વહી ગયેલા સંબંધો, મને માફ કરો…

P6021775
(ત્રિવેણી…                      …. ઝંસ્કાર તથા સિંધુ નદી, લદાખ, જુન-૨૦૧૩)

*

વહી ગયેલા સંબંધો…
પાછળ
રહી ગયેલા સંબંધો…
મને માફ કરો!
તમારા પુણ્યસ્મારક હું સ્મરણમાં સાચવી નથી શક્યો.
ક્યારેક બે’ક પળ આપણે સાથે ભરી હતી સમયના ત્રીજા કિનારે…
ક્યારેક તમે તમારો ગમો ટેકવીને બેઠા હતાં મારા ખભા પર..
ક્યારેક મારા શ્વાસ ફરતે અણગમો વીંટાળીને ગૂંગળાવ્યો પણ હતો…
સમાંતર સપનાંઓની પટરી પર મારા વિશ્વાસને તમારા વિશ્વાસથી ઝાલીને
આપણે ચાલી જોતાં હતાં
પણ અચાનક સામેથી કંઈ નહીં ધસી આવતાં
આપણે કયાંય નહીંમાં છૂટા પડ્યાં હતાં.
પણ એ વાતને કદી નહીંમાં મૂકીને હું લગભગ ભૂલી જેવું જ ગયો છું.
શું કરું ?
હું પાણી છું.
સ્થિર પણ થઈ શક્યો હોત
તમારી યાદના કિનારાઓમાં બંધાઈને એકાદ સરવર બની.
પણ મને સમાંતર સપનાંઓની પટરીની વચ્ચે વહેતાં રહેવાનું જ ફાવ્યું છે –
કશે નહીંના મુખત્રિકોણ તરફ…

– વિવેક મનહર ટેલર
(૦૪-૧૦-૨૦૧૪)

*

P6021788
(ઇસ મોડ સે જાતે હૈં….                                      ….લેહ, જુન-૨૦૧૩)

9 thoughts on “વહી ગયેલા સંબંધો, મને માફ કરો…

  1. પણ એ વાતને કદી નહીંમાં મૂકીને હું લગભગ ભૂલી જેવું જ ગયો છું.
    શું કરું ?
    હું પાણી છું.
    સ્થિર પણ થઈ શક્યો હોત
    તમારી યાદના કિનારાઓમાં બંધાઈને એકાદ સરવર બની.
    પણ મને સમાંતર સપનાંઓની પટરીની વચ્ચે વહેતાં રહેવાનું જ ફાવ્યું છે –

    Waah

  2. GUJARATI KEY BOARD DOES NOT RESPOND, KINARO TRIJO NE PAL PAN BE J CHCHTAY SHWAS UNGAMATO GUNGARI JAY CHCHE EJ NAJAKAT SAMBHDHO NI AARPAAR VINDHI NAKHE EVI, ABHINANDAN SIMADA NE PAR NA SAMBADHO NI

  3. તમારા પુણ્યસ્મારક હું સ્મરણમાં સાચવી નથી શક્યો.
    ક્યારેક બે’ક પળ આપણે સાથે ભરી હતી સમયના ત્રીજા કિનારે…
    ક્યારેક તમે તમારો ગમો ટેકવીને બેઠા હતાં મારા ખભા પર..
    ક્યારેક મારા શ્વાસ ફરતે અણગમો વીંટાળીને ગૂંગળાવ્યો પણ હતો…
    સમાંતર સપનાંઓની પટરી પર મારા વિશ્વાસને તમારા વિશ્વાસથી ઝાલી
    કેટલુ સુદર….. ભુલેલા સબધો નિ વાત સુદર રિતે રજુ કરિ.

Leave a Reply to niranjan shastri Cancel reply

Your email address will not be published. Required fields are marked *