કેવું રૂડું ઊગ્યું છે પરભાત…

P5158127
(રોમ રોમ ફૂટ્યા ગુલમ્હોર…           …હટગઢ ગામ, સાપુતારા-નાસિક રોડ, ૧૬ મે, ૦૯)

*

શ્વાસના સોયામાં દોર હવાની પ્રોવીને ગૂંથ્યું નામ તારું આખી આખી રાત અને છાતીમાં ઊગી નવી ભાત,
લખ લખ ચોર્યાસી ભાત મહીં જોઉં જ્યાં તારી જ ત્યાં ત્યાં બિછાત, મને ક્યાંયે જડી ન મારી જાત.
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક તારું નામ ત્યારે ડાઘો પૂછે છે મને આમ –
યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ?
ઠામ એ ઠરીને ક્યાંથી થાય જેના ભાગ્યમાં આંસુએ લખ્યો રઝળાટ ?
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

થોરિયામાં થોરાતી જિંદગીમાં આવી તેં અમથી કીધી જ્યાં ટકોર કે રોમ-રોમ ફૂટ્યા ગુલમ્હોર;
લાલ લાલ લાલ રંગ અભરે ભર્યો ને હવે નજરે ચડે ન કશું ઓર તોય ડંખે છે લીલું લીલું થોર,
મોર મારા રુદિયાનો ગહેકી ગહેકીને મારી મોંઘી કરે છે મિરાત.
કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

-વિવેક મનહર ટેલર
(૩૧-૦૫-૨૦૦૯)

*

P5158157

 1. krishna’s avatar

  વાહ પ્રભાત ને ખુબ જ સુંદર રૂપ આપ્યુ છે…

  Reply

 2. kanti Vachhani’s avatar

  ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી…………….

  વાહ વાહ………સુંદર…….

  Reply

 3. Bhavesh Joshi’s avatar

  સુન્દર મઝાની સવાર ને જાણે શબ્દોનો દેહ મલ્યો છે…. ખુબ સુન્દર્….

  Reply

 4. jashvant DESAI’s avatar

  કાવ્ય ગમ્યુ

  Reply

 5. Pancham Shukla’s avatar

  બહુ જ સુંદર ગીત.

  શ્વાસના સોયામાં દોર હવાની પ્રોવીને ગૂંથ્યું નામ તારું આખી આખી રાત અને છાતીમાં ઊગી નવી ભાત,
  લખ લખ ચોર્યાસી ભાત મહીં જોઉં જ્યાં તારી જ ત્યાં ત્યાં બિછાત, મને ક્યાંયે જડી ન મારી જાત.
  કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

  ખટઘડીના પ્રલંબ પ્રભાતી જેવી જ તાજગી અને ચિઁતન.
  અદ્ભૂત ફોટો

  Reply

 6. jayeshupadhyaya’s avatar

  ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક તારું નામ ત્યારે ડાઘો પૂછે છે મને આમ –
  યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ?
  આ વધુ ગમી

  Reply

 7. PRAFUL THAR’s avatar

  ડૉ.શ્રી વિવેકભાઇ,
  વાહ ! તમારા શબ્દો રૂપી શ્ર્વાસના સોયામાં તો જાદુ છે.
  લી.પ્રફુલ ઠાર

  Reply

 8. Dr Nishith Dhruv’s avatar

  मने हम्मेशा लागे छे के काव्यने अनुरूप छायाचित्ननी वरणी पण तमारी विशिष्ट होय छे. पेला लाल गुलमहोर ज छे के टेभां भरतां टेरवेथी फुटी नीकळेलां लोहीनां टशियां? नळियां उपर पथरायेला प्रभातना प्रकाशनी नीचे ज जुओ ने, ओसरता अंधारानुं दृश्य! अने पेलुं चक्र जाणे काव्यना हार्दने ज व्यक्त करे छे – छे मानवी जीवननी घटमाळ एवी, दुःखप्रधान सुख अल्प थकी भरेली. अने छतां विरहाश्रुओ वहावीने पण प्रभातनो आह्लाद माणीने जीवननी धन्यता अनुभववी ए ज तो आखाय तत्त्वज्ञाननो सार छे. विवेक खरेखर सुन्दर भावनानो स्टोरी-टेलर छे अने सुन्दर दृश्योनो फोटोग्राफर. हार्दिक अभिनन्दन.

  Reply

 9. b sohagiya’s avatar

  વાહ વાહ્………………………………….

  Reply

 10. વિવેક’s avatar

  પ્રિય નિશીથભાઈ,

  આને હું આપનો મારા પ્રત્યેનો પ્રેમ જ ગણીશ… હટગઢ ગામનું એ ઘર એટલું સુંદર દેખાતું હતું કે મારે ત્યાં થોભ્યે જ છૂટકો હતો… જે દૃશ્ય આ આંખોએ જોયું છે એ તો કેમેરામાં કદાચ સાંગોપાંગ સમાયું પણ નથી..

  હા, ફોટો પાડતી વખતે છાપરા પરનો તડકો, નીચેનો અંધકાર, ગાડાનું પૈડું અને ગુલમ્હોર – આ બધું ધ્યાનમાં જરૂર હતું…

  સદભાવ બદલ આભાર…

  Reply

 11. Harnish Jani’s avatar

  કોના વખાણ કરવા ચિત્રના કે કાવ્યના? બન્ને સુઁદર છે.

  Reply

 12. DILIP CHEVLI’s avatar

  વિવેકભાઈ ઘણુ સરસ

  Reply

 13. સુનિલ શાહ’s avatar

  સુંદર મઝાનું ગીત..મઝા આવી ગઈ દોસ્ત.

  Reply

 14. mrunalini’s avatar

  થોરિયામાં થોરાતી જિંદગીમાં આવી તેં અમથી કીધી જ્યાં ટકોર કે રોમ-રોમ ફૂટ્યા ગુલમ્હોર;
  લાલ લાલ લાલ રંગ અભરે ભર્યો ને હવે નજરે ચડે ન કશું ઓર તોય ડંખે છે લીલું લીલું થોર,
  મોર મારા રુદિયાનો ગ્હેંકી ગ્હેંકીને મારી મોંઘી કરે છે મિરાત.
  કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત-
  ખૂબ સુંદર
  આમ તો થોરિયામા અને ગુલમહોરમા અહંને લીધે જ સારા નરસાનો ભેદ જણાય છે બાકી થોરના
  ફૂલોની મહેંક માણો તો પરમાનંદમાં ખાર પણ ગમવા લાગે!
  ચેતન, પુદ્ગલ, ગતિસહાયક સ્થિતિસહાયક, આકાશ અને કાળ. આત્માનું પ્રવહન છે.
  તે પ્રવાહમાં જ વહી રહ્યો છ . એ પ્રવાહમાં આ પાંચ તત્ત્વોનું દબાણ આવે છે ને વિશેષભાવ ઊભો થાય છે ને અહમ્ ઉત્પન્ન થાય છે. એના અમલમાં આ ઈગો ઊભો થયો છે.

  Reply

 15. pragnaju’s avatar

  ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક તારું નામ ત્યારે ડાઘો પૂછે છે મને આમ –
  યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ?
  ઠામ એ ઠરીને ક્યાંથી થાય જેના ભાગ્યમાં આંસુએ લખ્યો રઝળપાટ ?

  વિરહની વેદના અને રઝળપાટનૉ દિવ્યાનંદ !

  કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

  ફૉટાનો આનંદ અવર્ણિય…

  Reply

 16. urvashi parekh’s avatar

  હોવુય થઇ ગયુ રળિયાત..
  ટેભા ભરુ ને…
  ખુબ જ સરસ…

  Reply

 17. મન & Dr.Hiteshkumar M.Chauhan’s avatar

  જય શ્રીકૃષ્ણ વિવેકભાઈ,

  આપ મને નથી ઓળખતા પણ મનનો વિશ્વાસના ડો.હિતેશ ચૌહાણ ને જાણતા હશો હું છું મન તેમની ખાસ મિત્ર.
  તેઓ વ્યસ્ત હોવાથી અત્યારે તેમણે તેમના બ્લોગની કામગીરી મને સોંપી છે અને ત્યા આપ જેવા મહાન ડો.કવિ ની રચના માણવાનું મારાથી કેમ ચૂકી જવાય.

  મોર મારા રુદિયાનો ગહેકી ગહેકીને મારી મોંઘી કરે છે મિરાત.
  કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

  સુંદર રચના.
  આપની “મન”

  Reply

 18. Chandresh Desai’s avatar

  … યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ? ..
  સુંદર રચના છે વિવેક.

  Reply

 19. jitesh DALWALA’s avatar

  ખુબ સરસ ગીત
  મારા બ્લોગ ની મુલાકાત બદલ આભાર

  નવી પોસ્ટ મારા બ્લોગ પર્
  મનોવિકૃતી ની ચરમસીમા………. બળાત્કાર

  Reply

 20. sudhir patel’s avatar

  સુંદર પ્રલંબ લય અને આંતર પ્રાસની ગૂંથણી ધરાવતું ભાવવાહી ગીત અને એટલું જ આકર્ષક ગુલમ્હોરનું ચિત્ર!
  સુધીર પટેલ.

  Reply

 21. ભાવના શુક્લ’s avatar

  સુર્ય જાણે વેરાયો મોભ પર એવો ગુલમ્હોર ફેલાયો અને શબ્દો એ ઉગાડ્યુ સપનાઓનુ એક અનેરુ પ્રભાત..
  આ છે સંયોજન શબ્દ અને ચિત્રનુ.

  Reply

 22. nilam doshi’s avatar

  ખૂબ સુન્દર ગીત….અભિનંદન…

  Reply

 23. nilam doshi’s avatar

  હવે અમુક મેગેઝિનો બ્લોગપર મૂકાયેલ રચનાઓ પણ સ્વીકારતા નથી…એ હકીકતની જાણ હશે જ..સો..બી કેરફુલ..ખાસ કરીને જે મિત્રોની રચનાઓ અવારનવાર પ્રકાશિત થતી રહે છે. તેઓએ ધ્યાન રાખવું રહ્યું. વિવેકભાઇ..આપની તથા અન્ય લેખક મિત્રોની જાણ માટે ખાસ લખું છું.

  Reply

 24. Chetan Framewala’s avatar

  વાહ,
  કેમેરાના લેન્સમાં કેદ થયેલ દ્રશ્યને અંકુર ફુટ્યું હશે અને અંકુરીત થતા થોરના ટશિયામાંથી વહેતાં લોહીને આપે પેનમાં સ્યાહી બનાવી ઊર્મીઓને અદભુત વાચા આપી છે.
  આભાર…………

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

  Reply

 25. Kirtikant Purohit’s avatar

  કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…

  બહુ જ સરસ ડો. વિવેકભાઇ. મનભરીને માણી તમારી રચના.

  Reply

 26. Natver Mehta, lake Hopatcong, NJ, USA’s avatar

  આ તો ગુલમ્હોરને ફુટી કવિતા, એના રૂંવે રૂંવે લાગી પ્રેમ આગ
  ક્યાંક વહે લહુમાં સ્નેહ ને ક્યાંક ક્યાંક લાગ્યા એના રંગીલ દાગ.

  Reply

 27. kishore modi’s avatar

  સુંદર રચના અભિનન્દન

  Reply

 28. Dilip Ghaswala’s avatar

  વિવેક પુરણ ગીત..મજા આવિ ગૈ..

  Reply

 29. P Shah’s avatar

  કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…
  ખૂબ જ સુંદર ગીત !
  કલ્પનો, સંવેદનોએ તો માઝા મૂકી છે.
  અભિનંદન !

  Reply

 30. Harnish Jani’s avatar

  ૨૯ કોમેન્ટસ અને તેમાં મારું નામ નહીં-
  અગાઉ આ કાવ્ય વાંચ્યું હતું અને ગમ્યું હતું. અભિનંદન.

  Reply

 31. sujata’s avatar

  આ વી ઊ જ ળી પ્ર ભા ત પ હે લી વા ર જો ઇ…………….

  Reply

 32. Maheshchandra  Naik’s avatar

  સરસ ગીત્ અભિનદન……………….

  Reply

 33. ધવલ’s avatar

  થોરિયામાં થોરાતી જિંદગીમાં આવી તેં અમથી કીધી જ્યાં ટકોર કે રોમ-રોમ ફૂટ્યા ગુલમ્હોર;
  લાલ લાલ લાલ રંગ અભરે ભર્યો ને હવે નજરે ચડે ન કશું ઓર તોય ડંખે છે લીલું લીલું થોર,

  – સરસ !

  Reply

 34. Gaurang Thaker’s avatar

  સરસ મઝાનુ ગીત ..માણવાની મઝા આવી…

  Reply

 35. Mitixa’s avatar

  વાહ…ખૂબ સુંદર..પ્રભાત તો રોજ જ થાય છે પણ ગુલમહોરને જોતાં જ જાણે રોજ કરતાં કઈંક વિશેષ લાગે છે…એ જ તો છે કુદરતની કમાલ.

  Reply

 36. Radhika’s avatar

  ગુલમહોરનો ફોટૉ જોઈ ને હુ ખુશ થઈ ગૈ કે ચાલો મારા પ્રિય વ્રુક્ષ ગરમાળાની સાથે ગુલમહોર પર પણ કવીતા તમે રચી હશે પણ
  🙁 …………. પણ વાંચ્યા પછી
  ઃ)ઃ)ઃ)…………. પણ વાંચ્યા પછી

  વાંચ્યા પછી તો મન વધારે ખુશ થઈ ગયુ….
  સરસ ગામઠી ભાષાના પ્રયોગ છે. લાગે જાણે કે ડો. વિવેક ટેલર નહી અદ્દલ કોઈ દેશી વિવુભાએ આખી રાત પોતાની વઈબઈના વિરહમા વિતાવી અને ઊઘડતી પ્રભાતે ઘરના આંગણમા ખીલેલા ગુલમહોર થી પ્રભાવિત થઈ ને ગીત રચી દિધુ હોય

  અને હા ગીત ને ચાર ચાંદ લગાવતો ફોટૉગ્રાફ પણ સુંદર છે

  Reply

 37. Dr. malti p. shah’s avatar

  કાવ્ય અને ફોટોગ્રાફ બન્ને સરસ છે.

  Reply

 38. shailesh chevli’s avatar

  thank you for the pic,its very beautiful

  Reply

 39. neeta’s avatar

  wow…… superb sir……..
  મારિ આજ નિ સવાર કૅઈક આવિ હતિ.

  Reply

 40. Jolly’s avatar

  ખરેખર ખુબ સરસ. ………હદય ને સ્પર્શિ ગયુ…..

  Reply

 41. jagruti valani’s avatar

  સુંદર ગીત

  Reply

 42. 1796’s avatar

  કેવું રૂડું ઊગ્યું છે પરભાત, આજે લાગ્વાનિ ચે વાત.

  Reply

 43. ghanshyam vaghasiya’s avatar

  શબ્દો ટપકે ને કલમને ટેરવેથી કવિતા થઇ પ્રસરે તમારુ નામ વિવેકભાઇ,
  ને શબ્દો તમારા શ્ર્વાસમા ભરે છે આ ઘનશ્યામ.
  આભાર્,
  સુંદર રચના છે.

  Reply

 44. bhavesh sohagiya’s avatar

  ઓહો

  Reply

 45. મીના છેડા’s avatar

  હોવુંય થઈ ગ્યું રળિયાત…

  Reply

 46. bhavesh sohagiya’s avatar

  ઓહ્

  Reply

 47. bhavesh sohagiya’s avatar

  સરસ્

  Reply

 48. bhavesh sohagiya’s avatar

  વાહ્

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *