છપાક્ !!!

IMG_6826
(અઢેલીને….                          ….જયપુર, નવેમ્બર, ૨૦૧૪)

*

શું લખો છો ?
– એણે પૂછ્યું.
એક ઉઘાડી પેન્સિલ પહેરીને
ક્યારનો
હું કોરા કાગળમાં ઝંપલાવવા
મરણતોડ પ્રયાસ કરી રહ્યો હતો.
પગની અણી ડૂબે
એટલી જગ્યાય જડતી નહોતી.
થીજી ગયેલી ક્ષણોની
મૌન દીવાલોને
સદીઓથી અઢેલી બેઠા વિચારોને
જ્યારે ખાલી ચડી ગઈ,
મેં એની સામે જોયું.
સા…વ કોરા કાગળ જેવું જ એ હસી,
ને હું આખો જ…
છપાક્ !!!

– વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૨૦૧૫)

*
dove by Vivek Tailor
(છપાક્ ….                          …ભરતપુર, ફેબ્રુઆરી, ૨૦૧૪)

6 comments

 1. Rina’s avatar

  છપાક્……….. વાહ

 2. Maheshchandra Naik’s avatar

  છપાક્…………સાથે સરસ છબિ મુકીને જમાવટ થઈ ગઈ….અભિનદન………

 3. મીના’s avatar

  વાહ !

 4. Gunjan Mirani’s avatar

  વાહ

 5. સુનીલ શાહ’s avatar

  ખૂબ ઓછા શબ્દોમાં બહુ જ સુંદર અભિવ્યક્તિ. ગમ્યું.

 6. Bhinash’s avatar

  wahhhhhh

Comments are now closed.