બપ્પોર

P4097197
(લંચ ટાઈમ….                             …ખિસકોલી, ૦૪, એપ્રિલ, ૨૦૦૯)

*

ઘરોના નળમાં ‘બુડ…બુડ…’ અવાજ
ને ડોલોને ઉપડે રિક્તતાની ખાજ,
સૂના રસ્તાના અવાવરું બિસ્તર પર
એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
નિર્વસ્ત્ર ડાળો પર જામી ગયેલો સન્નાટો,
ફરતા પંખા પરથી ચરકતો સમય
દીવાલોના ગાલ પર ગરમ ચચરાટ બની ચોંટી જાય છે
ને
ત્રસ્ત કો’ ચહેરા પરથી ટપકતો ખારો અજંપો…
ગલીના નાકે
એકાદ રડ્યાખડ્યા જનાવરના મુખમાં
વાગોળાતો સૂર્ય
પછી
પોદળો થઈ પથરાય
અને
ચોમેર
બદબૂ….બદબૂ… બદબૂ…

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૯-૧૯૮૬)

33 thoughts on “બપ્પોર

  1. એકાદ રડ્યાખડ્યા જનાવરના મુખમાં
    વાગોળાતો સૂર્ય
    પછી
    પોદળો થઈ પથરાય
    અને
    ચોમેર
    બદબૂ….બદબૂ… બદબૂ…
    સરસ અછાંદસનો આવો અરસિક અંજામ!
    હંમણા જ ભર બપોરે સામે બારણેના ૧૦૨ વર્ષના માજીને વળાવી આવ્યા.રસ્તામા પોદળો હતો
    તેના જેવી સુંદર સુગંધીદાર કોઈ વસ્તુ ન હોય તેવો આનંદ થયો.સુગ અને સૌંદર્ય વસ્તુ ગત નથી પણ ભાવનાગત છે.
    ભેંસ પોદળો કરે તો સ્ત્રી દડમાં કૂંડાળું કરીને બોટી રાખે. પાછાં વળતાં પોદળો ભેંસની પીઠ ઉપર મૂકે અને ઘરે આવી વાસીદામાં ઉમેરી દે.
    ચોમાસું ગયા પછી આખો ચરો નવા ઘાસથી લીલો થઈ ગયો હોય. બપોરે બાર વાગે રબારી ફળિયે ફળિયે જાય અને ચકલામાં ઊભો રહે. લાંબી લાકડી બોચી ઉપર મૂકેલી હોય, તેને બે છેડે બન્ને હાથની આંટી મારી આંગળીઓ કાનમાં ખોસે, આંખ બંધ કરે ને ‘ધોરી છોડજો….’ એમ લાંબે લહેકે બૂમ પાડે. એટલે ભેંસોનો પ્રવાહ શરૂ થઈ જાય. રસ્તો પોદળાથી ભરાઈ જાય. સ્ત્રીઓ વીણી લે. પોદળો કઠણ હોય તો સીધો જ ઝીલી લે. પછી છાંણાં થાપે. બળતણમાં તેનો ઉપયોગ થતો.

    આને બદબુ કહેવાની ગુસ્તાખી?

  2. ચોમેર
    બદબૂ….બદબૂ… બદબૂ…
    સરસ અછાંદસનો આવો અરસિક અંજામ!

  3. ઉકરડા ગામ વચાળે નથી રખાતા એનુ કારણ્ તેની વાસ્,દુર્ગન્ધ અને ગંદકી છે.એ તો ગામની ભાગોળે જ શોભે.અમદાવાદ માં પોદળા ને કારણે સાઈકલ ,સ્કુટર અને મોટર સાઈકલ ના સ્લીપ થઈજવાથી બનતા અકસ્માતોની સંખ્યા ઘણી મોટી છે.
    સરસ રચના.

  4. જય શ્રીકૃષ્ણ ડો.વિવેકભાઈ,

    આપે તો ખુબ જ સરસ રીતે ઉનાળાની બપોરનું વર્ણન કરી દીધું.અને સાથે આ પોદળાની વાતથી કાકાસાહેબ કાલેલકરના ઉનાળાના નિબંધો પર લખેલ લેખ જે પાઠ્યક્રમમાં આવતો તેની યાદ આવી ગઈ કે કદાચ આ પોદળૉ બદબૂ ફેલાવે છે પણ એ જ પોદળૉ આ પાઠમાં બાળકને ઉનાળાની બળબળતી બપોરમાં ઠંડક આપે છે અને તેના ઉઘાડા પગને શીતળતા અર્પે છે.વળી પહેલાના જમાનામાં આ પોદળાને સૂકવીને જ ઈંધણ તરીકે પણ તો વાપરતાં.બસ એ આપણા પર છે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાંથી આપણે તેની સારપ ઓળખી તેને ગ્રહણ કરવી કે પછી તેના ખરાબ પાસાને…

    સૂના રસ્તાના અવાવરૂ બિસ્તર પર
    એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
    નિર્વસ્ત્ર ડાળો પર જામી ગયેલો સન્નાટો,
    ફરતા પંખા પરથી ચરકતો સમય
    દીવાલોના ગાલ પર ગરમ ચચરાટ બની ચોંટી જાય છે

  5. ડેઅર ફ્રેન્ડ્સ,

    I think most of the people here have failed to understand this poem. One nice madam has said that this is અરસિક and people have joined her like ઘેટાનુઁ ટોળુઁ…

    out of 100, 99 people will not call a પોદળો a સુંદર સુગંધીદાર વસ્તુ. anyone will? Thanks for nice odoured information about the dung but does that have any relevance with the poetry here? And if you say બદબુ કહેવાની ગુસ્તાખી, than I think you should make perfume of a પોદળો and use it for yourself…

    The title of the poem is the door to the poetry. Here the title is બપ્પોર. So, the poem has to be read in that context only. It is a narration of a hot noon, most probably in the mid-summer.

    ગલીના નાકે
    એકાદ રડ્યાખડ્યા જનાવરના મુખમાં
    વાગોળાતો સૂર્ય
    પછી
    પોદળો થઈ પથરાય
    અને
    ચોમેર
    બદબૂ….બદબૂ… બદબૂ…

    – This bad smell here means nothing but is a metaphor used to describe the intolerant heat of the noon in summer. Look what this animal is eating!! It is eating the Sun !! And what comes out in its dung? It’s તડકો…તડકો… તડકો… ગરમી… ગરમી… ગરમી….

    People … for G-O-D’s sake, use your own gray matter when you read a poem & don’t judge it from others’ opinions…

  6. મી. પરેશ તમારી કોમેનટ ત્મારા વિચારો મુજબ બરોબર છે. મોટભાગના લોકો બીજાના એક્સપ્રેસનને પોતાની લાઈકિંગસ પ્રમાણે જ પોજીટીવ કે નેગેટીવ બાબતમાં ખપાવે છે. ડો. વિવેકે જે જોયું જે અનુભઈવુ એ એમણે લઈખું અને મેડમે એનું એમના માઈંડસેટ પ્રમાણે પોસ્ટમોટમ કઈરુ. પોડળો એ માત્ર પ્રતીક છે. એબસોલ્યુટ ગુણધર્મો પ્રમાણે પ્રતીકની પસંદગી મુશ્કેલ છે. ગમે તેમ હોય ડોક્ટરને ગરમી વિશે જે કહેવુ ચે તે એમણે બરાબર રીતે કહ્યું છે.

    આજ્કાલની મુતરડીમા મુશાયરા જેવી ગઝાલો કરતા તો આ લાખ દરજ્જે મોટા ગજાની કવિતા છે. બાકી મગજ વગરના લોકોને તો ગલીપચી કરવે એવી ગઝલો સાંભળીને તાલીઓ પાદવામાં જ રસ હોય છે.

  7. દાઝે બાળતી ઊનાળાની ગરમી નુ કેવુ સુંદર કાવ્યાંકન !!!

    સૂના રસ્તાના અવાવરૂ બિસ્તર પર
    એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
    નિર્વસ્ત્ર ડાળો પર જામી ગયેલો સન્નાટો,
    ફરતા પંખા પરથી ચરકતો સમય
    દીવાલોના ગાલ પર ગરમ ચચરાટ બની ચોંટી જાય છે
    ………………………………………………………………

    ક્યારેક એવી કોઈ વાત વાંચી હતી કદાચ કોઈ અછંદાસ મા જ કે કાળઝાળ
    ગરમી મા પાદુકાવીણ બહાર નીકળેલા કવી દાઝતા ચરણને રાહત આપવા એક પોદળા પર ઊભા રહી ગયા અને એ સમયે એમને મળેલી ટાઢી હાંશ!!! ના અગમ્ય આનંદે એ કાવ્ય રચવા પામ્યુ એ વાત અહી યાદ આવી

  8. મેઁ મને ગમતેી પ્ઁક્તિઓ ગણવા માઁડેી-આખુઁ કાવ્ય પુરુઁ થઇ ગયુઁ
    વાહ ક્યા બાત હૈ-
    ઘણાઁ લોકો -સ્લમ ડૉગ મિલિયોનેર્-નો અમિતાભ બચ્ચનનો સિન હજુ યાદ કર્યા કરે છે.

  9. મેઁ મને ગમતેી પ્ઁક્તિઓ ગણવા માઁડેી-આખુઁ કાવ્ય પુરુઁ થઇ ગયુઁ
    વાહ ક્યા બાત હૈ-
    ઘણાઁ લોકો -સ્લમ ડૉગ મિલિયોનેર્-નો અમિતાભ બચ્ચનનો સિન હજુ યાદ કર્યા કરે છે.

  10. સરસ અછાંદસ…

    કાળઝાળ ગરમીને તાદ્દશ કરતું શબ્દશ: સચોટ આલેખન.

  11. અરે….. અહીં પણ ઉનાળાની બપ્પોર છે ?!!

    જો કે મને તો હજુ પણ એ વાતની નવાઈ જ કે-
    બધીયે સંવેદનાનું બાષ્પીભવન માત્ર રૌદ્ર સ્વરુપમાં રુપાંતર
    થતું હોય ત્યારે કવિની કલમ કેમ ચાલે ?!!

  12. ખુદ સૂર્ય પણ પોદળો થઈ પથરાય જાય એવી કાળઝાળ ગરમીનું દાઝતું વર્ણન… ખૂબ જ ગમ્યું !

    અમેરિકાની ખિસકોલી ચટાપટા વગરની હોય છે… એટલે આ ખિસકોલીની કવિતા જરા વધારે ગમી ગઈ.

  13. આ “બળબળતા જામ્યા બપ્પોર” વાળી મજા અહી ન્યુજર્સી માતો બસ આ કાવ્ય દ્વારા જ માણી શકાય. દરેક શબ્દોમાથી બળ બળતો નિઃશ્વાસ છુટતો અને આ…આહ કમેન્ટ લખતા કી-પેડ પણ બળબળતુ..
    અભિનંદન અને આભાર વિવેકભાઈ આટલી સચોટ રચના બદલ!

  14. ડોક્ટર સાહેબ,
    આપની અછાદસ રચના જો આંખ મીચીને મમળાવો તો તેમાંથી ઘણા તથ્યો ઉદ્ભવિત થાય.
    પોદળાની વાસને લીધે તેની અવગણના કરવી અનુચિત છે.
    આજે સિમેન્ટની ફ્લોરપર ખુલ્લા અંગે સુતા જે ટાઢક મળે છે તેના કરતાં પોદળામાં માટી ભેળવીને તાજી રાગેલી ફ્લોર પર સુવાથી જે આનંદ થાય એ અનન્ય છે,આ સિમેન્ટના જંગલમાં એ
    ક્યાં મળે?એતો ગામડાના ઘરમાં જ મળે.આપણા એરકંડિસ્નર રૂમ કરતાં પોદળાને માટીના બનાવેલા અને ઉપર ઘાસ નાખી બનાવેલી છત વાળા કુબાની નાની બારીઓમાંથી આવતી પવનની લહેરખી માણી છે?
    શહેરના લોકો એને જોઇને નાકનું ટિચકું ચડાવે છે કારણકે શહેરમાં એનું કશું મહ્ત્વ નથી પણ ગામડા અને નાના શહેરોનું એક અવિભાજ્ય અંગ છે.”પોદળો”
    અસ્તુ
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  15. નિર્વસ્ત્ર ડાળો પર જામી ગયેલો સન્નાટો,
    ફરતા પંખા પરથી ચરકતો સમય,
    રડ્યાખડ્યા જનાવરના મુખમાં વાગોળાતો સૂર્ય …

    રૂપકો વડે કાળઝાળ ગરમીની સુંદર અભિવ્યક્તિ.

  16. વાહ ડોક્તર્. વાહ્. મને તો ૪૨ દિગ્રિ ના ઉનાળા નુ વરણ્ર્ન .. સ્રર્ર્સ રિતે અન્કિત ક્રુયુ ….

  17. કાવ્ય તો ગમ્યું જ.પણ પોદળા વિષયક આડચર્ચામાં પણ મજા પડી.અનેક અંગત સંસ્મરણો જગાવી ગઈ.
    બચપણમાં વેકેશનમાં મોસાળે પોળના ઘેર જવાનું થતું ત્યારે પોદળા પર લપસવાનો મારો નિયમ હતો.
    હમણાં એક ગોપાલક મિત્રને ઘેર ગામડે રોકોયેલો.વાતાવરણ ગોકુળ જેવું.બહાર સૂવાનું. આહ્લાદક હતું. પણ આંગણમાં જ ચાર ભેંસ આરામ ફરમાવે.ત્યારે મને પરોણાગતને લીધે કે ગમે તેમ, પણ બદબૂનો અહેસાસ તો ન થયો.પણ એ બૂ ને કારણે આખી રાત ઊંઘ ન આવી.

    બાકી કાવ્ય તો એની રીતે પ્રતીકાત્મક વાત કરે છે જે આસ્વાદ્ય છે.

  18. અરસિકેષુ કવિત્વ નિવેદનમ્,,,શિરસિ મા લિખ મા લિખ મા લિખ !

  19. કહેવાની વાતમાં ભરી સુગંધી છે,

    વાતની રજુઆત થોડી ગંદી છે.

    તેથી કવિતાના હાર્દને માણીશું તો કવિને ન્યાય થશે.

    http://www.aasvad.wordpress.com

  20. સુગંધ, ગમો, અણગમો આ બધી વસ્તુઓ દરેક મનુશ્યની ભાવનાગત રુચી દર્શાવે છે. આમા કોઇ ખોટુ કે કોઇ ખરુ નથી. મહત્વ ભાવના કરતા વધુ કલ્પનાનુ છે. મને મારા હાઇ-સ્કુલ ના ભાષા ના એક શિક્ષકનુ વાક્ય યાદ આવ છે. “કવિની ભાવના ઘણી ઉંડી હોય અને કલ્પના ઘણી ઉંચી હોય !”
    -તેજસ

  21. અછાંદસની વ્યાખ્યામાં બિલકુલ બંધ બેસે એવું પ્રભાવક અછાંદસ.

Leave a Reply to mahesh dalal Cancel reply

Your email address will not be published. Required fields are marked *