એવો પત્થર વિશ્વમાં મળશે નહીં
May 3, 2006 in ગઝલ by વિવેક | 3 comments
રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.
લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.
બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.
રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.
આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.
ડૉ.વિવેક મનહર ટેલર
છેલ્લા બે દિવસથી રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સંસ્કારનગરી વડોદરામાં અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.
-
Sana Sheth on May 3, 2006 at 11:42 pm
Well said doctor,hope your ghazal can chage one person who are fighting.
Last 2 lines are very good.I liked that very much. -
Suresh on May 5, 2006 at 7:53 pm
બહુ જ સુંદર . નેટ ઉપર ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ઉપર વડોદરાના આ સમાચાર વાંચતાં મનમાં આવા જ વિચાર આવ્યા હતા. ત્યાં તમારી આ સુંદર ગઝલે એ વિછરોને પુષ્ટી આપી.
તમારા શબ્દોમાં જાદુ છે.ભગ્વાન તમારી પાસે આવું સત્ય વધારે ને વધારે લખાવે. આ સમજ સામાન્ય માનવો સુધી ક્યારે પહોંચશે? -
Hemant Vaidya on May 12, 2009 at 3:05 pm
આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.બહુ જ સુંદર

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- Jayesh: …આજે તારી વર્ષગાંઠ છે !
- dhrutimodi: …આજે તારી વર્ષગાંઠ છે !
- kishore modi: …આજે તારી વર્ષગાંઠ છે !
- Pinki: …આજે તારી વર્ષગાંઠ છે !
- jyoti: …આજે તારી વર્ષગાંઠ છે !
- હેમંત પુણેકર: …આજે તારી વર્ષગાંઠ છે !
- vinodgundarwala: …આજે તારી વર્ષગાંઠ છે !
- niraj: …આજે તારી વર્ષગાંઠ છે !
- nishit joshi: …આજે તારી વર્ષગાંઠ છે !
- umesh: …આજે તારી વર્ષગાંઠ છે !
- dangodara vinod "prit": …આજે તારી વર્ષગાંઠ છે !
- ajamaa: …આજે તારી વર્ષગાંઠ છે !
- કવિતા મૌર્ય: …આજે તારી વર્ષગાંઠ છે !
- ડૉ.મહેશ રાવલ: …આજે તારી વર્ષગાંઠ છે !
- Rajeshwari shukla: …આજે તારી વર્ષગાંઠ છે !


3 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/40/trackback