યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.


(એક મનભાવન શામ, તીથલ…                … જાન્યુઆરી-૨૦૦૪)

ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે,
આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે?

વિશ્વાસ સાથે ખત્મ થયાં પ્રાણ તો, હવે
લાશોના ફક્ત થઈ રહ્યાં શ્વાસો તમામ છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,
બેકાબૂ બનશે જો જરી ખેંચી લગામ છે.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

-વિવેક મનહર ટેલર

9 thoughts on “યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

  1. વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
    યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
    ———
    આ બે પંક્તિઓ આખી ગઝલમાં મને સૌથી વધારે ગમી. આપણા અભિગમ – attitude- ઉપર કેટલો બધો આધાર હોય છે? આની ઉપરથી મને રજની પાલનપુરીની નીચેની પંક્તિઓ યાદ આવી ગઇ

    ‘બની આઝાદ જ્યારે માનવી નીજ ખ્યાલ બદલે છે.
    સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.’

  2. જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
    મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

    Khub saras khayu che, Vivek!

  3. વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
    યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે…વાહ…

  4. જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
    મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે…..awesome…

    reminds the famous ghazal by jauk

    लाई हयात आए , कज़ा ले चली चले,
    अपनी खुशी से आए न अपनी खुशी चले.
    बेहतर तो है यही कि न दुनिया से दिल लगे
    पर क्या करे जो काम न बेदिल-लगी चले….

  5. જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
    મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે……. real truth of life.

Leave a Reply to Rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *