નજર સુધાર જરા…

Marina Bay sands by Vivek Taikor(ટેક્નોલોજીની નજર…     ….ડી.એન.એ. બ્રિજ અને મરિના બે સેન્ડ્સ, સિંગાપુર, 2016)

*

નજર નજરમાં ફરક છે, નજર સુધાર જરા,
નજરની બહાર છે એનોય છે મદાર જરા.

વિચાર છે કે થઈ જાઉં નિર્વિકાર જરા,
વિચાર પર છે પરંતુ ક્યાં અખ્તિયાર જરા?

હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !

તું કાન ખોલ, બીજું કંઈ નથી આ ધોળો વાળ,
દઈ રહી છે જરા સૌપ્રથમ પુકાર જરા.

આ મારમાર હડી કાઢીને શું મળવાનું ?
સમગ્ર સૃષ્ટિ છે તારી, કર ઇંતજાર જરા.

એ તાંતણાના સહારે તરી ગયા સાગર –
રહી ગયો જે ઉભય વચ્ચે બરકરાર જરા.

સમય ! સ્મરણને ઉપાડીને ક્યાં સુધી ચાલીશ ?
ઉતારી ફેંક, નકર નહીં મળે કરાર જરા.

‘ગઝલ લખીશ હું આજે તો કોઈ પણ ભોગે’,
– આ કેપ પેન ઉપરથી પ્રથમ ઉતાર જરા.

– વિવેક મનહર ટેલર
(૧૯-૨૦/૧૦/૨૦૧૬)

*

Marina Bay Sands by Vivek Tailor
(રાતનો અંદાજ…     ..મરિના બે સેન્ડ્સ, સિંગાપુર, 2016)

9 thoughts on “નજર સુધાર જરા…

  1. સમય ! સ્મરણને ઉપાડીને ક્યાં સુધી ચાલીશ ?
    ઉતારી ફેંક, નકર નહીં મળે કરાર જરા.

    Waah…!!

  2. સમય ! સ્મરણને ઉપાડીને ક્યાં સુધી ચાલીશ ?
    ઉતારી ફેંક, નકર નહીં મળે કરાર જરા….
    – વિવેક મનહર – satya vachan

  3. સમય ! સ્મરણ ને ઉપાડીને કયાં સુધી ચાલીશ ?
    ઉતારી ફેંક, નકલ નહીં મળે કરાર જરા…..
    ખુબ જ સરસ.

  4. સમય ! સ્મરણને ઉપાડીને ક્યાં સુધી ચાલીશ ?

    હવાની જેમ જવું હો જો આરપાર જરા,
    તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !

    નજર નજરમાં ફરક છે, નજર સુધાર જરા,
    નજરની બહાર છે એનોય છે મદાર જરા.

    અદ્દભુત સર!!!!👌👌👌👌👌

Leave a Reply to Mahesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *