સારસ-પુરાણ (ફોટોગ્રાફ્સ)

આજે ફરી એકવાર પક્ષીપુરાણ…  થોડા સમય પહેલાં ઘર-આંગણાનાં પક્ષીઓની વાત કર્યા પછી આજે સારસના થોડા ફોટાઓ…કવિતાની વેબસાઈટ પર આમ તો આ થોડી આડવાત ગણાય પણ આજકાલ કવિતા લખવાનું બંધ છે એટલે…

Saras8

ઉભરાટથી સુરત પરત થતી વખતે (૦૮-૦૨-૨૦૦૯ અને ૨૨-૦૩-૨૦૦૯) અચાનક મારા આઠ વરસના નાનકડા કોલંબસે ખેતરમાં દૂર ચરતાં સારસને ચાલુ ગાડીએ જોઈ કાઢ્યાં એટલું જ નહીં પણ જિંદગીમાં પહેલીવાર જોતો હોવા છતાં ઓળખી પણ કાઢ્યાં.

Saras3

સારસનું અંગ્રેજી નામ છે, Sarus Crane અને વજ્ઞાનિક નામ છે, Grus antigone.

Saras2

તમસા નદીના તટ પ્રદેશ પાસેથી પસાર થતી વખતે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બનેલા મહર્ષિની નજરે કામક્રીડામાં રત એક સારસ-બેલડીને પારધીના તીરથી વીંધાતી જોઈ. બીજા પક્ષીએ એના આઘાતમાં ત્યાંજ પ્રાણત્યાગ કર્યો. અને મહર્ષિ વાલ્મીકિના અને હૃદયમાં જે શોક જન્મ્યો એમાંથી અનુષ્ટુપ છંદમાં આપણી આદિકવિતા જન્મી અને ફલતઃ આપણને આપણું પહેલું મહાકાવ્ય ‘રામાયણ’ મળ્યું:

मा निषाद प्रतिष्ठां त्वं अगमः शाश्वतीस्समाः |
यत्कौचमिश्रुनोद कम वधीः कामामोहितं ||
(હે નિષાદ ! અનંત કાળ સુધી તને સ્થિરતા કે શાંતિ ન મળો. કેમકે કામમાં મગ્ન બનેલા સારસના જોડામાંથી એકને તેં હણી નાખ્યું છે)

Saras1

આપણા રાષ્ટ્રીય પક્ષી તરીકે કદાચ સારસની પસંદગી પણ થઈ હોત. રાષ્‍ટ્રીય પક્ષીની વરણી કરવા માટે મોર, ઘોરાડ, બ્રાહ્મણી, સમડી, રાજહંસ અને સારસ એમ કુલ પાંચ પક્ષી પસંદ થયેલા. પક્ષી સમડી ગળું બેસી ગયું હોય એવો ખરાબ અવાજ ધરાવતી હતી તેથી નાપસંદ થઇ. પક્ષી ઘોરાડ ભારતના નાગરિકોને ભાગ્‍યે જ જોવા મળતું હોવાથી એ યોગ્‍ય ન કહેવાય તેથી તેના નામ પર ચોકડી વાગી. ત્રીજું પક્ષી રાજહંસ વિદેશી પક્ષી છે. વળી પર્યટક તરીકે તે શિયાળો ગાળવા આવતું હોવાથી તે રાષ્‍ટ્રીય પક્ષી ન થઇ શકે.  ચોથું પક્ષી સારસ બીજા કેટલાક દેશોની રાજમુદ્રામાં સ્‍થાન પામેલું હોવાથી તેની વરણી ન કરી. એટલે છેવટે પાંચમું પક્ષી મોર પ્રભાવશાળી હોવા ઉપરાંત લોકલાડીલો અને મધુર કંઠવાળો હતો. તેથી રાષ્‍ટ્રીય પક્ષી તરીકે મોર પસંદ થયો.

Saras7

સારસ આપણા દેશનું સૌથી મોટું પક્ષી છે. તેના પગ લાંબા, રંગ સ્લેટિયો તથા માથું લાલ હોય છે. આ નીડર પક્ષીનો અવાજ કર્કશ હોય છે. નર અને માદામાં કોઇ વધારે ફરક હોતો નથી. સારસ આકાશમાં ખૂબ ઊંચે ઊડતું નથી. સારસ જોડીમાં જ મેદાનો, ખેતરો, નદી – તળાવોની આસપાસ ફરતું જોવા મળે છે. સારસની જોડી ખૂબ જ પ્રસિદ્ધ છે. એવું કહેવામાં આવે છે કે સારસનું જોડું હંમેશા એક – બીજાની સાથે રહે છે. આ જોડીમાંથી જો કોઇ એક સારસ મરી જાય તો બીજું પણ અન્ન – જળનો ત્યાગ કરે છે અને થોડા સમય પછી તે પણ મરી જાય છે.

કલાપીએ કહ્યું છે:

ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.

Saras11

સારસ સર્વભક્ષી હોય છે. તે માછલી, દેડકા તથા આવા જ નાના – નાના તળાવમાં રહેવાવાળા જીવોને ખાય છે. પોતાનો માળો કાદવ અથવા પાણીથી ભરેલા અનાજના ખેતરોની વચ્ચે બનાવે છે. તેમના માળા ઘાસ-ફૂસ અને લાકડીના બનેલા હોય છે. માદા સારસ એક વારમાં બે અથવા ત્રણ ઈંડાં મૂકે છે. ગુલાબી રંગના ઈંડા પર જાંબલી રંગની છાંટ હોય છે. ઈંડાં અને માળાની દેખરેખ નર અને માદા બંને ભેગા મળીને કરે છે. સારસ સરળતાથી પાલતુ બની જાય છે.અને અન્ય પાળેલા પક્ષીઓ અને જાનવરોની સાથે હળી-મળી જાય છે. એક અચરજ પમાડે તેવી વાત એ છે કે તે એક પગ ઉપર ઊભા-ઊભા જ સૂઇ જાય છે. કુદરતે માત્ર સારસને જ એક પગે આખી રાત સૂઇ શકવાની ક્ષમતા આપી છે. જ્યારે તે સૂઇ જાય છે, ત્યારે તેનો બીજો પગ વાળીને પાંખોની અંદર છૂપાવે છે, પછી આખી રાત એક તપસ્વીની જેમ એક પગે સ્થિર થઇને સૂઇ જાય છે.

સારસ પક્ષી વિશે શ્રી યોગેશ્વરજીની એક કવિતા અહીં માણી શકાશે.

Saras4

છેલ્લા સત્તર જ વર્ષમાં દેશમાં સારસની વસ્તીમાં નેવું ટકા જેટલો જબરદસ્ત ઘટાડો થયો છે જે ચિંતા પ્રેરે તેવા સમાચાર છે.

Saaras Beladi

45 thoughts on “સારસ-પુરાણ (ફોટોગ્રાફ્સ)

 1. સુંદર તસવીરો,

  ૨૧મી જૂને, ધબકાર – મુંબઈની કાવ્ય ગોષ્ઠીમાં પર્યાવરણ પ્રેમી કવિ શ્રી હિમાંષું પ્રેમ પઠન કરવાનો મોકો મળ્યો.
  આપ પણ હિમાંષુ ભાઈની જેમ પ્રયાવરણ પ્રેમી કવિ ની હરોળમાં છો એની વિશેષ ખુશી છે.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 2. ખૂબ સુંદર ફૉટા અને માહિતી-
  ફરી ફરી માણી આનંદ્
  કેટલીક માહિતી ઉમેરુ
  તાજેતરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સારસ પક્ષીની ગણતરી કરવામાં આવેલ. સારસને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર નામની સંસ્થાએ રેડ ડેટા બુકમાં ભય હેઠળના દરજ્જામાં મૂકેલ છે. જો સારસની સંખ્યામાં ઘટાડો થવાની પ્રક્રિયા ચાલુ રહેશે તો ગુજરાત રાજ્યને આ સુંદર અને તમામ ક્રેનમાં સૌથી મોટા એવા પક્ષીને ગુમાવવાનો વારો આવશે, જે ખૂબ જ ગંભીર બાબત છે. આવાં આ સુંદર પક્ષીના રક્ષણના પગલાંઓને ઉત્તેજન મળે તે હેતુથી આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે.
  ફરીથી ધન્યવાદ

 3. કવિતામા પ્રશ્નોતરી
  પુષ્પ તણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ?
  પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?
  કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં સુંદર ચીર?
  કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતી?
  અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતીમાળ?
  તરુએ તરુએ ફરતી કોની આશા કેરી સાખ રસાળ?
  કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ?
  પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?
  —–
  ઊંચી ઊંચી ચાંચ કરીને ગરદન ઊંચી રાખે
  મંદ્ મંદ ચાલે ચાલીને તીણું કાંઈ ભાખે
  સ્નેહ ભરેલ પંખી એતો સારસ એનું નામ
  સરિતાના તટપર ફરવાનું ખાસ્ તેનું કામ

 4. Nice pictures… beautiful…!!

  કદાચ આ વાત મેં પહેલા પણ કરી હતી.. પણ આજે ય એવું જ કઇંક લાગે છે.!

  જાદુ છે તમારી આંગણીઓમાં… કલમ પકડીને ય કવિતા કરે છે અને કેમેરો પકડીને પણ..!!

 5. વાહ દોસ્ત… ખૂબ જ મજા પડી… આટલું સરસ સારસ-પુરાણ વાંચીને અને જોઈને… અને મસ્ત ફોટોગ્રાફ્સ પાડ્યા છે… એ માટે તો તારા કોલંબસનો ખાસ આભાર માનવો જ પડે.

  રાષ્ટ્રીય પક્ષીની પસંદગીની વાત આજે પ્રથમવાર જ જાણી… આભાર.

 6. કદાચ આ વાત મેં પહેલા પણ કરી હતી.. પણ આજે ય એવું જ કઇંક લાગે છે.!

  જાદુ છે તમારી આંગણીઓમાં… કલમ પકડીને ય કવિતા કરે છે અને કેમેરો પકડીને પણ..!!

  જ્યશ્રી,

  અને, ત્રીજી વાત ના ભુલીશ્ એ ડોક્ટર પણ છે.

 7. વિવેકભાઈ

  ખૂબ સુન્દર! તસવીરો સારસ જોડીની અને ઋષી વાલ્મિકીની આદિ કવિતાની માહિતી.
  અભિનન્દન!

  દિનેશ પંડ્યા

 8. સુંદર ચિત્રો અને રસભર માહિતીથી સભર સારસ-પુરાણ!
  સુધીર પટેલ.

 9. ખુબ જ સુંદર… આ ફોટામાંથી અમુક અથવા બધાજ અહીંજ વિવિધ પોસ્ટમાં જોયેલા છે તેવુ લાગ્યુ…! આભાર…

 10. કોણે કહ્યુ કે લખવાનુ બંધ છે. આટ્લા સુંદર ફોટોગ્રાફસનુ આમ સુંદર રીતે વિવરણ કરવુ એ પણ પોતાનામા એક કાવ્ય રચવા જેવુ જ છે ને…..
  well…તમારા કાવ્ય જેમ ઉત્તરોતર પ્રગતી સાંધે છે એમ જ ફોટોગ્રાફીનિ કળા પણ નીત નવા આકાર લઈ રહી છે…
  અભિનંદન..
  ખુબજ સરસ..

 11. પ્રિય રાજીવ,

  માત્ર છેલ્લો જ ફોટો આ સાઈટ ઉપર અગાઉ મૂક્યો હતો. એ સિવાયના બધા જ ફોટા તાજા અને અક્ષુણ્ણ જ છે…

 12. છેલ્લો ફોટો – રેર ગણાય ….

  કારણ સારસ સારસી મોં ફેરવ્યાં એવું લાગે ……!! 🙂

  nice snaps …. !!

 13. સુંદર તસવીરો. વધુ લખવા માટ્રે શબ્દો નથિ………..

 14. Nice pics.Photo 7 really rare capture.I know it is an ‘out of this world ‘experience to watch a sarus soaring at this height over a green field.

 15. બહુ જ સરસ. સારસ પુરાણ સર્વ રસ પુરાણ લાગ્યુ. ચરેવેતી – ચરેવેતી

 16. સારસી ને પણ એવુ લાગવુ જોઈએ ને કે સારસ મને મનાવે છે…..બસ એટ્લે જ્….

  વિવેકભાઇ, સારસ પુરાણ વાંચવાની મજા આવી

 17. tamara kolambas ne tamari aankho j nahi tamari drusti pan mali che………..

 18. બહુ સુંદર ફોટા લીધા છે. અને તેથી ઉત્તમ તમે આપેલી વિગત.

 19. some times change from the routine is good! really liked the cahnge. Very few people even bother to look at such things!!! Very good swayam!!

 20. સરસ ચિત્રો બહુજ ગમ્યાં આભાર

 21. તમારા કોલમબસ ને માટૅ એટલુ જ કહેવાયઃઃ ભૈ આ તો મોર ના ઇંડા ……પ્રિપ્રિન્ટેડ જ હોઇ ને…સુંદર ચિત્રો અને માહિતિ મય “pictorial poem”નો અનુભવ ……વાહ ભૈ વાહ….

 22. સરસ ફોટૉગ્રાફિ,જોઇ ઘણૉ આનદ થયો.અભિનન્દન્.

 23. સુંદર તસવીરો જોઈને ખુબ જ આનદ અનુભવ્યો.
  આભાર સહ.. ખોબલે ભરીંર અભીનન્દન….

 24. exellent photos.yr colombus is chip of the old block, he must b as great as father,

 25. મિત્ર વિવેક
  ખુબજ સુંદર સારસ બેલડી ની તસ્વીર છે, ઘણો આનંદ
  થયો

 26. मित्र विवेक,
  आ विहङ्गावलोकन आजे करवा पाम्यो तेथी प्रतिभाव आपवामां मोडुं थई गयुं. शाश्वत प्रेमना प्रतीक क्रौञ्च पक्षीनां आ मनोरम दृश्यो झडपीने अम सौने मुग्ध करवा माटे आभार. पण एने अनुरूप काव्यनी उणप मने तो जरूर वर्ताई. कारण के में हम्मेशा तरा काव्य-छायाचित्र बन्नेनो सुमेळ अनुभव्यो छे.
  जोडीमां साथे रहेतां सारसमांनुं एक पक्षी एकाकी उड्ड्यन करवा क्यां ऊपड्युं? अने पेला अन्तिम दृश्यमां बन्ने एकमेकथी रिसाई गयां के? માહિતીમાં સારસના ગળાને રઙ્ગ પીળો હોય એમ લખ્યું છે પણ એક પણ ચિત્રમાં ગળું પીળું નહિ દેખાયું. એમ કેમ?
  वाल्मीकि(वाल्मिकी नहि) ऋषिना मुखेथी सहज नीकळी गयेलो श्लोक एना शुद्ध स्वरूपे नीचे आपुं छुं.
  मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः ।
  यत्क्रौञ्चमिथुनादेकमवधीः काममोहितम् ॥
  आ श्लोकनो एक अन्य अर्थ एम पण थाय छे के हे निषाद(राम)! तमे (रावण-मन्दोदरीरूपी) क्रौञ्चमिथुनमांना एक कामासक्त(रावण)ने मार्यो तेथी (पृथ्वीपर) लांबा समय सुधी प्रतिष्ठा पामो!
  પારધિ ખોટી જોડણી છે – પારધી એમ દીર્ઘ-ઈકારાન્ત છે.
  પક્ષી નાન્યતર જાતિ છે માટે ઘરઆંગણાના પક્ષીઓ નહિ – પણ ઘરઆંગણાનાં પક્ષીઓ એમ અન્ત્ય આ-કાર પર શિરબિન્દુ મૂકવું જરૂરી છે. એ જ રીતે સારસ-યુગલની વાત છે – નર અને નારી સાથે છે – માટે //ખેતરમાં દૂર ચરતા સારસને ચાલુ ગાડીએ જોઈ કાઢ્યા એટલું જ નહીં પણ જિંદગીમાં પહેલીવાર જોતો હોવા છતાં ઓળખી પણ કાઢ્યા.// ઓ આખું વાક્ય //ખેતરમાં દૂર ચરતાં સારસને ચાલુ ગાડીએ જોઈ કાઢ્યાં એટલું જ નહીં પણ જિંદગીમાં પહેલીવાર જોતો હોવા છતાં ઓળખી પણ કાઢ્યાં.// આગળ અને અન્ય કમેન્ટ્સમાં પણ ઘણે ઠેકાણે આ ભૂલો દેખાય છે.
  મારું તો માનવું છે કે અમુક નિયમો ઘડાયા માટે એ ભૂલો છે – પણ એ નિયમો આપણી જીવન્ત ભાષાના સ્વાભાવિક ઉચ્ચારોને વફાદાર નથી – હોત તો આટલા સુશિક્ષિત માણસોનાં લખાણોમાં આવી ભૂલો દેખાય ખરી? એ ભૂલો નથી, પણ આપણી બોલાતી ભાષાનું સત્યસ્વરૂપ છે. આવાં બધાં સ્થાનેથી અનુસ્વાર કાઢીને વાંચી જુઓ – જરાય અસ્વાભાવિક લાગે છે?

 27. સારસના ગળામાં પીળો રંગ હોય છે એ વાત લખવામાં હકીકત દોષ થયો છે. ધ્યાન દોરવા બદલ આભાર…

  મૂળ શ્લોક આપવા બદલ પણ આભાર…

  અને અનુસ્વાર માટે આ વખતે કાન પકડું છું અને કોશિશ કરીશ કે આગળ આપ વધુ ભૂલ નહીં શોધી શકો… આજે જ અનુસ્વાર-અષ્ટકની પુનઃ મુસાફરી કરું છું…

 28. मित्र,
  हुं कंई भूल शोधवा बेठो नथी. पिरसायेला थाळनो आस्वाद लेतां लेतां सहज देखाती जोडणी-भूलो तरफ आंगळी चींधुं छुं एटलुं ज. वाल्मिकी अने पारधि पण भूलो छे ज – वाल्मीकि अने पारधी एम जोडणी छे. पारधी आमेय संस्कृत तत्सम शब्द नथी – पण पारर्द्धिक परथी ऊतरी आवेलो तद्भव शब्द छे माटे अन्त्य ई-कार दीर्घ आवी रहे छे. पण तमारा जेवा सिद्धहस्त लेखकने हाथे आवी भूलो थाय तेने हुं तमारी भूल गणतो नथी – नियमोमां ज कंईक कचाश छे. आ ब्लॉगमां तमने वधावनाराओनी भावना केटला सुन्दर शब्दोमां व्यक्त थाय छे! प्रतिक्रियाओ पण केटली मीठी गुजरातीमां अपाय छे! मात्र सार्थ जोडणीकोश मुजब जोवा जईए तो असङ्ख्य “भूलो” होय छे एटलुं ज कहेवुं छे.

 29. વિવેક ભાઈ પ્રથમ વાર મારા વિચાર રજુ કરૂં છું. આભાર પ્રવિણાબેન કડકિઆનો જેમણે મને તમારી વેબસાઈટ મોકલી. સારસ પુરાણ ની માહિતી ખરેખર દાદ માંગી લે તેવી છે. સાથે તમારી બીજી કવિતા અને ગઝલો વાંચવાનો પણ મોકો મળ્યો. ખરે જ ઘણી મઝા આવી. હુસ્ટનની સાહિત્ય સરિતા ના પ્રતાપે અને વિજયભાઈ જેવા સહ્રદયી કવિ ના પ્રોત્સાહને મે પણ થોડી કવિતા લખી છે જે “વિચાર લહેરી” ના નામે ગુજરતી સાહિત્ય સરિતા ની સાઈટ પર છે. આપનિ અનુકૂળતા એ વાંચીને અભિપ્રાય જણાવશો.

  શૈલા મુન્શા.

 30. સરસ ફોટોગ્રાફીક ગેલેરીની સફર કરાવવા બદલ આપનો આભાર અને કોલમ્બસને અભિનદન અને એનો પણ આભાર……………..

 31. Good article.
  The state bird of Gujarat is the Greater flamingo. For the information of comment readers…

 32. ખરેખર સરસ અને સુંદર માહિતિ વાંચવા અને સાચવવા લાયકછે.

Comments are closed.