આ તે શો જાદુ ?!

trees by Vivek Tailor
(મારી સામે હું…..         …સાન્તા ક્રુઝ, કેલિફોર્નિઆ, ૨૦૧૧)

*

નથી અરીસો સામે તો પણ મારી સામે હું,
આ તે શો જાદુ ?!

હાથ મિલાવી બોલ્યો, “પ્યારે ! તું મને ‘હું’ ગણ,
શાને થઈ ગ્યો સ્તબ્ધ ? મટકાવી તો લે પાંપણ !”
– હું શું બોલું ? હવા-હવા થઈ ગઈ મારી સમજણ,
મારી સાથે કેવી રીતે બાંધું હું સગપણ ?
આજ અચાનક ‘હું’ મને ખુદ થઈ ગયો રૂ-બ-રૂ.
આ તે શો જાદુ ?!

ભૂલી પડેલી સમજણ અંતે આવી ફરી મુકામે-
મૃગજળમાં તરનારા ક્યાંથી કિનારાને પામે ?
ચૂકી જવાયેલ તકના ખાલી રસ્તાઓની સામે,
હું મને જડ્યો છું મારા પોતાના સરનામે.
જાત સુધીની જાતરા થઈ ગઈ, આખી દુનિયા છૂ !
આ તે શો જાદુ ?!

– વિવેક મનહર ટેલર
(૩૧/૦૭ – ૨૩/૦૮/૨૦૧૪)

*

jelly fish by Vivek Tailor
(નથી અરીસો સામે તો પણ….                              ….શિકાગો, ૨૦૧૧)

8 thoughts on “આ તે શો જાદુ ?!

  1. ભૂલી પડેલી સમજણ અંતે આવી ફરી મુકામે-
    મૃગજળમાં તરનારા ક્યાંથી કિનારાને પામે ?

    જાત સુધીની જાતરા થઈ ગઈ, આખી દુનિયા છૂ !

    Waahh

  2. ભૂલી પડેલી સમજણ અંતે આવી ફરી મુકામે-
    મૃગજળમાં તરનારા ક્યાંથી કિનારાને પામે ?

    વાહ સરસ સર જિ

  3. ભૂલી પડેલી સમજ્ણ અંતે આવી ફરી મુકામે
    મૃગજળમા તરનારા ક્યાંથી કિનારાને પામે?
    હું મને જડ્યો છુ મારા પોતાને સરનામે…..
    સરસ રજુઆત…..વાહ વાહ………………

  4. નથી અરીસો સામે તો પણ મારી સામે હું,
    આ તે શો જાદુ ?! વાહ સરસ ….

    સુંદર કાવ્ય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *