(એક મનભાવન શામ, તીથલ: જાન્યુઆરી-૨૦૦૪)
ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે,
આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે?
વિશ્વાસ સાથે ખત્મ થયાં પ્રાણ તો, હવે
લાશોના ફક્ત થઈ રહ્યાં શ્વાસો તમામ છે.
વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,
બેકાબૂ બનશે જો જરી ખેંચી લગામ છે.
જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.
ડૉ.વિવેક મનહર ટેલર
2 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/37/trackback
April 30, 2006 at 2:38 am
Suresh
વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
———
આ બે પંક્તિઓ આખી ગઝલમાં મને સૌથી વધારે ગમી. આપણા અભિગમ - attitude- ઉપર કેટલો બધો આધાર હોય છે? આની ઉપરથી મને રજની પાલનપુરીની નીચેની પંક્તિઓ યાદ આવી ગઇ
‘બની આઝાદ જ્યારે માનવી નીજ ખ્યાલ બદલે છે.
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.’
May 11, 2006 at 4:38 am
Shriya
જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.
Khub saras khayu che, Vivek!