છૂટાછેડા

PA312640
(જળપ્રપાત….           …..સ્વપ્નગંધા વેલી, ગોવા, ઓક્ટો-૨૦૦૮)

*

બૉલપેનની
કાળી લીટીની દીવાલની
પોતપોતાની બાજુએ
અમે
બંને જણ
પોતપોતાના ભંગારને
પોતપોતાને ઉઠાવતા
જોયા કરીએ છીએ.
મારી બાજુમાં ક્યાંક એ પડી હોય
કે એની બાજુમાં ક્યાંક એકાદ ટુકડો મારો પડ્યો હોય,
તો ઊંચકીને
હવે
એકબીજાને આપતા નથી.
અમારી તો
બધી જ દીવાલો બંધ.
અંધ.
હવાના ટુકડાય
છાતીની ગલીઓમાં
લગરીક આવ-જા કરે એટલું જ.
બસ.
નિસાસાના એક ડૂસકાંને બહાર ટપકી પડવું હોય
તો એણેય
ગુરુત્વાકર્ષણની લેખિત પરવાનગી માંગવી પડે
એ હદે
અમે લોખંડ પી બેઠાં છીએ.
ક્યારેક વાંસળી થઈ સૂરાતાં
ભીતરનાં પોલાણ
જડયા જડે એમ નથી.
લોખંડ…લોખંડ…લોખંડ…
કાનના તળાવમાંય
પહેલો કાંકરીચાળો થયો
એ દિ’નું
ઉતરી ગયું છે ધગધગતું સીસું.
અમારી હયાતીની જમીન પર
અમે
સહિયારી
ખેડેલી ફસલના
લસલસતા પાકમાં
હરાયાં ઢોર ભેલાણ કરે છે
તોય હલાતું નથી.
અમારું
તો
આંખ-હાકોટા-હાથ
-બધુંય ચાડિયાનું !

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૦૯)

50 thoughts on “છૂટાછેડા

 1. This is brilliant – the gravitational force part is the best – keep it up – nice work as usual – I wait for weekends to read your creation – your poems help to remain in touch with things that are very dear to my heart.

  God bless you

  Ketan Dave
  Germantown, MD.

 2. ચાડીયાનું કે આગીયાનું?
  સહેજ ઝબકી પાછુ લુપ્ત…
  જ્યાં અને જ્યારે “હું”નો નશો ચઢે ત્યારે..
  આ બધુ જોર કરે
  “હું” નું “અમે” થાય તો આગીયાનો ઝબકારો થાય્..
  પેલા વિજળીના ઝબકારે મોતી પુરાવુ ની જેમ….

 3. સરસ,
  એક નાની શી વાત, પણ કેટલુ બધુ બદલાઈ જતુ હોય છે.
  હું, મારુ, તે કર્યુ, તારુ, આપણુ તો ક્યાંય નથી,
  બન્ને ની દિશા સાથે હોવા છતા મન એક્દમ અલગ અલગ દિશા માં..
  એક કાળી લીટી અને…રસ્તા એક્દમ અલગ.

 4. પ્રિય વિવેક,

  અમારી હયાતિની જમીન પર
  અમે
  સહિયારી
  ખેડેલી ફસલના
  લસલસતા પાકમાં
  હરાયાં ઢોર ભેલાણ કરે છે
  તોય હલાતું નથી.
  અમારું
  તો
  આંખ-હાકોટા-હાથ
  -બધુંય ચાડિયાનું !

  ચાડિયાનું પ્રતીક કાવ્યનું હાર્દ બની ગયું. ચોટદાર કાવ્ય. હૃદય સોંસરું ઊતરી ગયું.
  આ મારા-તારાનું અહમ સંબંધને લોહીલુહાણ કરી દે છે અને પાછળ રહી જાય છે ફક્ત ચાડિયો.

 5. ખૂબ સુન્દર..પણ્ આ વિષય સાથે આ ફોટૉગ્રાફ ?

  ફોટો ગ્રાફ અતિ…અતિ સુન્દર… બે ઘડી નિરાંતે માણ્યો. આભાર સાથે..

 6. …અતિ સુન્દર

  બૉલપેનની
  કાળી લીટીની દીવાલની
  પોતપોતાની બાજુએ
  અમે
  બંને જણ
  પોતપોતાના ભંગારને
  પોતપોતાને ઊઠાવતા
  જોયા કરીએ છીએ.
  મારી બાજુમાં ક્યાંક એ પડી હોય
  કે એની બાજુમાં ક્યાંક એકાદ ટુકડો મારો પડ્યો હોય,
  તો ઊંચકીને
  હવે
  એકબીજાંને આપતાં નથી.
  અમારી તો
  બધી જ દીવાલો બંધ.

 7. પ્રિય નીલમબેન,

  હું મારા પોતાના પાડેલા ફોટોગ્રાફ્સ મૂકું છું, નેટ પર સર્ચ કરીને ગોઠવતો નથી એટલે કવિતાને અનુરૂપ ફોટોગ્રાફ દર વખતે મારા આલ્બમમાંથી મળે એ શક્ય હોતું નથી અને ફોટોગ્રાફ્સને અનુરૂપ કવિતા લખવું પણ ડહાપણભર્યું નથી.

  મેં આ બ્લૉગના પરિચયમાં પણ આ વાત સાફ કરી જ છે કે: “કૃતિને અનુરૂપ ફોટાઓ સંગ્રહમાંથી મળે એવું કાયમ શક્ય ન હોવાથી ગમતી કૃતિઓ અને ગમતી છબીઓ – પરસ્પરના અનુસંધાન વગર પ્રસ્તુત કરી રહ્યો છું.” (http://vmtailor.com/maro-akshardeh)

 8. કાંઈ કહી શકુ એમ નથી..બસ એટલું જ કહેવું છે..

 9. પ્રિય વિવેકભાઈ,

  “નિઃસાસાના એક ડૂસકાંને બહાર ટપકી પડવું હોય
  તો એણેય
  ગુરુત્વાકર્ષણની લેખિત પરવાનગી માંગવી પડે
  એ હદે
  અમે લોખંડ પી બેઠાં છીએ.”

  આ ધગધગતો લાવા મન ની ભીતર કેટલીય ઉથલપાથલ પછી બહાર આવે તે માત્ર સંવેદનશીલ કવિ જ જાણે.

  અતિ સુંદર ભાવ પ્રાગટ્ય! – અભિનંદન.

  આને અનુરુપ મારી બે પંક્તિ રજુ કરું છું.

  “રસ્તે અચાનક ઉભા રહી પુછ્યું, મોત નું સરનામું જેને,
  અકળાઈ ને કહ્યું તેણે, હું તો ક્યાર નો ય શોધું છું તને.”

  સંપર્ક રાખવા બદલ આભાર.આપ ની કોઈ રચના જરુર થી સ્વરબદ્ધ કરી આપને મોકલાવીશ.ગમશે?

  Markand Dave.

 10. ડૉ,શ્રી વિવેકભાઇ,
  સુંદર!…….ભીતરનાં પોલાણ જડયાં જડે એમ નથી.
  પ્રફુલ ઠાર

 11. જિવનનિ વાસ્તવિકતા કયારેક બહુજ કથોર બનિ જતિ હોય ચે

 12. ામારા વિસ્તારમાં કૉઈક પ્રસૂતી માટે છૂટાછેડા શબ્દ વાપરે…
  ત્યારે આ તો અસહ્ય વેદનાની સ્થિતી ! !
  એ હદે
  અમે લોખંડ પી બેઠાં છીએ.
  લોખંડ…લોખંડ…લોખંડે
  થેલેસેમિયાવાળા તો ગભરાઈ જ ઉઠે!
  ક્યારેક વાંસળી થઈ સૂરાતાં
  ભીતરનાં પોલાણ
  જડયાં જડે એમ નથી
  આ તો જાણે એનેસ્થૅસિયામા લકવો મારે પણ દર્દનું ભાન રહે!!
  આવી પરિસ્થીતી અમે જોઈ છે-
  તેઓના દર્દ અનુભવ્યા છે…
  ત્યારે ંતર કકળી ઉઠ્તું તેમ આજે પણ રચના વાંચતા એક ધ્રાસકો પડ્યો કે…
  અમારું
  તો
  આંખ-હાકોટા-હાથ
  -બધુંય ચાડિયાનું !
  સાચેજ કોઈનું નથી ને…

 13. આટલા અભિપ્રાય પછી મારે કંઇજ કહેવાપણૂં રહેતું નથી પણ કહ્યા વગર ર્હી શકતો નથી કે સરસ

 14. અમારું
  તો
  આંખ-હાકોટા-હાથ
  -બધુંય ચાડિયાનું !

  સરસ કાવ્ય.

 15. તમે ભાવનાશીલ છો અને સવારે પક્ષીઓનાં મીઠાં ગાન સાંભળવા માગો છો, પતિ કે પત્ની કે સંતાનોનો પ્રેમ કે માન ઈરછો છો તે અપેક્ષા પ્રમાણે મળે છે? કે માત્ર સુખની પ્રતીક્ષા અને પછી વિફળતાનો અહેસાસ થયા કરે છે? એનો કોઈ વિકલ્પ છે?
  કવિ દુષ્યંતકુમાર બિચારો પીડા સાથે પોકારી પોકારીને મરી ગયો છે:-

  ઈસ વિફલ વાતાવરણ મેં

  જૉ કિ લગતા હૈ કહીં પર

  કુછ મહક સી તો છૂપી હૈ

  ભાવના હૈ… સવેરા હો

  યા પ્રતિક્ષિત પક્ષિયોં કે ગાન…આજે યુવતી-યુવક કે કોઈપણને જૉ જરૂર હોય તો સાચા પ્રેમની જરૂર છે, પછી તે પ્રેમ પતિનો હોય, પત્નીનો હોય, માતાનો હોય, સંતાનનો હોય કે મિત્રનો હોય. વોલ્શ કહે છે, ‘જયારે તમામ ભય નર્મિૂળ થાય છે ત્યારે જ તમે તમામને પ્રેમ કરી રાકો છો અને તે ભય ત્યારે જ નર્મિૂળ થાય છે જયારે તમે કોઈ પાસેથી કશી જ અપેક્ષા રાખતા નથી. તમે સ્વયંસંપૂર્ણ છો. તમને જૉઈએ તે તમામ તમારી અંદર છે.’

 16. વિવેકભાઈ,
  તસ્વીરમાં દેખાતા જળપ્રપાત જેટલી ઊંચાઈથી જાણે જળ નહીં પણ અસ્ખલિત શબ્દ અને લાગણીઓ પ્રવાહિત થઈ ઊંડાણમાં ઓગળી જતી હોય એવી અનુભૂતિ કરાવતું આ અછાંદસ,અત્યંત
  સંવેદનશીલ અભિવ્યક્તિ છે.
  -અભિનંદન.

 17. નિઃસાસાના એક ડૂસકાંને બહાર ટપકી પડવું હોય
  તો એણેય
  ગુરુત્વાકર્ષણની લેખિત પરવાનગી માંગવી પડે
  એ હદે
  અમે લોખંડ પી બેઠાં છીએ…

  ખરેખર …. ખુબ જ સરસ અભિવ્યક્તિ ..!!!!!!!!

 18. ધારદાર શબ્દોમાં સંવેદનશીલ અભિવ્યકિત ! આખી રચના ધારદાર થઈ છે. વિવેકભાઈ.

 19. મારી બાજુમાં ક્યાંક એ પડી હોય
  કે એની બાજુમાં ક્યાંક એકાદ ટુકડો મારો પડ્યો હોય,
  તો ઊંચકીને
  હવે
  એકબીજાને આપતા નથી ?????????????

  અમે
  સહિયારી
  ખેડેલી ફસલના
  લસલસતા પાકમાં
  હરાયાં ઢોર ભેલાણ કરે છે
  તોય હલાતું નથી.
  અમારું
  તો
  આંખ-હાકોટા-હાથ
  -બધુંય ચાડિયાનું !

  superb !!!

 20. ઘણી જ સરસ, અસર છોડી જાય તેવી કવિતા

 21. વિવેક,
  બહુ જ સુન્દેર રચના.
  હ્રિદય ના ઉન્ાન માથિ ઉભરૈ ગયેલિ અનુભુતિઓ જાને!
  mrunalini,
  last 5 lines of your comments are really gist of life and love.
  everyone must must must read it again again and do need to lot of introspection and chintan to get love in life.

 22. Hello Sir,

  I got your blog link from gujju-chaps.

  Currently,I am living Pune.

  Read your above posting,and also all comments from different visitors.

  I just want to say,”All gujju have to visit you blog at least once”

 23. ખરેખર હ્રદય-સ્પર્શી અભિવ્યક્તિ કરતું અછાંદસ! અને અંત પણ એટલો જ ચોટદાર!
  અભિનંદન, વિવેકભાઈ!
  સુધીર પટેલ.

 24. વાંચતાવેંત સોંસરવું થઈ જતું સુંદર અછાંદસ… અભિનંદન દોસ્ત.

 25. ઘરેડ ભર્યા જીવનમા એકાદ વાકી ચુકી ઘટના આમ જ ઘટી જતી હોય છે..
  શબ્દોનુ અછાંદસ આલ્બમ ખરેખર ચોટદાર રહ્યુ.

 26. ભાઇશ્રી સુરેશભાઇ
  ચાડિયાથી શું થઇ શકે?એણે તો બસ આજુબાજુ થતું નિર્લેપભાવે જોયા કરવા સિવાય કંઇ કરવા સમર્થ હોય છે?આવી સુંદર કવિતા આપવા બદલ આભાર.
  -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 27. વિવેક્ભાઈ,
  Pida na anek prakar che ne e je tarfadat ni vedna che te vethi hoy te j janni shake. Kyarek e legal na paan hoy pan koi paan rite chutacheda thaay e je sahan kare ej jaane.
  baki aana vakhan nahi pan salam.
  vijay

 28. ખુબ જ હૃદયસ્પર્શી અભીવ્યક્તી
  ‘અભીવ્યક્તી’
  govindmaru.wordpress.com/

 29. ખુબ જ હૃદયસ્પર્શી અભીવ્યક્તી.
  આ પન્ક્તિઓ કાવ્યને ચાર ચાંદ લગાવે છે.

  અમારી હયાતીની જમીન પર
  અમે
  સહિયારી
  ખેડેલી ફસલના
  લસલસતા પાકમાં
  હરાયાં ઢોર ભેલાણ કરે છે
  તોય હલાતું નથી.
  અમારું
  તો
  આંખ-હાકોટા-હાથ
  -બધુંય ચાડિયાનું !

  મરો હમેશ નો ઉદગાર ” આફ્રીન ” કહી વિરમું છું

 30. correction.

  મારો હમેશાનો ઉદગાર “આફ્રિન્ ” કહીને વિરમું છું.

 31. ખૂબ સુંદર રચના.રજુઆતની નવીન અભિવ્યક્તિ અભિનન્દન

 32. amazing poem. i know the pain that panitrates inside the heart when it happens. but sometimes u cant help it. but its not really great that the person turns out to be nothing but just a ‘chaadiyo’. i dont want to accept this as even after this happens in ones life, you have to go ahead in life. u just cant stop there being just a chadiyo. u have to again emerge in your life the way phenix does.
  i know many people will not like it. but i have experieced this in my life. there will be many in our society who had to go through this even if they never ever wanted it.

  Lets say something to make our own people get the strength to face life.

  Cheers

 33. શુઁ બધાને આમજ હોય ? જે દેખાય …. તે હોતુઁ નથિ.
  ”અમે લોખંડ પી બેઠાં છીએ.
  ક્યારેક વાંસળી થઈ સૂરાતાં
  ભીતરનાં પોલાણ
  જડયા જડે એમ નથી.
  લોખંડ…લોખંડ…લોખંડ…
  કાનના તળાવમાંય
  પહેલો કાંકરીચાળો થયો’
  આ ખુબ જ ગમિ.

 34. સરસ અભિવ્યક્તિ, પતિઅને પત્નિની ભિન્નતાને અંહમ ભાવથી દુર રાખીને માણવા જેવૂ અછાંદસ, અભિનદન ડો. વિવેક્ભાઈ…

 35. હાશ્.. આજે..

  આ આખું પાનું..

  ત મારા શબ્દો (!) એકી શ્વાસે વાંચ્યા…

Comments are closed.