પળ હશે!

Birds by Vivek Tailor
(ઉડ્ડયન……                                   …અલેપ્પી, કોચી, ડિસે., ૨૦૧૬)

*

કોણ જાણે, એના દિલમાં છળ હશે ?
કે પછી સંજોગનું કંઈ બળ હશે ?
ધાર્યું નહોતું કે સમયની જાળમાં-
‘એ ન આવે’ – માત્ર એવી પળ હશે!

– વિવેક મનહર ટેલર
(૦૧-૧૧-૨૦૧૦)

*

flower by Vivek Tailor
(એક અકેલા….                            ….અલેપ્પી, કોચી, ડિસે., ૨૦૧૬)

14 thoughts on “પળ હશે!

  1. વાહ પ્રભુ ! ગઝલ પૂરી કરો ને તે પણ મુસલસલ

  2. પ્રિયપાત્રના ન આવવાની વ્યગ્રતાની કશમકશનો સુંદર ચિતાર!

Comments are closed.