આજની સપ્તપદી…

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.

થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.

સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.

થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.

‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…

-વિવેક મનહર ટેલર

18 thoughts on “આજની સપ્તપદી…

  1. વિવેક,

    કવિતા ઘણી જ સરસ છે. પરંતુ તમારો ફોટો જ્યા હોય ત્યા ઐક્ય અને અદ્ધૈતની જ વાત હોવી જોઈએ. કદાચ આજની સાંપ્રત પરિસ્થિતિનું વર્ણન કર્યુ હોય તો કવિતા બંધબેસતી છે.

    તમારો પ્રતિભાવ મારા બ્લોગ પર મળ્યો અને તમારી વાત સાચી છે કે હમણા બીજી ઘણી જ બાબતોમાં વ્યસ્ત થયો છુ. વધુ તમને ઈ મેલ દ્ધારા જણાવીશ.

    સિદ્ધાર્થ

  2. પ્રિય સિદ્ધાર્થ અને સનાશેઠ,

    આપ બંને મિત્રોની ઐક્ય અને અદ્વૈતની વાત સાચી છે. પણ આ ગઝલ સાથે આ ફોટો પૉસ્ટ કરતીવેળાએ કોઈક ગાંઠને ન છૂટવાની કે ન તૂટવાની પ્રેરણા મળે એ જ વાત મનમાં હતી.

    પસાર થતાં સમય સાથે ઓસરતો જતો પ્રેમ, અહમ્, વિશ્વાસની બુઝાતી જ્યોત, થોડી-સી બેવફાઈ, આગલો ભવ સાથે પસાર કરવાની ઈચ્છાનું અવસાન, સંતાનની બેડીના કારણે ન આ પાર- ન તે પારની પરિસ્થિતિ અને સમાધાનની પહેલ કરવામાં નડતો હુંકાર – સાત પગલાં સાથે લીધા પછી દામ્પત્યજીવનને નડતા સાત ગ્રહણોને આ ગઝલમાં વણવાનો પ્રયાસ કર્યો છે…. કોઈ એક દંપતિને મારા શબ્દોમાંથી એકાદી પ્રેરણા મળશે તો સમજીશ કે મારું કવિકર્મ લેખે લાગ્યું છે…

  3. મારા પોતાના લગ્નજીવનનો ફોટો આ ગઝલ સાથે પોસ્ટ કરવા બદલ થોડા મિત્રોએ પ્રતિભાવમાં અને ઘણાં મિત્રોએ ઈ-મઈલ દ્વારા મને ઝાટક્યો. એટલે એ ફોટો આ પોસ્ટ પરથી હટાવી લઉં છું. મારા માટે દરિયોભરીને પ્રેમ દાખવનાર તમામ મિત્રોનું ઋણસ્વીકાર પણ કરું છું, કરીએ છીએ….

    -વિવેક, વૈશાલી.

  4. HOW TO write response in gujarati that dont know .but really very good site.feel nice to read this.congrats VIVEKBHAI.AM NILAM DOSHI FROM CALCUTTA.keep it up.now i will be a regular reader of this site.

  5. Vivek,

    Very nicely put…..bitter fact of life…..just a phase in life.

    I must have read this kavita ten times and still read it at least once a day….just can’t get enough of the words and its arrangement.

    The first time I read it, I brought it home. And my wife and I both read it together…that evening was made very special by this poem. THANK YOU.

    Keep it up….

  6. I read ur poem.It s really amazing.I love gujarati poems n gazals,Thanks for putting all these online.I am away from India So i can read it.Thanks once again.

  7. અરે વાહ દોસ્ત.. ઘણી જૂની ગઝલ પણ આજે તો નવી લાગી… અભિનંદન..!

    … ને આ તમારા લગ્નનો ફોટો બીજે ક્યાંક તો મૂક દોસ્ત…!

  8. i must have read this poem 20 tiems again n again. gr8 yaar. again it`s near to reality. doc pls just once tell me from where u bring all these type of ideas, it`s beyond imagination. gr8. u know what whenever i read yr poems i become yr friend again n again. after readinng these two poems one more time i become yr friend doc.

  9. Dearest poet,
    I am very happy with read this poem,
    and i want to read more and more,same type of poem.
    thanks , very thanks and thanks… .thanks.. ..
    please, write more & more interested poems.
    ”G’shyam vaghasia”

  10. બાવફા ને બેવફા!!!!!!!!!!! થોડા આશ્વર્યચિહનો ઓછા પડે એમ છે…ડોક્ટર સાહેબ ભલભલાને માંદા કરી દેશો તમે, પહેલા એક વાર આ શેર સાંભળ્યો હતો પણ ગઝલ પૂરી માણી નહોતો શક્યો, આભાર વિવેકભાઇ..

  11. સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
    ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

    ‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
    પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…

    awesome

  12. “સપ્તપદીના સાત ફેરામા ચૂચવે છે ચોર્યાસી લાખના ચક્કર,
    મે મારી કાણી હોડીથી ઇકોતેર પેઢીને તારવાની જવાબ્દારી છોડીદીધી છે: કારણકે

    તારવાનીશુ, તરવાનો પ્રશ્નજ તર્કસંગત છે મારે માટેતો.”

Leave a Reply to Siddharth Cancel reply

Your email address will not be published. Required fields are marked *