એક – એક કરતાં અગિયાર થયાં…

IMG_0018

૧-૧ કરતાં આજે ૧૧ વર્ષ પૂરાં થયાં. દર વરસે હું કહું છું કે આ વેબસાઇટને મેં ઘડી છે એના કરતાં વધુ તો આ વેબસાઇટે મને ઘડ્યો છે. મારી લઘરવઘર અસ્તવ્યસ્તતાને નિયમની સાંકળથી બાંધી લઈને આ વેબસાઇટે અને મારી વહાલી લયસ્તરો.કોમે મને નિયમિતતાના જે પાઠ ભણાવ્યા છે એ કાવ્યલેખનથી માંડીને કસરત સુધીના દરેક ક્ષેત્રે મને ડગલે ને પગલે ફાયદાકારક નિવડ્યા છે. જીવનના આ મુકામે હું ચોક્કસ જ કહી શકું કે શબ્દો છે સાચે જ શ્વાસ મારા. સોશ્યલ મિડિયાનું ચોકોરથી થયેલું આક્રમણ ગભરાવનારું હતું. ગુજરાતી વેબસાઇટ્સનો મૃત્યુઘંટ સંભળાતો હતો પણ હવે રહી રહીને થાય છે કે સોશ્યલ મિડિયાઝ અને ગુજરાતી વેબસાઇટ્સ બંને સમયની નદીની આજુબાજુ એકસાથે ચાલ્યા કરતા કિનારાના જેમ સહઅસ્તિત્વ ભોગવશે. સોશ્યલ મિડિયાઝ પર બધું જ હંગામી અને ક્ષણજીવી છે. ગઈકાલે જે ટોચ ‘બકો’ ભોગવતો હતો, ત્યાં આજે ‘કવિ’ જઈ બેઠો છે ને આવતીકાલે કોઈ બીજું જ હશે. પણ વેબસાઇટ્સ એ ઘરના ખૂણામાં સચવાઈ રહેતી તિજોરી સમી છે. એ કાયમી છે. એ કાયમી જ રહેશે. સોશ્યલ મિડિયા પર આવતા લોકોના પ્રતિભાવ પણ ક્ષણિક જિંદગી જ ભોગવે છે જ્યારે વેબસાઇટ ઉપર સમય ફાળવીને આપવામાં આવેલા પ્રતિભાવ પણ સમયની થપાટથી ભુંસાવાથી પર રહે છે. અને એટલે જ દર વરસે મારી આ વેબસાઇટ્સમાં શ્રદ્ધા વધતી જાય છે અને એટલે જ હું હજી દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે આપને મળવા હાજર થઈ જતો હોઉં છું.

૧૧ વર્ષ

લગભગ ૫૫૦ પૉસ્ટ્સ

૧૨૦૦૦થી વધુ પ્રતિભાવ

મારી આ શબ્દયાત્રા શ્વાસપર્યંત ચાલુ જ રહે એવી અભિલાષા સાથે આપ સહુનો એકધારો સદભાવ પણ અપેક્ષિત છે…

ચાલો ત્યારે, બારમા વર્ષમાં પણ મળતા રહીશું દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે

સદૈવ આપનો જ,

વિવેક

scsm_11

42 thoughts on “એક – એક કરતાં અગિયાર થયાં…

  1. અમને પણ આજે એટલો જ આનંદ છે,કારણ કે એ યાત્રામાં અમેા પણ ૧૧ વરસથી સહયાત્રી તરીકે બધા જ કાવ્યો – પોસ્ટ ખુબ માણ્યા, આનંદ અનુભવ્યો છે,આપનો ખુબ આભાર, અમારા સૌ વિદેશવાસીઓ તરફ્થી આપને હાર્દિક અભિનદન અને “શબ્દો છે શ્વાસ મારા ” ની આગામી અનેક વરસોની સઘળી પોસ્ટ તથા કાવ્યો માટે શુભકામનાઓ,શુભેચ્છાઓ…………..

  2. Pingback: લયસ્તરો » “શબ્દો છે શ્વાસ મારા”ની અગિયારમી વર્ષગાંઠ પર…

  3. ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ… આપની આ કવિતાયાત્રા અવિરત ચાલતી જ રહે તેવી શુભેચ્છા અને પ્રભુપ્રાર્થના…

  4. Khooob khoob Abhinandan sir ji,
    Shabdo shwash mara…👍🏻
    Saras lakharaho evi shubhkamao ane Eshwar pase Prarthna 🙏🏻💐😊

  5. તમે કરેલ પ્રયત્ન જ અહીંયા અસામાન્ય છે….
    તમારા કહ્યા મુજબ જેનું અસ્તિત્વ પર એક સમયે શંકા હતી તેનું જીવન આયુષ્ય સર્વાપણે રંગીન રાખી છે…
    અને જેમ અગિયારમાંથી બારમાં વર્ષ પૂર્ણ થ્યાં…
    હું ઈચ્છું એમ જ એ શત: વર્ષ પુરા કરે અને આપ આમ જ શત: વર્ષ સુધી નીતનવીન કાવ્યો આપની અમને આનંદમાં આપતા રો’…
    दिर्घायुं भवम्‍

  6. ૧૧ વર્ષ

    લગભગ ૫૫૦ પૉસ્ટ્સ

    એક ભેખધારી સતત અગિયાર વર્ષથી પદ્ય સાહિત્યના વિધવિધ ખેડાણ ખેડતો રહી બારમા વર્ષે પણ એજ તાજગી સાથે આગળ વધતો હોય એ ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ જ છે!
    આજે અહીં વાંચેલા… દરેક કાવ્ય, ગેીત, ગઝલ, અછાંદસ, સોનેટ, અંજની ગીત યાદ આવી રહ્યા છે… દરેકની પોતાની આગવી છટા! કવિ એ જ્યારે હોવા પણાની વાત છેડી ત્યારે ખરેખર હોવાપણા વિશે સમજ મળી એવું લાગ્યું હતું…
    મિત્ર! આજના આ બારમા વર્ષના પ્રવેશ સમયે ખૂબ ખૂબ અભિનંદન!

  7. વા હ! ખૂબ ખૂબ અભિનંદન! રોજ સવાર પડતાં જ લયસ્તરો પર કવિતા કે ગઝલ નો ઇન્તેઝાર રહે છે. વિદેશમાં વસતા ગુજરાતી શોખીનો માટે તમે અમરત ઝરણ આપ્યુ છે. ખૂબ ખૂબ આભાર! ઘણું જીવો વિવેકભાઈ!

  8. ખરેખર વિવેકભાઈ, અગિયાર અગિયાર વર્ષોથી શબ્દોને શ્વસી “તમે ક્યાંના ક્યાં જઈને પહોંચ્યા છો આજે?!!”

    ઘરના ખૂણામાં સચવાઈ રહેતી તમારી આ તિજોરી સૌને માટે સદા ખુલ્લી છે એ અમારું અહોભાગ્ય. એમાં કેટકેટલાં હીરા ( સુરતી છો ને!) ચમકી રહ્યા છે? ફોટોગ્રાફીની સાથે સાથે જુદા જુદા કાવ્યપ્રકારોના અસલ ઘરેણા જોવા, જાણવા અને માણવા મળે છે એ વધારામાં.

    આજના શુભ દિવસે, ‘like’ ઉપરાંત લાંબો પ્રતિભાવ આપવાનું એક ખાસ કારણ પણ નીકળ્યું છે.

    વિવેકભાઈ, થોડા વર્ષો પહેલાં તમારા તરફથી ‘અડધી રમતથી” CD ભેટ મળી હતી. એ કારમાં સાંભળતા સાંભળતા અચાનક ભરાઈ ગઈ. ઘણાં પ્રયત્નો પછી પણ ન નીકળી. ખૂબ દુઃખ થયું. વર્ષો પછી હમણાં કાર ડીલર પાસેથી કઢાવી ત્યારે પહેલું ગીત શ્વાસથી અદભૂત રીતે ગાયેલું રેલાયું કે ‘તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે? આ રીતે કદાચ કોઈએ ગાયું નથી. મન-હ્રદય તરબતર થઈ ગયાં. વારંવાર સાંભળ્યું, આનંદિત બની માણ્યા કર્યું. તમારા શબ્દોને શ્વાસમાં લઈ, ભાઈ શ્રી મેહુલ સુરતીએ સુમધુર સંગીતથી મઢી, ખુબસુરત ગાઈ, તમારા શબ્દોને જીવંત અને સાર્થક કર્યાં છે. મઝા જ મઝા પડી ગઈ.
    તમને દિલથી અભિનંદન સાથે ખોબો ભરીને અઢળક શુભેચ્છાઓ.

  9. ગુજરાતી Santa Claus ની૧૧વર્ષ ની અવિરત ભેટ બદલ અભિનંદન & આભાર

  10. વિવેકભાઈ,
    many many Congratulations!!! I have cherished all your poems and hope to read a lot more in the coming years. Thank you for sharing.

    here i am writing part of one of your poem “ધોળે દહાડે પાંપણના કાગળ પર તું લખ ‘સપનું’,
    સાત રંગનો સૂરજ હું ના લાવું તો શા ખપનું ? રંગ-રંગની ઘટનાથી તારું હોવું પ્રગટાવું, હું લગરિક નજદીક આવું”.
    i want to make little change in it – ધોળે દહાડે પાંપણના કાગળ પર લખ્યુ સપનુ તમે અને એ આજે એ રંગ-રંગની ઘટનાથી પ્રગત્યુ….

  11. અભિનંદન વિવેકભાઇ.
    હું લયસ્તરો નિયમિત વાંચું છું. હવે આ સાઇટનું પણ રસપાન કરી શકીશ. આપના અવિરત પ્રયાસથી તેમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી જ રહેશે, એમાં કોઇ શંકા નથી. શુભેચ્છા.

  12. વિવેકભાઇ,
    આપની ખુલ્લી તિજોરીના કાવ્ય રૂપી જવેરાત અમે માણતા રહીશું .
    આપ ને ખોબલે ખોબલે અભિનંદન.

  13. शब्दो का कारवाँ यूं ही चलता रहे,शब्दो की छाँव में चलते रहे।बहुत बहुत शुभकामनाए 11 साल पूरे होने पर।

  14. Congratulations on this excellent web site, keeps me in touch with my Roots in USA, Thank you. All the best.
    Nilesh Rana, M.D

Leave a Reply to prakash mandvia Cancel reply

Your email address will not be published. Required fields are marked *