સાંભળ જરા

vmtailor.com
(સાંજના પડછાયા…                                 …પચમઢી, મે-૨૦૧૫)

*

શબ્દની છેલ્લી ગલીમાં, અર્થથી આગળ જરા,
મૌનની પેલી તરફ ઊભો છું હું, સાંભળ જરા.

આમ હું પથ્થર સમો છું, આમ છું કાગળ જરા,
થાઉં સાંગોપાંગ ભીનો, વરસે જ્યાં વાદળ જરા.

તું મને જોતાની સાથે ઓળખી લેશે, ન ડર;
ખુશબૂ પહેરીને ઊભો છું, છાંટીને ઝાકળ જરા.

હાથમાં લઈ હાથ ચલ, સંભાવનાની ઓ તરફ,
બે’ક ડગલાં છો સ્મરણનાં રહી જતાં પાછળ જરા.

હુંય તારી જેમ ઓગળવા હવે તૈયાર છું,
શું કરું છૂટતી નથી મારાથી આ સાંકળ જરા…

સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.

આ શરાફત કેળવેલી છે હજારો જન્મથી,
જો, ભીતર અડકી તો જો, કેવો છે વડવાનળ જરા !

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૪-૨૦૧૫)

*

vmtailor.com
(ખુશબૂ પહેરીને ઊભો છું………                    …પચમઢી, મે-૨૦૧૫)

14 comments

 1. Devika Dhruva’s avatar

  સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
  હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.
  વાહ…લાજવાબ.

 2. Rina’s avatar

  Waahhhhh

 3. urvashi parekh.’s avatar

  ખુબ જ સરસ.સાંજના પડછાંયા જેવી જિંદગી નુ શું કરુ અને સાંગોપાંગ ભીના થવાની વાત સરસ.

 4. Maheshchandra Naik (Canada)’s avatar

  સરસ વાત લઈ આવ્યા,સાજ્ના પડછાયા જેવી જિંદગીન વાત દાદ માગી લે છે……..

 5. vinod gundarwala’s avatar

  આ શરાફત કેળવેલી છે હજારો જન્મથી,
  જો, ભીતર અડકી તો જો, કેવો છે વડવાનળ જરા !

  Nicest of “Saanj Na Padchhaya..””

 6. સુનીલ શાહ’s avatar

  aekek sher mazana thaya chhe
  damdar gazal. wah..

 7. Dhaval Shah’s avatar

  શબ્દની છેલ્લી ગલીમાં, અર્થથી આગળ જરા,
  મૌનની પેલી તરફ ઊભો છું હું, સાંભળ જરા.

  -સરસ !

 8. pravina Avinash’s avatar

  તું મને જોતાની સાથે ઓળખી લેશે, ન ડર;
  ખુશબૂ પહેરીને ઊભો છું, છાંટીને ઝાકળ જરા.

  ઓળખવા માટે કોઈ નિશાનીની જરૂરત ક્યાં છે ?

  સુંદર

 9. Me The Riza’s avatar

  Actuali beutiful

 10. Hiral’s avatar

  Very Beautiful Composition…Each and every phrase has its own depth of feelings…

 11. મીના છેડા’s avatar

  સરસ !

 12. nayana’s avatar

  Can not comment…Vivekbhai..Always n all poems r just beautiful…enjoyed very much..Can u give me the name of the Book of poem?

 13. Jigar’s avatar

  wow !! અફલાતૂન ગઝલ !!
  એક એક શેર પર ઢેરો દાદ વિવેક સર.

Comments are now closed.