પથ્થર નકામા

 IMG_3859

(માર્બલ રોક્સ, ભેડાઘાટ, જબલપુર, જુન, ૨૦૧૫)

*

અગર શોધશો તો એ મળશે બધામાં,
નહિતર ગણી લેજો પથ્થર નકામા.

ફરી એનો એ તંત ઊઠ્યો સભામાં,
ન આરંભ-ના અંત જેનો કશામાં.

આ રાતોને ધોળો કલર ઘોળવામાં,
સવારોના ડિલ પર પડ્યા છે ચકામા.

જીવનભર જે દર્દોને રાખ્યા નનામા,
કરે એ જ આજે ગઝલમાં ઉધામા.

શું પ્યારું, શું પોતીકું – સઘળું ગુમાવ્યું,
સિલકમાં જે આંસુ બચ્યાં તે નફામાં.

ટૂંકુંટચ હતું “સો”થી “રી”નું આ અંતર,
જીવન તોય ટૂકું પડ્યું કાપવામાં.

– વિવેક મનહર ટેલર
(૦૧-૦૪-૨૦૧૬)

*

IMG_3884

(માર્બલ રોક્સ, ભેડાઘાટ, જબલપુર, જુન, ૨૦૧૫)

15 thoughts on “પથ્થર નકામા

 1. જીવનભર જે દર્દોને રાખ્યા નનામા,
  કરે એ જ આજે ગઝલમાં ઉધામા.

  ટૂંકુંટચ હતું “સો”થી “રી”નું આ અંતર,
  જીવન તોય ટૂકું પડ્યું કાપવામાં.

  Waahhhh

 2. શું પ્યારું, શું પોતીકું – સઘળું ગુમાવ્યું,
  સિલકમાં જે આંસુ બચ્યાં તે નફામાં.

  …………….

 3. સુંદર ગઝલ
  મત્લા સૌથી વધુ ગમ્યો
  ભેડાઘાટના પથ્થરોય એટલા જ સુંદર
  એમને કચકડે કંડારનારની દૃષ્ટિની સુંદરતાનો એઓ ખ્યાલ આપ

  ને પથ્થરો આટલા સુંદર હોય તો એમાં બીજું કશું શોધવાનું શી જરૂર?

 4. સવારોના ડિલ પર પડ્યા છે ચકામા.

  વાહ !

 5. મજા મજા આવી ગઈ
  ગઝલ ને વાંચવામાં

  ખુબ સરસ

 6. “શું પ્યારું, શું પોતીકું – સઘળું ગુમાવ્યું,
  સિલકમાં જે આંસુ બચ્યાં તે નફામાં.”

  સુંદર ગઝલ.

 7. એમનેી સામેજ તો ઉભો હતો,
  શોધતા રહ્યા મને એ નકશામાઁ

  “ફરી એનો એ તંત ઊઠ્યો સભામાં,
  ન આરંભ-ના અંત જેનો કશામાં.”…. વાહ સુઁદર્

Comments are closed.