લ્યો… એક દાયકો પૂરો !!

Vivek Tailor

*

દસ વર્ષ પહેલાં જ્યારે આ વેબસાઇટ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતી વેબસાઇટ્સ એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે. પ્રિન્ટ મિડિયાના વળતાં પાણી થશે અને ઓન-લાઇન સાહિત્ય ચોકોર છવાઈ જશે એમ લાગતું હતું. શરૂઆતમાં મારી આ કલ્પના ખરી પડતી પણ જણાઈ. શરૂ થયાના થોડા જ વર્ષોમાં ગુજરાતી વેબસાઇટ્સ ખાસ્સું કાઠું કાઢતી નજરે ચડી. સાઇટ્સમાં વૈવિધ્ય પણ દેખાયા. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિમાં ફરી નવો વળાંક નજરે ચડી રહ્યો છે. વૉટ્સ-એપ અને ફેસબુકના આક્રમણ સામે વેબસાઇટ્સની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયેલો અનુભવાય છે. પણ તોય એ હકીકત નકારી શકાય એમ નથી કે ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે એટલે ઘટતી લોકપ્રિયતાના સામા વહેણમાં પણ તરતા રહેવાનું ચાલુ રાખ્યું છે.

૧૦ વર્ષ

૫૨૫ પૉસ્ટ્સ

૧૨૦૦૦થી વધુ પ્રતિભાવ

આ આપ સહુના અવિરત સ્નેહનો જ અનર્ગળ આવિર્ભાવ છે. મારી આ શબ્દયાત્રા આજપર્યંત ચાલુ જ છે અને શ્વાસપર્યંત ચાલુ જ રહે એવી અભિલાષા સાથે આપ સહુનો એકધારો સદભાવ પણ અપેક્ષિત છે…

ચાલો ત્યારે, અગિયારમા વર્ષમાં પણ મળતા રહીશું દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે…

સદૈવ આપનો જ,

વિવેક

*

scsm_10_yrs

14 thoughts on “લ્યો… એક દાયકો પૂરો !!

  1. ” ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે ”

    વિવેક ભાઈ આપની આવાત બહુ સાચી છે.વોટ્સેપ વગેરે તો સમ્પર્ક માટે યોગ્ય જ છે પણ

    વેબ્સાઈટ્સ પર વિષયનું વિસ્ત્રુત વિષ્લેશ્ણ માણી શકય તેની મજા જ અલગ હોય છે.

    એક દસકાની સિધ્ધિ બદલ ખૂબ-ખૂબ અભિનંદન.આવતા સમય માટે અનેક શુભેચ્છાઓ.

  2. અભિનન્દન.આપને ભગવન હર હમેશ પ્રગતિને પન્થ પર કમયબ કરે.

  3. એક દાયકો પૂરો થયો…
    શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
    ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

    આ એક દાયકો એ નાની વાત નહોતી. પદ્ય સાહિત્યનો વૈવિધ્ય રસસભર થાળ મનમસ્તિકને ભોજન મળતું રહ્યું છે. એક જ કવિની કલમ એના જ શબ્દો એની લાગણી અને કલ્પનાના વિવિધ પાસા… સોનેટથી લઈને અછાંદસ અને ત્રિપદી ગઝલ અને આવા ઘણાં ખેડાયેલા અને ઓછા ખેડાયેલા પ્રકારો વારંવાર કવિના મતે અજમાયશ ને પ્રયોગના નામ પરંતુ વાચકના મતે અદ્ભુત પૂરવાર થતા રહ્યા છે.
    કંઈ કેટલીય રચનાઓ યાદ આવી ગઈ…
    ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
    આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.

    આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
    શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

    લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
    જો, નિશા અડબંગ છે મારી ભીતર.

    રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય …

    અંજનીગીત.. હિંદી ગઝલ… મુક્તક અને મોનો ઇમેજ અને નઝમ…
    નઝમ યાદ આવે છે.. – હું જોઉં છું, શું છું હું એકલો સફરમાં હવે ?…

    યાદોની સફર બહુ લાંબી છે… દોસ્ત!

    ખૂબ ખૂબ અભિનંદન… અને સ્નેહ

  4. ખુબ અભિનન્દન અને શુભાશિશ. ૧૦ વર્શ પુરા કારવા માટૅ.

    તમારિ કાવ્ય રચનાઓ તો પાગલ કરિ દે એવિ હોય ચે.

  5. અભિનદન્.હજિ પણ તમારિ રચના ઓ નુ રસપાન કરવા મળે એવી શુભે કામના.

  6. Heartiest congratulations and best wishes હાજી. મળતા રહીશું, શબ્દોની ગુથવણિનો આનંદ લેતા રહેીશું.

  7. સમય ફાળવીને વેબસાઇટ પર બે મિનિટ થોભીને પ્રતિભાવ આપનાર સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….

  8. ઍક દાયકાની અવિરત યાત્રા અનેક દાયકાઓ સુધી લંબાયેલી બની રહે એવી શુભકામનાઓ સહ અભિનદન…..

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *