વરસાદ

OLYMPUS DIGITAL CAMERA
(મોનસૂન મસ્તી….          …સ્વયમ્, જુલાઈ-૨૦૦૮ )

૧.
ક્યાંનું પાણી
ક્યાં જઈને વરસે છે
એ તો
વરસાદ જ જાણે.

૨.
વરસાદ
અને
વાયદાને
કોઈ શરમ નડતી નથી.

૩.
-અને શહેરને તો ખબર પણ ન પડી
કે
ફૂટપાથ વચ્ચે
બે કાંઠે વહેતી ડામરની સડકોએ
ક્યારે
એના નાક નીચેથી
ભીની માટીની પહેલી સોડમનું સુખ છિનવી લીધું…

૪.
હું ભીંજાવા તૈયાર બેઠો છું,
અડધા કપડાં કાઢીને
ને તું
પેલા એરિયામાં
છત્રી ને રેઇનકોટના માથે જ કુટાયા કરે છે ?!

૫.
એ તો
હજી પણ
એમ જ વરસે છે,
આપણે જ ભૂલી ગયાં છીએ,
છત્રી ફેંકી દેવાનું.

૬.
વરસાદની ગેરહાજરીમાં
ધરતીમાં ચીરા પડી જાય
એ ખરો દુષ્કાળ
કે પછી
એ ચીરા
માણસમાં ફેલાઈ વળે એ ?

૭.
બહાર કરતાં તો
અંદરનો વરસાદ
વધુ ભીંજવતો હોય છે

૮.
વરસાદ
પાતાળ ઊતરીને
મહિનાઓથી ઊંઘી ગયેલા દેડકાઓને
બહાર કાઢી લાવે છે…
તું રડ નહીં…
મારી ઠેઠ અંદરથી…

૯.
કોઈ વરસાદને ઇચ્છા સાથે ન સરખાવશો.
ગમે ત્યારે આવે- ન આવે,
વરસે – ન વરસે,
અધધધ – અલપઝલપ
ભીંજવે -ન ભીંજવે…
બંને જ સરખા.
પણ તે છતાં
વરસાદને કોઈ ઇચ્છા સાથે ન સરખાવશો.
કમસેકમ એની પાસે એક આધાર તો છે –
– વરસાદનો !

૧૦.
મને સમજાતું નથી,
મેં ચામડી પહેરી છે કે રેઇનકોટ ?
તું ક્યારની વરસી રહી છે,
પણ હું…

૧૧.
કેટલાક વરસાદ
ભીંજવવા
આવતા જ નથી હોતા,
એ તો
ડૂબાડવા જ આવે છે…

૧૨.
વરસાદને
વળી કઈ હવા લાગી ગઈ ?
એરિયા જોઈને
પડતો થઈ ગયો છે.

૧૩.
વરસાદના
જે પહેલા ટીપાંને અઢેલીને
આપણે બેઠાં હતાં

આજે પણ અનરાધાર વરસી રહ્યો છે,
મારી ભીતર…

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૬-૨૦૧૬)

OLYMPUS DIGITAL CAMERA

 1. Vidhi Patel’s avatar

  Loved d last 1 guru…aaje pan anaradhar varsi rahyo chhe,mari bheetar…1st and 7th…tarbatar…..Very nice…. 🙂

  Reply

 2. jay’s avatar

  Nice all of them

  Reply

 3. algotar ratnesh’s avatar

  વાહ

  Reply

 4. Mahesh’s avatar

  Waah Vivekbhai maja padi saras varsadi zapta jeva kavyo

  Reply

 5. નિનાદ અધ્યારુ’s avatar

  વરસાદના
  જે પહેલા ટીપાંને અઢેલીને
  આપણે બેઠાં હતાં

  આજે પણ અનરાધાર વરસી રહ્યો છે,
  મારી ભીતર…

  વરસાદનો વિવેક કે વિવેકનો વરસાદ
  ???!!!

  Reply

 6. Rina’s avatar

  Waaaaaaaaah

  Reply

 7. Neha’s avatar

  Badhi kavita saras

  Reply

 8. Shivani shah’s avatar

  Waaaah !

  Reply

 9. Vimala Gohil’s avatar

  વાહ રે વાહ…..

  Reply

 10. dharmesh bajari’s avatar

  વરસાદ્એ વરસાદ

  Reply

 11. urvashi parekh.’s avatar

  ખુબ જ સરસ કવિતઓ,મન ને પણ ભીંજવી ગઇ.

  Reply

 12. Maheshchandra Naik’s avatar

  સરસ્,સરસ્,સરસ્……….વરસાદની મોસમ અન વર્ષા મુક્તકો……….આનંદ આનંદ થઈ ગયો,અભિનદન અને આભાર……….

  Reply

 13. Pankaj Vakharia’s avatar

  mast bhina bhina chandarna !

  Reply

 14. Pushkar Rathod’s avatar

  શુ કેહવુ આ કવિતાઓ નુ ? હુ આખો પલડેી ગયો આમા તોૂ. બસ આમ જ તમે અમોને ભિન્જવતા રહોૂ.

  Reply

 15. kiran’s avatar

  બગુજ સરસ

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *