હું અને તું…

IMG_1003

*

રચવાના બાકી રહી ગયેલા મેટફોર્સને અઢેલીને
હું અને તું
નહીં કહેવાયેલા શબ્દોના ગરમાળા નીચે બેઠાં બેઠાં
નહીં ઊગેલા સૂરજ વીણવાની
નહીં કરેલી કોશિશ કરતાં હતાં
એ વખતે
શક્યતાના ઊંટની આવતી કાલની ખૂંધ પરથી ગબડી પડેલા પવને
તારા કાનની બૂટના ત્રીજા કાણામાં લટકતા
મારે કરવાના રહી ગયેલા ચુંબનોને
જરા-જરા સહેલાવ્યા ન હોત
તો…

…તો આ શબ્દો આટલા ગરમાળાયા જ ન હોત
અને
કોઈ મેટફોર્સ બચ્યા જ ન હોત બનાવવા માટે
અને
આપણને અઢેલવા માટે થડ વગરની આજ સિવાય કંઈ હોત જ નહીં.
મતલબ કે કશું હોત જ નહીં
મતલબ કે
તારો ‘તું’ મારા ‘હું’ સાથે ‘અને’થી જોડાયેલો જ ન હોત.

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૪-૨૦૧૬)

*

 

IMG_2515

 1. Vipul’s avatar

  Good one

  Reply

 2. Pankaj’s avatar

  achchha hai!

  Reply

 3. Rina’s avatar

  Waaah…. kya baat

  Reply

 4. Sanjubaba’s avatar

  Nice dear

  Reply

 5. Maheshchandra Naik’s avatar

  સરસ ગરમાળાના મોહોલમાં રચના……આનદ આપી જાય છે……..આભાર….અભિનદન………….

  Reply

 6. મનસુખલાલ ગાંધી’s avatar

  સરસ……..

  Reply

 7. મીના’s avatar

  અદ્ભુત શૈલી વ્યક્ત થઈ છે…

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *