝલ શુ કહેવું ?

  2. સરસ, સરસ,સરસ………નજરની વાત કવિશ્રી લઈ આવ્યા છે…..અભિનદન…….. અને અમારા સુધી લઈ આવવા બદલ આભાર…..

  3. દુનિયા ની પરવા કર્યા વિના, આવી દિલફેંક અદાથી ગઝલ વિવેક મનહર ટેલર જ લખી શકે. આપની લાગણીઓ ની સચ્ચાઈ કાબિલે તારીફ છે.

  4. વિવેક ભાઈ…
    ખુબ જ સરસ ગઝલ…
    કોકે મારી જ…..અને તું મળી …..શેર પરાણે દાદ મેળવે એવા….
    🥀 ડો.અમિષ 🥀

Leave a Reply to Shreyas trivedi Cancel reply

Your email address will not be published. Required fields are marked *