સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.
‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.
થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.
બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.
સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.
થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.
‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…
ડૉ.વિવેક મનહર ટેલર

9 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/41/trackback/
May 6, 2006 at 7:02 pm
Siddharth
વિવેક,
કવિતા ઘણી જ સરસ છે. પરંતુ તમારો ફોટો જ્યા હોય ત્યા ઐક્ય અને અદ્ધૈતની જ વાત હોવી જોઈએ. કદાચ આજની સાંપ્રત પરિસ્થિતિનું વર્ણન કર્યુ હોય તો કવિતા બંધબેસતી છે.
તમારો પ્રતિભાવ મારા બ્લોગ પર મળ્યો અને તમારી વાત સાચી છે કે હમણા બીજી ઘણી જ બાબતોમાં વ્યસ્ત થયો છુ. વધુ તમને ઈ મેલ દ્ધારા જણાવીશ.
સિદ્ધાર્થ
May 7, 2006 at 12:49 am
sanasheth
I agree with Mr Siddharth’s comment(1st sentence)
Live long the cute couple….
May 7, 2006 at 12:47 pm
વિવેક
પ્રિય સિદ્ધાર્થ અને સનાશેઠ,
આપ બંને મિત્રોની ઐક્ય અને અદ્વૈતની વાત સાચી છે. પણ આ ગઝલ સાથે આ ફોટો પૉસ્ટ કરતીવેળાએ કોઈક ગાંઠને ન છૂટવાની કે ન તૂટવાની પ્રેરણા મળે એ જ વાત મનમાં હતી.
પસાર થતાં સમય સાથે ઓસરતો જતો પ્રેમ, અહમ્, વિશ્વાસની બુઝાતી જ્યોત, થોડી-સી બેવફાઈ, આગલો ભવ સાથે પસાર કરવાની ઈચ્છાનું અવસાન, સંતાનની બેડીના કારણે ન આ પાર- ન તે પારની પરિસ્થિતિ અને સમાધાનની પહેલ કરવામાં નડતો હુંકાર - સાત પગલાં સાથે લીધા પછી દામ્પત્યજીવનને નડતા સાત ગ્રહણોને આ ગઝલમાં વણવાનો પ્રયાસ કર્યો છે…. કોઈ એક દંપતિને મારા શબ્દોમાંથી એકાદી પ્રેરણા મળશે તો સમજીશ કે મારું કવિકર્મ લેખે લાગ્યું છે…
May 8, 2006 at 1:07 pm
વિવેક
મારા પોતાના લગ્નજીવનનો ફોટો આ ગઝલ સાથે પોસ્ટ કરવા બદલ થોડા મિત્રોએ પ્રતિભાવમાં અને ઘણાં મિત્રોએ ઈ-મઈલ દ્વારા મને ઝાટક્યો. એટલે એ ફોટો આ પોસ્ટ પરથી હટાવી લઉં છું. મારા માટે દરિયોભરીને પ્રેમ દાખવનાર તમામ મિત્રોનું ઋણસ્વીકાર પણ કરું છું, કરીએ છીએ….
-વિવેક, વૈશાલી.
May 8, 2006 at 10:52 pm
sanasheth
Now ghazal sounds better….
May 19, 2006 at 6:55 am
nilam doshi
HOW TO write response in gujarati that dont know .but really very good site.feel nice to read this.congrats VIVEKBHAI.AM NILAM DOSHI FROM CALCUTTA.keep it up.now i will be a regular reader of this site.
June 1, 2006 at 11:03 pm
Anonymous
Vivek,
Very nicely put…..bitter fact of life…..just a phase in life.
I must have read this kavita ten times and still read it at least once a day….just can’t get enough of the words and its arrangement.
The first time I read it, I brought it home. And my wife and I both read it together…that evening was made very special by this poem. THANK YOU.
Keep it up….
March 5, 2007 at 5:13 am
payal
I read ur poem.It s really amazing.I love gujarati poems n gazals,Thanks for putting all these online.I am away from India So i can read it.Thanks once again.
March 31, 2007 at 3:41 pm
Vipul Kadiya
I agree with Mr Siddharth’s comment(1st sentence)
Live long the cute couple….
Vipul Kadiya