…વગોવાઈ ગયો

IMG_2163 copy
(એક અકેલા….                     ….ઓલ્ડ કોચી, ડિસેમ્બર-૨૦૧૬)

*

બોલ, પાછો તું કઈ વાતમાં રોકાઈ ગયો?
રાહ તાકે છે કોઈ જન્મોથી, જોવાય ગયો?

કોઈના આંસુ જે લ્હોવા નહીં, જોવાય ગયો,
વહેલો મોડો એ ચહુ ઓરથી પોંકાઈ ગયો.

દ્વાર વાખ્યા ન હતાં કો’ક બીજી બાબતથી,
ને મફતમાં જે ન આવ્યો એ વખોડાઈ ગયો.

હું જ બેસી રહું મારામાં પલાંઠી દઈને,
ચાંપતી નજરે એ જોવાને કે હું ક્યાંય ગયો?

આ ગલી, પેલી ગલી, ત્યાં સુધી તો ઠીક હતું,
મૂક્યો જ્યાં પગ મેં ગઈકાલમાં, ખોવાઈ ગયો.

પ્રેમ હો, વહેમ હો, છો લાખ મથો ગોપવવા,
આંખથી આંખ મળી નહિ કે એ ડોકાઈ ગયો.

પ્રેમમાં નિજનું સ્ખલન, સ્વર્ગવટો નક્કી હતા,
તોય નાહકમાં સરેઆમ વગોવાઈ ગયો.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૨-૨૦૧૭)

*

IMG_2216 copy
(તૂ અગર સાથ દેને કા વાદા કરે….    ….ઓલ્ડ કોચી, ડિસેમ્બર-૨૦૧૬)

14 thoughts on “…વગોવાઈ ગયો

  1. હું જ બેસી રહું મારામાં પલાંઠી દઈને,
    ચાંપતી નજરે એ જોવાને કે હું ક્યાંય ગયો?….

    waaahhh

  2. સરસ,સરસ,સરસ…….બધા જ શેર અદ્ભુત……….અભિનદન…….

  3. હું જ બેસી રહું મારામાં પલાંઠી દઈને,
    ચાંપતી નજરે એ જોવાને કે હું ક્યાંય ગયો? mast

Leave a Reply to હરીશ વ્યાસ Cancel reply

Your email address will not be published. Required fields are marked *