એકસાથે જે ડાળે ઝૂલ્યાં

OLYMPUS DIGITAL CAMERA
(નિષ્પ્રાણ….                                           અંદમાન, નવે, ૨૦૧૩)

*

એક સાથે જે ડાળ ઝૂલ્યાં એ આખેઆખું ઝાડ જ ગુમ ?
છતાંયે ઊઠી ન એકે બૂમ ?!

એક સાથે જ્યાં કોડીઓના ખિસ્સામાં સપનાં ભર્યાં’તાં,
લખોટીઓના ઢાળે બેસી ભેરુતાના પાઠ ભણ્યા’તા;
સંતાકૂકડી, ચલક ચલાણું, લંગડી, ખો-ખો, ઘર-ઘર, ઢગલી,
એક સાથે લઈ હાથ હાથમાં ભરી આપણે પા પા પગલી,
એ પાદર, એ વડલો, કૂવો આજ કેમ મારી ગ્યાં સૂમ ?
ગયું ક્યાં ગામ દબાવી દૂમ ?

એક સાથેનું ઘણું બધું બદલાઈ ગયું છે, હવે તો વહાલી,
હું મારા રસ્તે ચાલ્યો ને જ્યાં તું તારા રસ્તે ચાલી;
ઊંધા માથે પટકાયા છે જીવતરના સઘળા સરવાળા,
એક તણખલું, એક-એક કરતાં ગયા ઉઝડતા સઘળા માળા,
“આપણ”ના અમિયલ અભરખા થઈ ગયા અંતે ‘હમ-તુમ’,
હવે બસ, એકલતાને ચૂમ.

– વિવેક મનહર ટેલર
(૨૪-૧૧-૨૦૧૫)

*

OLYMPUS DIGITAL CAMERA
(સ્થિતિ….                                          …અંદમાન, નવે, ૨૦૧૩)

13 thoughts on “એકસાથે જે ડાળે ઝૂલ્યાં

  1. એક સાથે જે ડાળ ઝૂલ્યાં એ આખેઆખું ઝાડ જ ગુમ ?
    છતાંયે ઊઠી ન એકે બૂમ ?!

    Waahhhh

  2. ઊંધા માથે પટકાયા છે જીવતરના સઘળા સરવાળા,
    ……..

    Nicest Post from Dr. Vivekbhai Tailor.

    With Thanks and warm regard,

    vinod

Leave a Reply to Manisha joban desai Cancel reply

Your email address will not be published. Required fields are marked *