છરી

couple by Vivek Tailor
(સાથ-સાથ….. …ગોવા, નવેમ્બર, ૨૦૧૫)

*

એકમેકની બાંહોમાં
ચસોચસ જકડાયેલા હોવાની ચરમ
એકાંગ ક્ષણે
એકાદ શબ્દ
માખણમાંથી પસાર થતી છરીની જેમ
તમારી આરપાર નીકળી જાય
અને
તમે તમે
અને
એ એ બની જાવ
એ ઘડી,
જ્યારે તમે જાણો છો કે હવે
તમે તમે નથી અને
એ એ નથી
તમે જાણી જાવ છો કે
તમે તમે નથી એ એ જાણે છે
એ એ નથી એ તમે જાણો છો એ એ પણ જાણે છે
એ ઘડી
બગડી ગયેલી ઘડિયાળના કાંટાની જેમ
તમારી અંદર અટકી જાય છે
અને
બંને છેડે માખણ પીગળીને અલગ થઈ જવાની ઘડીએ
વચ્ચે ખોડાઈ ગયેલી એ છરી
નૉ-મેન્સ લેન્ડ પર ઊગી આવેલા કેકટસની જેમ
ક્યાં સુધી રાહ જોતી રહેશે ફૂલ ઊગી આવવાની ?
શું એ જાણતી નથી
કે કેટલાક આલિંગન કદી પૂરાં થતાં નથી હોતાં ?

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૭-૨૦૧૫)

*

couple by Vivek Tailor
(આજનું પેરેન્ટિંગ…. …ગોવા, નવે-૨૦૧૫)

14 thoughts on “છરી

  1. બંને છેડે માખણ પીગળીને અલગ થઈ જવાની ઘડીએ
    વચ્ચે ખોડાઈ ગયેલી એ છરી
    નૉ-મેન્સ લેન્ડ પર ઊગી આવેલા કેકટસની જેમ
    ક્યાં સુધી રાહ જોતી રહેશે ફૂલ ઊગી આવવાની ?
    શું એ જાણતી નથી
    કે કેટલાક આલિંગન કદી પૂરાં થતાં નથી હોતાં ?

    – વિવેક મનહર ટેલર વાહ વાહ શું વાત છે …વરસ વરસ થઈ ને તરસ…તું છે તરસ થઈ જ્ વરસ …વરસ તરસ થઈ ને અરસ પરસ ..!! ઃ)

  2. હરીદય ની આરપાર થતા તિર ની જગ્યા
    પેલી છરી એ લઇ લીધી….ખાલી નહિ
    ગયેલા બંને વાર અલગ રીતે ખુમ્પી
    ગયા…સરસ વિવેકભાઈ…પણ પહેલા પરેન્ટિંગ એટલું fatherly નહોતું જેવું ચિત્ર માં જોયું☺☺☺

  3. Vivek, we don’t have such subjects in our poetry.. I did tried few.. One has to become honest while portraying relationship … Very good one.

  4. @ સુકૃતિબેન:
    આપને પેરેન્ટિંગમાં પૈતૃક સ્પર્શ નજરે ચડ્યો… મને બંને મા-બાપ મોબાઇલમાં વ્યસ્ત દેખાયા….

  5. જાણી જાણીને અમે એટલું જાણ્યા કે
    જાણી જવામાં કંઈ સાર નથી….

  6. આછી અસમંજસતા અને આછી સ્પષ્ટતા વચ્ચે ઊભી રહેલી સ્થિતિને આલિંગતું મજાનું કાવ્ય….

Leave a Reply to Anil Chavda Cancel reply

Your email address will not be published. Required fields are marked *