ચિત્ર

image
(ચિત્ર સૌજન્ય : શ્રી મહેશ દાવડકર)

*
કંઈ કેટલીય જાતના રંગ વાપરી જોયા.
પેન્સિલ પણ કંઈ હજાર બદલી જોઈ.
જાતજાતના ને ભાતભાતના કાગળ અજમાવી જોયા.
અહીં ગયો.
ત્યાં ગયો.
આની પાસે ગયો. તેની પાસે ગયો.
આ કર્યું. તે કર્યું.
પૂછો કે શું શું ન કર્યું?
અંદરથી જે સૂઝ્યા એ બધા રસ્તા લીધા.
જ્યાંથી-ત્યાંથી
ક્યાં-ક્યાંથી
જે-તે
જે-જે સલાહ મળી, એ બધા પર અમલ કરી જોયો.
આની-પેલાની બધાની મદદ સ્વીકારી.
પણ મારું ચિત્ર
કદી પહેલાં જેવું થઈ શક્યું નહીં.
મેં
મારા હાથે જ….
………

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૧૫)

*

image
(ચિત્ર સૌજન્ય: શ્રી પ્રજાપતિ શિલ્પી બુરેઠા)

10 thoughts on “ચિત્ર

  1. મેં
    મારા હાથે જ….

    એક સાદી શરૂઆત ને પછી … ઉત્તમ સાહિત્ય સુધી લંબાતી રેખા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *