ઊંચો

swayam with me
(વધુ ઊંચુ કોણ ? હું કે તું ?….. …ઉદયપુર, ૨૦૧૪)

*

પપ્પા ! જુઓ, હું તમારાથી ઊંચો !
ખેંચીને
એણે મને અરીસાની સામે
ઊભો કરી દીધો.
હા, ભાઈ !
વાત તો સાચી.
પેંગડામાં પગ ઘાલ્યો ખરો તેં…
હજી છેલ્લે એણે ચેક કર્યું હતું ત્યારે તો
એકાદ સેન્ટિમીટર બાકી હતું
ને એટલામાં તો એ આગળ પણ વધી ગયો !
અચાનક

વધતી ઊંમરનો બોજો અનુભવાયો.
મેં અરીસાને પૂછ્યું –
દીકરો વધુ ઊંચો થયો છે
કે
હું થોડો ઝૂકી ગયો છું ?!

– વિવેક મનહર ટેલર
(૦૧-૦૯-૨૦૧૪)

*

swayam with myself
(Stay cool, my dad….                …ઉદયપુર, ૨૦૧૪)

 1. suresh baxi’s avatar

  ખુબ સરસ રચના

  Reply

 2. pankaj vakharia’s avatar

  બેઠો મૂંછોના ખેતરમાં બગલો !

  Reply

 3. સુનીલ શાહ’s avatar

  વાહજી વાહ…ખૂબ સુંદર.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *