લૂંટ

tree by Vivek Tailor
(ઉર્ધ્વમૂલ…..                                            …. અંદમાન, ૨૦૧૩)

*

ચોર એના પર ચડીને આવશે
ને ઘર લૂંટી જશે
એ આશંકામાં
મારા ઘરની સામે રહેતાં
વયોવૃદ્ધ કાકા-કાકીએ
એમના ઘરની
પાંચ ફૂટિયા કમ્પાઉન્ડ વૉલની બહાર ઊભેલા
ત્રણેય ઘટાટોપ વૃક્ષ મૂળસોતાં કપાવી નાંખ્યા.
શું હશે એમના ઘરમાં લૂંટાવા જેવું?
એમનાં સંતાનો તો વરસોથી
વિદેશમાં વસી ગયાં છે.

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૨-૨૦૧૫)

4 thoughts on “લૂંટ

 1. અરે! અંદર આવવું હોય તો પાંચ ફૂટિયા કમ્પાઉન્ડ વૉલ કૂદી જ જાય ને… કાશ .. ત્રણેય ઘટાટોપ વૃક્ષને ચોકીદાર માન્યા હોત…

  ખેર! આ તો શબ્દોની ભૌતિક વાત થઈ… પણ

  શું હશે એમના ઘરમાં લૂંટાવા જેવું?
  શ્વાસમાં વણાઈ ગયેલી એ વાટ જોવાની આદતને કોઈ લૂંટી શકશે ખરું ….

 2. શું હશે એમના ઘરમાં લૂંટાવા જેવું?
  એમનાં સંતાનો તો વરસોથી
  વિદેશમાં વસી ગયાં છે
  nice

 3. શું હશે એમના ઘરમાં લૂંટાવા જેવું?
  એમનાં સંતાનો તો વરસોથી
  વિદેશમાં વસી ગયાં છે.
  Excellant

Comments are closed.