અંતર

secret admirer

*

તું જેટલી મારા દિલની નજીક છે
ઘરથી પણ એટલી જ નજીક હતી
પરંતુ
તારા આ ખાસ દિવસ પર પણ
એટલું અમસ્તું અંતર
અમસ્તુંય
હું કાપી શક્યો નહીં.
પહેલીવાર
આટલા વર્ષોમાં
તારા હાથમાં હાથ
અને
આંખમાં આંખ મિલાવી
તને વિશ કરી ન શકાયું.
હાય!
હું
હવે
મારા અંતર પર હાથ રાખીને
તને વિશ કરું છું-
‘હેપ્પી બર્થ ડે’
-કદાચ ત્યાંનું અંતર કાપી શકાય..

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૭-૨૦૧૫)

*

b day cake

 1. Hiral’s avatar

  મારા અંતર પર હાથ રાખીને
  તને વિશ કરું છું-
  ‘હેપ્પી બર્થ ડે’
  -કદાચ ત્યાંનું અંતર કાપી શકાય..

  Very Nice..

 2. Poonam’s avatar

  મારા અંતર પર હાથ રાખીને
  તને વિશ કરું છું-
  ‘હેપ્પી બર્થ ડે’
  -કદાચ ત્યાંનું અંતર કાપી શકાય..

  – વિવેક મનહર ટેલર – Nice..

 3. મીના છેડા’s avatar

  અંતર જ્યારે અમસ્તુંય કાપતા નથી ત્યાર પછી કદાચ અંતર કપાતું જ નથી…

Reply

Your email address will not be published. Required fields are marked *