ત્રિપદી – તસ્બી

evening by Vivek Tailor
(સાંજનું વાતાવરણ….                  ….આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૦૧૪)

*

જિંદગી ! આ કેવી ક્ષણ છે !
સાંજનું વાતાવરણ છે,
તું નથી, તારાં સ્મરણ છે…

ના રહ્યો રસ્તામાં રસ્તો,
ભીંત થઈને સામું હસતો,
એક ‘ના’ કેવી ભીષણ છે !

રાહના ખૂટ્યાં છે અંજળ,
આંસુ નામે ફક્ત મૃગજળ,
આંખ નામે કોરું રણ છે.

કાચ છોડી સાચમાં જો,
થોડું થોડું જાતમાં જો,
આ જ સાચું ધ્યાન પણ છે.

લાખ ના પણ ત્યાં જ દોડે,
ત્યાં જ જઈ જઈ માથાં ફોડે,
શું ચરણનું આચરણ છે ?!

આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.

શું હવા, પાણી કે ખોરાક ?
આ જ મારા રક્તકણ છે
તું નથી, તારાં સ્મરણ છે.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૯-૨૦૧૫)

*

sunset by Vivek Tailor
(સૂર્યોદય…..                                              ….પુષ્કર, ૨૦૧૪)

7 thoughts on “ત્રિપદી – તસ્બી

  1. લાખ ના પણ ત્યાં જ દોડે,
    ત્યાં જ જઈ જઈ માથાં ફોડે,
    શું ચરણનું આચરણ છે ?!

    Waahhh

  2. લાખ ના પણ ત્યાં જ દોડે,
    ત્યાં જ જઈ જઈ માથાં ફોડે,
    શું ચરણનું આચરણ છે ?!

    …. મનનું આચરણ…

  3. રાહના ખૂટ્યાં છે અંજલ,
    આંસુ નામે ફક્ત મૃગજળ,
    આંખ નામે કોરું રણ છે.

Leave a Reply to falguni patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *