અંદર અંડરલાઇન

Vivek Tailor _preparation

ભરઉનાળે
ધોધમાર તૂટી પડેલ
ક-મોસમનો પહેલો વરસાદ
દુનિયા આખ્ખીને
સાગમટે ચોખ્ખીચણાક કરવા બેઠો
ત્યારે
ગામ આખાના એકેએક કવિઓ
કાગળ લઈને મચી પડ્યા.

..

મેં
માત્ર
હાથમાં લીધેલી ચોપડી
વાંચતા-વાંચતા
ગઈકાલે
મારાથી થઈ ગયેલા ગુસ્સા સામે
એની ભીની થઈ ગયેલી આંખો નીચે
ચોપડીની
અથવા
મારી
અંદર અંડરલાઇન કરી.

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૪-૨૦૧૫)

7 thoughts on “અંદર અંડરલાઇન

  1. અંડરલાઇન જ્યાં સુધી પરમેનન્ટ માર્કરથી ન થાય ત્યાં સુધી ભૂંસાઈ જવાની શક્યતાઓ ચારેકોર…

    સરસ અછાંદસ!

  2. સુંદર કાવ્ય છે.

  3. Eithers of the feelings/emotions shall not be underestimated or overestimated..Don’t risk to afford that and agreed with Ms. Meena Chheda.
    Simple but very strong composition..

Comments are closed.